IPL 2021: આજે વિરાટ કોહલી અને ઇયોન મોર્ગનની કેપ્ટનશિપની થશે આકરી કસોટી, આજે હાર્યા તો બહાર

IPL 2021 એલિમિનેટરમાં વિરાટ કોહલી (Virat Kohli) નુ વ્યૂહાત્મક આવડત અને ઇયોન મોર્ગન (Eoin Morgan) ની ધીરજની કસોટી થશે.

IPL 2021: આજે વિરાટ કોહલી અને ઇયોન મોર્ગનની કેપ્ટનશિપની થશે આકરી કસોટી, આજે હાર્યા તો બહાર
Eoin Morgan-Virat Kohli
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 11, 2021 | 11:20 AM

IPL 2021 ના ​​એલિમિનેટરમાં ભૂતપૂર્વ ચેમ્પિયન કોલકાતા નાઈટ રાઈડર્સ (Kolkata Knight Riders) મેદાને ઉતરશે. તેની સામે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (Royal Challengers Bangalore) તેના પ્રથમ ખિતાબની શોધમાં મેદાને ઉતરનાર છે. આજે વિરાટ કોહલી (Virat Kohli) ની વ્યૂહાત્મક આવડત અને ઈયોન મોર્ગન (Eoin Morgan) ની ધીરજની પણ કસોટી થશે. કોહલીની આગેવાનીમાં RCB 2016 માં ફાઇનલમાં પહોંચી હતી.

આ સિવાય, તેના નેતૃત્વમાં, ટીમ 2015 અને 2020 માં પણ પ્લેઓફમાં પહોંચી હતી. કોહલીએ આ સીઝન બાદ કેપ્ટનશીપ છોડવાનો નિર્ણય લીધો છે. આમ હવે કોહલી કેપ્ટનશીપથી ભવ્ય વિદાય મેળવવા ઈચ્છશે. જ્યારે મોર્ગનને KKR ની ખોવાયેલી પ્રતિષ્ઠા પાછી મેળવવાનો પડકાર છે. ટીમે 2012 થી 2014 વચ્ચે ત્રણ વર્ષમાં ગૌતમ ગંભીરના નેતૃત્વમાં બે વખત ટાઇટલ જીત્યું હતું.

કાગળ પર, એવી બે ટીમો વચ્ચેની મેચ છે જે સમાન રીતે મજબૂત છે. પરંતુ કેકેઆર આંકડાની દ્રષ્ટિએ થોડી વધારે ભારે છે. આ બંને ટીમો વચ્ચે રમાયેલી 28 માંથી 15 મેચ કોલકાતાએ જીતી છે. જો કે, આરસીબીની ટીમ પોતાની છેલ્લી લીગ મેચમાં દિલ્હી કેપિટલ્સ સામે છેલ્લા બોલમાં, વિજયી છગ્ગો લગાવીને જીત મેળવ્યા બાદ આત્મવિશ્વાસથી ભરેલી છે.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

સિઝનમાં 14 મેચમાંથી 18 જીત સાથે આરસીબી પોઇન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને રહી હતી. બીજી તરફ KKR એ યુએઈ લેગમાં સાતમાંથી પાંચ મેચ જીતીને, પ્રથમ તબક્કામાં ખરાબ પ્રદર્શન કર્યા બાદ પણ 14 પોઈન્ટ સાથે ચોથા સ્થાને રહી હતી. મોર્ગનની ટીમે રાજસ્થાન રોયલ્સ સામે 86 રનની જંગી જીત સાથે પ્લેઓફમાં સ્થાન મેળવ્યું હતુ. આ ગતિ જાળવી રાખવા માટે તેનો પ્રયાસ રહેશે.

આરસીબીની તાકાત મિડલ ઓર્ડર છે

પરંતુ મેદાન પરના ભૂતકાળના રેકોર્ડથી કોઈ ફરક પડશે નહીં અને જે ટીમ મેચમાં નિર્ણાયક સમયે સારું પ્રદર્શન કરશે તે જીત નોંધાવશે. કોહલી અને મોર્ગન બંને આ વાત સારી રીતે જાણે છે. બંને કેપ્ટનો પાસે સારા કુશળ ખેલાડીઓ છે. કોહલી ઉપરાંત આરસીબી પાસે એબી ડી વિલિયર્સ, ગ્લેન મેક્સવેલ અને દેવદત્ત પડિકલના રૂપમાં મજબૂત બેટ્સમેન છે. શ્રીકર ભરતનું સારું પ્રદર્શન ટીમ માટે સકારાત્મક સંકેત છે .

પરંતુ ટીમને યોગ્ય સંયોજન શોધવાની જરૂર છે જેમાં તે અત્યાર સુધી નિષ્ફળ રહી છે. વિકેટકીપર બેટ્સમેન ભરતે RCB ની છેલ્લી મેચમાં 52 બોલમાં અણનમ 78 રન બનાવ્યા હતા અને છેલ્લા બોલ પર વિજયી છગ્ગો ફટકાર્યો હતો. જોકે મેક્સવેલે આરસીબી માટે મહત્વની ભૂમિકા ભજવી છે. ઓસ્ટ્રેલિયાના આ બેટ્સમેને આ સિઝનમાં 498 રન બનાવ્યા છે. જોકે, કોહલીએ મોટી ઇનિંગ રમવાની જરૂર છે.

બોલિંગમાં આકરી સ્પર્ધા

હર્ષલ પટેલે બોલિંગમાં જબરદસ્ત પ્રદર્શન કર્યું છે. તેણે મુંબઈ ઈન્ડીયન્સ સામે હેટ્રિક સહિત 14 મેચમાં 30 વિકેટ લીધી હતી. મોહમ્મદ સિરાજ અને જ્યોર્જ ગાર્ટન પ્રભાવશાળી રહ્યા છે. જ્યારે યુઝવેન્દ્ર ચહલે 16 વિકેટ સાથે તેના ટીકાકારોને યોગ્ય જવાબ આપ્યો છે. બોલરોએ પણ KKR તરફથી સારી ભૂમિકા ભજવી છે. લોકી ફર્ગ્યુસન અને શિવમ માવી યોગ્ય સમયે ફોર્મમાં પરત ફર્યા છે. જ્યારે સ્પિનર ​​વરુણ ચક્રવર્તી, સુનીલ નારાયણ અને શાકિબ અલ હસન પ્રભાવશાળી રહ્યા છે.

શુભમન ગિલ, વેંકટેશ અય્યર, રાહુલ ત્રિપાઠી અને નીતિશ રાણાએ બેટથી સારું પ્રદર્શન કર્યું છે અને શારજાહની ધીમી ગતિએ તેઓ પટેલ અને ચહલનો સામનો કેવી રીતે કરે છે તે જોવાનું રહ્યું. કેપ્ટન મોર્ગનનું ખરાબ ફોર્મ ટીમ માટે ચિંતાનો વિષય છે.

ટીમો નીચે મુજબ છે

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર: વિરાટ કોહલી (કેપ્ટન), નવદીપ સૈની, ગ્લેન મેક્સવેલ, ડેન ક્રિશ્ચિયન, રજત પાટીદાર, દુશ્મન્થા ચામીરા, પવન દેશપાંડે, મોહમ્મદ સિરાજ, હર્ષલ પટેલ, મોહમ્મદ અઝહરુદ્દીન, સચિન બેબી, વનિંદુ હસરંગા, જ્યોર્જ ગાર્ટન, યુઝવેન્દ્ર ચહલ, શાહબાજ અહેમદ, દેવદત્ત પડિકલ, કાયલ જેમીસન, સુયશ પ્રભુદેસાઈ, કેએસ ભરત, ટિમ ડેવિડ, આકાશ દીપ અને એબી ડી વિલિયર્સ.

કોલકાતા નાઈટ રાઈડર્સ: ઓવન મોર્ગન (કેપ્ટન), દિનેશ કાર્તિક, ગુરકીરત સિંહ માન, કરુણ નાયર, નીતિશ રાણા, રાહુલ ત્રિપાઠી, શુભમન ગિલ, હરભજન સિંહ, કમલેશ નાગરકોટી, કુલદીપ યાદવ, લોકી ફર્ગ્યુસન, પવન નેગી, એમ પ્રણંદ કૃષ્ણ, સંદીપ વોરિયર , શિવમ માવી, ટિમ સાઉથી, વૈભવ અરોરા, વરુણ ચક્રવર્તી, આન્દ્રે રસેલ, બેન કટીંગ, શાકિબ અલ હસન, સુનીલ નરેન, વેંકટેશ ઐય્યર, શેલ્ડન જેક્સન અને ટિમ સીફર્ટ.

આ પણ વાંચોઃ IPL 2021: ધોનીને મેચ ફિનીશ કરતા જોઇને વિરાટ કોહલી ખૂશીથી ઉછળી પડ્યો, કહ્યુ, કિંગ ઇસ બેક!

આ પણ વાંચોઃ T20 World Cup: વિશ્વકપ દરમ્યાન કોરોના સંક્રમણ ફેલાવવાને લઇને ટૂર્નામેન્ટ અંગે આમ લેવાશે નિર્ણય, જાણો શુ કરાયુ છે આયોજન

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">