IPL 2021: જમ્મુ કાશ્મીરના આ ક્રિકેટરને લાગી લોટરી ! નવા સવા શિખાઉ ને હૈદરાબાદે મેદાનમાં ઉતારી દીધો, જાણો કોણ છે આ ખેલાડી

|

Oct 03, 2021 | 8:11 PM

ટી નટરાજન (T Nataraajan) કોરોના સંક્રમિત થવાને કારણે આ ખેલાડીને શોર્ટ ટર્મ રિપ્લેસમેન્ટ તરીકે લેવામાં આવ્યો હતો. પરંતુ હવે ટીમ મેનેજમેન્ટે IPL માં તેનુ ડેબ્યૂકરવાનું નક્કી કર્યું છે.

IPL 2021: જમ્મુ કાશ્મીરના આ ક્રિકેટરને લાગી લોટરી ! નવા સવા શિખાઉ ને હૈદરાબાદે મેદાનમાં ઉતારી દીધો, જાણો કોણ છે આ ખેલાડી
Kane Williamson captain of Sunrisers Hyderabad with teammates

Follow us on

ટી નટરાજન (T Nataraajan) કોરોના સંક્રમિત થવાને કારણે આ ખેલાડીને શોર્ટ ટર્મ રિપ્લેસમેન્ટ તરીકે લેવામાં આવ્યો હતો. પરંતુ હવે ટીમ મેનેજમેન્ટે IPL માં તેનુ ડેબ્યૂકરવાનું નક્કી કર્યું છે.

સનરાઇઝર્સ હૈદરાબાદે (Sunrisers Hyderabad) IPL 2021 માં કોલકાતા નાઇટ રાઇડર્સ (Kolkata Knight Riders) સામેની મેચમાં એક શિખાઉ ખેલાડીને તક આપી છે. ટી નટરાજન (T Nataraajan) કોરોના હોવાને કારણે, રિપ્લેસમેન્ટ તરીકે લેવામાં આવેલા ખેલાડીને આઈપીએલ મેચમાં ઉતારવામાં આવ્યો હતો. આ ખેલાડીનું નામ ઉમરાન મલિક (Umran Malik) છે. તે જમ્મુ-કાશ્મીર (Jammu and Kashmir)નો છે અને બોલર છે. ઉમરાન મલિક મધ્યમ ગતિથી બોલિંગ કરે છે. KKR સામેની મેચમાં તેને સંદીપ શર્માની જગ્યાએ તક આપવામાં આવી હતી.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

રસપ્રદ બાબત એ છે કે, ઉમરાન ટૂંકા ગાળાના રિપ્લેસમેન્ટ તરીકે હૈદરાબાદની ટીમનો ભાગ બન્યો હતો અને હવે તેને સીધુ જ ડેબ્યૂ કરવાની તક મળી છે. તે નેટ બોલર તરીકે IPL 2021 માટે હૈદરાબાદ સાથે હતો પરંતુ જ્યારે નટરાજનને કોરોના થયો ત્યારે તેને મુખ્ય ટીમમાં લઈ જવામાં આવ્યો.

 

ઉમરાન મલિકે જમ્મુ-કાશ્મીર માટે અત્યાર સુધી માત્ર 1 લિસ્ટ A (વનડે) અને 1 T20 મેચ રમી છે. તેણે 2021 ની શરૂઆતમાં ઘરેલુ ક્રિકેટમાં પદાર્પણ કર્યું હતું. 21 વર્ષીય બોલરે સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં રેલવે સામે T20 ડેબ્યૂ કર્યું હતું. જેમાં તેણે 24 રનમાં ત્રણ વિકેટ લીધી હતી. આ દરમ્યાન, તેણે વિજય હજારે ટ્રોફીમાં બંગાળ સામેની મેચમાં લિસ્ટ A માં પ્રવેશ કર્યો હતો. અહીં તેની 10 ઓવરમાંથી 98 રન વિરોધી બેટ્સમેનોએ લૂંટી લીધા હતા. તેને આ મેચમાં માત્ર એક વિકેટ મળી હતી.

 

IPL માં ડેબ્યૂ કરનારો મલિક ચોથો કાશ્મીરી ખેલાડી

 

હૈદરાબાદની ટીમમાં ઉમરાન મલિક જમ્મુ-કાશ્મીર થી આવનાર બીજો ક્રિકેટર છે. તેની સાથે આ રાજ્યમાંથી અબ્દુલ સમદ પણ છે. સમદ નીચલા ક્રમનો મજબૂત બેટ્સમેન છે. બીજી તરફ, ઉરમાન મલિક ચોથો કાશ્મીરી ખેલાડી છે, જે IPL માં રમી રહ્યો છે. તેની પહેલા પરવેઝ રસૂલ, રસિખ સલામ અને અબ્દુલ સમદ રમ્યા છે. મંઝૂર અહમદ ડાર પંજાબ કિંગ્સનો ભાગ રહ્યો છે. જોકે તે આઈપીએલમાં પદાર્પણ કરી શક્યો નહોતો.

અગાઉ જ્યારે હૈદરાબાદે ઉમરાનને ટીમમાં સામેલ કર્યો હતો ત્યારે ઇરફાન પઠાણે ખૂબ ખુશીઓ વ્યક્ત કરી હતી. તેણે ટ્વિટ કરીને કહ્યું હતું કે, “IPL માં વધુ એક પસંદગી માટે જમ્મુ-કાશ્મીરને અભિનંદન. વૃક્ષ હજુ પણ ફળ આપે છે. જારી રાખો. ઈરફાન પઠાણે જમ્મુ અને કાશ્મીર ક્રિકેટ ટીમ સાથે કોચ અને માર્ગદર્શક તરીકે કામ કર્યું છે.

 

આ પણ વાંચોઃ IND Women vs AUS Women: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ડે-નાઇટ ટેસ્ટ મેચ ડ્રો રહી, કાગારુ ટીમ સામે સ્મૃતી મંધાના અને બોલરો ઝળહળ્યાં

આ પણ વાંચોઃ IPL 2021,RCB vs PBKS: વિરાટ કોહલી ની ટીમ બેંગ્લોર પ્લેઓફમાં પહોંચી, 6 રન થી પંજાબને હરાવ્યુ, ચહલની 3 વિકેટ

Published On - 8:04 pm, Sun, 3 October 21

Next Article