IPL 2021: સિઝનમાં મોંઘાદાટ ખેલાડીઓનુ પ્રદર્શન, મોરિસની 1 વિકેટ રાજસ્થાનને કરોડમાં પડી, તો બેંગ્લોરને કોહલીનો એક રન 4 લાખમાં પડ્યો !

|

Oct 17, 2021 | 7:02 PM

મુંબઇ ઇન્ડિયન્સને રોહિત શર્મા (Rohit Sharma) પ્લેઓફમાં તો પહોંચાડી ના શક્યો પરંતુ તેના બેટ થી નિકળેલો પ્રત્યેક રન પણ મોંઘો રહ્યો હતો. પેટ કમિન્સ 15.50 લાખમાં ખરીદાયો હતો અને KKR ને માત્ર 2 વિકેટ આપી

IPL 2021: સિઝનમાં મોંઘાદાટ ખેલાડીઓનુ પ્રદર્શન, મોરિસની 1 વિકેટ રાજસ્થાનને કરોડમાં પડી, તો બેંગ્લોરને કોહલીનો એક રન 4 લાખમાં પડ્યો !
Virat Kohli-Chris Morris

Follow us on

IPL 2021ની સિઝન ચેન્નાઇ સુપર કિંગ્સ (CSK) ના ચેમ્પિયન બનવા સાથે સમાપ્ત થઇ હતી. ત્યાર બાદ હવે સિઝન દરમ્યાન કોણ સફળ રહ્યુ અને કોણ નિષ્ફળ રહ્યુ તે અંગેનુ પોસ્ટ મોર્ટમ ક્રિકેટ એક્સપર્ટ અને દિગ્ગજો દ્વારા કરવામાં આવી રહ્યુ છે. T20 વિશ્વકપ 2021 (T20 World Cup) પહેલા વિરામના સમયમાં હાલમાં આ પ્રકારની ચર્ચાઓ વર્તાઇ રહી છે. ખેલાડીઓએ શ્રેષ્ઠ પ્રદર્શન કરીને રોકડ ઇનામો તો મેળવ્યા છે. પરંતુ આ દરમિયાન સ્વાભાવિક વાત એ પણ આવે કે, મોંઘા ભાવે ખરિદાયેલા ખેલાડીઓને શુ પરાક્રમ સિઝનમાં કર્યા હતા. આવો આવી જ એક નજર કરી એ આવા ખેલાડીઓ પર.

સિઝનની શરુઆત પહેલા IPL માટેની હરાજી યોજવામાં આવી હતી. જેમાં અનેક દિગ્ગજ ખેલાડીઓ સહિત વિશ્વભરના ક્રિકેટરોએ ભાગ લિધો હતા. મેગા હરાજી IPL 2022ની સિઝન માટે યોજાનારી હતી. આમ તે પહેલા એક ઓક્શન આઇપીએલ દ્વારા 2021 ની સિઝન માટે યોજવામાં આવ્યુ હતુ.

ક્રિસ મોરિસ, પેટ કમિન્સ જેવા ખેલાડીઓને તો અધધ કિંમતે ખરિદવામાં આવ્યા હતા. આ પહેલા આરસીબી પાસે વિરાટ કોહલી (Virat Kohli) , મુંબઇ ઇન્ડિયન્સ પાસે રોહિત શર્મા અને ચેન્નાઇ સુપર કિંગ્સ પાસે એમએસ ધોની (MS Dhoni) જેવા સ્ટાર ખેલાડીઓ પહેલા થી જ મોંઘી રકમ સાથે સામેલ હતા.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

જેમાં કોહલી ને RCB દ્વારા 17 કરોડ રુપિયા ચૂકવવામાં આવે છે. જે તેની ટીમને પ્લેઓફમાં લઇ જઇને સફર સમાપ્ત કરી ચૂક્યો હતો. સિઝનમાં સૌથી મોંગા ખેલાડી કોહલીનીએ સિઝનમાં 15 મેચ રમીને 405 રન કર્યા હતા. આમ પ્રત્યેક રન તેના બેટ થી 4.19 લાખ રુપિયાના ભાવે નિકળ્યો હતો.

 

મોરિસ ને કરોડની વિકેટ, કમિન્સની 15.5 કરોડમાં 2 વિકેટ!

ત્યાર બાદ ક્રિસ મોરીસ સૌથી મોંઘા ખેલાડી તરીકે આઇપીએલમાં સામેલ થયો હતો. તેને રાજસ્થાન રોયલ્સે 16.25 કરોડના ખર્ચે ખરિદ કર્યો હતો. મોરિસ આઇપીએલ ઇતિહાસનો સૌથી મોંઘો ખેલાડી છે. તે બેટ અને બોલ બંને રીતે ખાસ રહ્યો નહોતો. અંતિમ કેટલીક મેચમાં તો તેને રાજસ્થાનની ટીમે બહાર રાખીને બેન્ચ પર બેસવા મજબૂર કરી દીધો હતો. તેણે 11 મેચો રમીને 15 વિકેટ ઝડપી હતી. આમ મોરિસે એક કરોડ રુપિયા કરતા મોંઘા ભાવે વિકેટ ઝડપી હતી.

પેટ કમિન્સને કોલકાતા નાઇટ રાઇડર્સ ટીમે 15.50 કરોડ રુપિયામાં ખરિદ કર્યો હતો. તેણે 7 મેચ સિઝનમાં રમી છે અને માત્ર 2 જ વિકેટ ઝડપી હતી. આમ તે સફેદ હાથી પૂરવાર થયો હતો. અધૂરામાં પૂરુ ખરા સમયે જ તે બીજા તબક્કામાં જ ટીમ સાથે જોડાવા થી દૂર થઇ ગયો હતો.

 

ધોનીએ ચેન્નાઇને ખર્ચ વસૂલ કર્યો, તો રોહિત પ્લેઓઓફ પણ ચૂક્યો

15 કરોડ રુપિયામાં ચેન્નાઇનો સાથ નિભાવતા ધોનીએ આ બધામાં સર્વશ્રેષ્ઠ કામ પોતાના નિર્ણયો થી ટીમને કરી દેખાડ્યુ છે. સ્ટંપની પાછળ ઉભો રહી હરિફ ટીમ પર હાવી રહેતો ધોની મધ્યમક્રમમાં બેટીંગ કરી ફિનીશનરની ભૂમિકા પણ તેણે સારી ભજવી છે. રોહિત શર્મા પણ આટલી જ રકમ મુંબઇ ઇન્ડિયન્સ પાસેથી મેળવે છે. પરંતુ તે આ વખતે ટીમને પ્લેઓફ સુધી પહોંચાડી શક્યો નથી. તેણે 13 મેચમાં 314 રન બનાવ્યા છે. તેનો પ્રત્યેક રન 4.77 લાખના ખર્ચે મુંબઇને પડ્યો હતો.

 

આ પણ વાંચોઃ T20: વિશ્વકપ હોય કે IPL ટૂર્નામેન્ટ, એમએસ ધોની T20 ટૂર્નામેન્ટની ટ્રોફી ઉપાડવામાં છે કેપ્ટન ‘કિંગ’

 

આ પણ વાંચોઃ IPL 2021: એમએસ ધોની સામે આવતા જ વેંક્ટેશ ઐય્યરની બોલતી બંધ થઇ ગઇ હતી બંધ, કહ્યુ, ધોનીને રુબરુ જોતા આવો રહ્યો અનુભવ

 

Next Article