IND vs ENG: ઓવલ ટેસ્ટમાં બેસ્ટ સાબિત થઇ શકે છે અશ્વિન, જાણો ઓવલમાં કેમ અશ્વિન પર નજર કેન્દ્રીત થઇ રહી છે

કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) સહિત ટીમ ઇન્ડીયા (Team India) ની પુરી થીંક ટેન્કે ઓવલના સમીકરણને રચવા માટે અશ્વિન પર નજર ઠરી છે. કારણ કે અહી 1 મેચમાં 32 વિકેટોની થિયરીને નજર અંદાજ કરવી મુશ્કેલ છે.

IND vs ENG: ઓવલ ટેસ્ટમાં બેસ્ટ સાબિત થઇ શકે છે અશ્વિન, જાણો ઓવલમાં કેમ અશ્વિન પર નજર કેન્દ્રીત થઇ રહી છે
Ashwin-Rishabh Pant-Virat Kohli
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 29, 2021 | 4:51 PM

અશ્વિન (Ashwin) ની ઓવલ ટેસ્ટ (Oval Test) માં રમવાના ચાન્સ ટકાવારી કેટલી છે ? આ ગણિત હજુ પણ ગૂંચવાયેલું છે. તેનાથી પણ વધુ મુશ્કેલ ભારતની જીતનું ગણિત છે. આ બંને પ્રશ્નોનો ઉકેલ મળી જશે થોડોક ભરોસો રાખો. ઓવલનું સમીકરણ બનાવતી વખતે, કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) સહિત ટીમ ઈન્ડિયા (Team India) ની સમગ્ર થિંક ટેન્ક, 1 મેચમાં 32 વિકેટની થિયરી દ્વારા આ બે પ્રશ્નો ઉકેલતી જોવા મળશે. હવે તમે વિચારતા હશો કે મેચમાં 32 વિકેટની થિયરી શું છે ? તો સીધુ બતાવી દઇએ કે ઓવલ પર જીતવા માટે આ ફોર્મ્યુલા છે.

હવે આ ફોર્મ્યુલાને વિગતવાર સમજો, પછી તમે અશ્વિન રમવા અને ભારતની જીત સાથે તેનું કનેક્શન પણ જાણી શકશો. અહીં આપણે જે 32 વિકેટની વાત કરી રહ્યા છીએ તે એક જ મેચમાં ગુમાવી છે. આ મેચ 11 જુલાઈથી આ મેદાન પર રમાઈ હતી. એટલે કે, ભારત-ઇંગ્લેન્ડ ટેસ્ટ શ્રેણીની શરૂઆના પહેલા પહેલા જ. આ મેચ ઈંગ્લેન્ડની બે કાઉન્ટી ટીમો સરે અને સમરસેટ વચ્ચે યોજાઈ હતી, જેમાં અશ્વિને પણ હિસ્સો લીધો હતો. અશ્વિન આ મેચમાં સરે તરફથી રમ્યો હતો.

1 મેચમાં 32 વિકેટની થિયરી !

સમરસેટ અને સરેની મેચ ડ્રોમાં સમાપ્ત થઈ હતી. આ મેચમાં બંને ઇનિંગ્સમાં કુલ 34 વિકેટ પડી, જેમાં માત્ર સ્પિનરોએ 32 વિકેટ લીધી. આ 32 વિકેટમાં અશ્વિનની 7 વિકેટ પણ સામેલ હતી. ભારતીય સ્પિનરે બીજા દાવમાં 15 ઓવરમાં 27 રન આપીને 6 બેટ્સમેનોને આઉટ કર્યા હતા. જ્યારે પ્રથમ ઇનિંગમાં એક વિકેટ લેવામાં આવી હતી.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

અશ્વિનની જેમ આ મેચમાં રમી રહેલા ઇંગ્લેન્ડના સ્પિનર ​​જેક લીચે પણ પ્રથમ ઇનિંગમાં 6 વિકેટ લીધી હતી. અશ્વિન અને લિચ સહિત અન્ય સ્પિનરોના પ્રભાવથી સ્પષ્ટ છે કે, ઓવલની પીચ સ્પિનરો માટે સ્વર્ગથી ઓછી નથી. એટલે કે, તે ભારતના દૃષ્ટિકોણથી સકારાત્મક છે.

સ્પિનથી બનશે સીન !

હેડિંગ્લેની હાર બાદ ભારત શ્રેણીમાં પરતમાં ફરવા પ્રયાસ કરશે. જેના માટે ઓવલથી વધુ સારી તક બીજી કોઈ હોઈ શકે નહીં. ઓવલની પીચ સ્પિન ફ્રેન્ડલી છે. જે ભારતની તાકાત છે. ભારતીય બેટ્સમેનો સ્પિન માટે સારા ખેલાડી છે અને વિરોધી બેટ્સમેનોને બાંધી રાખવા માટે અશ્વિન નામ જ ચાલી શકશે. એટલે કે, વિજયની આશા લગાવી શકાશે.

ઈંગ્લેન્ડનું ઓવલ એ મેદાનોમાંથી એક છે, જ્યાં ભારતનો રેકોર્ડ સારો નથી. પરંતુ, આ બધુ ઇતિહાસની વાતો છે જે બદલી પણ શકાય છે. જેમ હેડિંગ્લેમાં ત્રીજી ટેસ્ટ ન હારવાનો કેપ્ટન કોહલીને ઈતિહાસ ઉલટો પડ્યો હતો.

આ પણ વાંચોઃ National Sports Day : આજે છે ‘રાષ્ટ્રીય રમત દિવસ’, જાણો શા માટે આ દિવસ 29 ઓગસ્ટના રોજ ઉજવવામાં આવે છે

આ પણ વાંચોઃ Tokyo Paralympics માં રજત ચંદ્રક વિજેતા ભાવિના પટેલને 3 કરોડનો પુરસ્કાર આપવાની ગુજરાત સરકારની જાહેરાત

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">