IPL 2021, CSK vs DC: ચેન્નાઇ સુપર કિંગ્સ ફાઇનલમાં પહોંચ્યુ, દિલ્હીને 4 વિકેટે હરાવ્યુ, ધોનીની વિજયી રમત, ગાયકવાડ અને ઉથપ્પાની ફીફટી

ચેન્નાઇ સુપર કિંગ્સ (Chennai Super Kings) IPL 2021 ની ફાઇનલમાં પહોંચનારી પ્રથમ ટીમ બની ચુકી છે. હવે દિલ્હીએ ફાઇનલ પહોંચવા માટે હજુ એક પ્રયાસ કરવો પડશે.

IPL 2021, CSK vs DC: ચેન્નાઇ સુપર કિંગ્સ ફાઇનલમાં પહોંચ્યુ, દિલ્હીને 4 વિકેટે હરાવ્યુ, ધોનીની વિજયી રમત, ગાયકવાડ અને ઉથપ્પાની ફીફટી
Robin Uthappa- Ruturaj Gaikwad
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 10, 2021 | 11:21 PM

IPL 2021 પ્લેઓફની શરુઆત થઇ જતા જ હવે રોમાંચ પણ વધી ચુક્યો છે. ફાઇનલ માટેની પ્રથમ ટીમ પણ નિશ્વિત થઇ ચુકી છે. ચેન્નાઇ સુપર કિગ્સની  ટીમ IPL 2021 ની સિઝનની ફાઇનલમાં પહોંચી ચૂકી છે. પ્રથમ ક્વોલિફાયર મેચ દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals) અને ચેન્નાઇ સુપર કિંગ્સ (Chennai Super Kings) વચ્ચે રમાઇ હતી. CSK ના કેપ્ટન એમએસ ધોની (MS Dhoni) એ ટોસ જીતીને રન ચેઝની રણનિતી પસંદ કરી હતી. દિલ્હીએ પ્રથમ બેટીંગ કરતા 5 વિકેટે 172 રનનો સ્કોર ખડક્યો હતો. જવાબમાં ચેન્નાઇએ ધોનીના વિજયી ચોગ્ગા સાથે 4 વિકેટે જીત મેળવી હતી.

ચેન્નાઇ સુપર કિંગ્સ બેટીંગ

દિલ્હીની ટીમે ખડકેલા સ્કોરને ચેઝ કરવા માટેની શરુઆત એક વિકેટ ગુમાવીને પણ ચેન્નાઇએ શાનદાર દર્શાવી હતી. બીજી વિકેટની ભાગીદારી રમત 110 રનની થઇ હતી. પ્રથમ વિકેટ ચેન્નાઇએ 3 રનના સ્કોર પર ફાફ ડુ પ્લેસિસના રુપમાં ગુમાવી હતી. તેણે 1 જ રન કર્યો હતો અને નોર્ત્જેનો શિકાર થયો હતો. જોકે ત્યાર બાદ ઋતુરાજ ગાયકવાડ અને રોબિન ઉથપ્પાએ અર્ધશતક ફટકારીને ટીમને લક્ષ્ય તરફ આસાની થી આગળ વધાર્યુ હતુ. ઋતુરાજે 50 બોલમાં 70 રન કર્યા હતા.

ઉથપ્પાએ 2 છગ્ગા અને 7 ચોગ્ગાની મદદ થી 44 બોલમાં 63 રન કર્યા હતા. અહીં થી મેચ રોમાંચક થવા લાગી હતી. ચેન્નાઇ તરફી બનેલી મેચ ફરી એકવાર દિલ્હી તરફ ટર્ન લઇ રહી હોય એવી સ્થિતી સર્જાઇ હતી. કારણ કે ત્યાર બાદના 7 રનમાં જ ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. શાર્દૂલ ઠાકુર તેના પહેલા બોલને રમવા જતા જ ટોમ કરનના બોલ પર કેચ આઉટ થયો હતો. અંબાતી રાયડૂ ત્રણ બોલમાં 1 રન કરીને રન આઉટ થયો હતો. મોઇન અલી એ 12 બોલમાં 16 રન કર્યા હતા. જ્યારે ધોનીએ અણનમ 6 બોલમાં 18 રનની જીતની રમત રમી હતી. જાડેજા શૂન્ય પર અણનમ રહ્યો હતો.

700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.
ઉનાળામાં હાર્ટ એટેક આવવાના 1 મહિના પહેલા શરીરમાં દેખાય છે આટલા લક્ષણ
WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
આજનું રાશિફળ તારીખ : 23-04-2024

અંતિમ ઓવરમાં 13 રનની જરુર

ટોમ કરનની ઓવરમાં પ્રથમ બોલ પર મોઇન અલીની વિકેટ દિલ્હીને મળી હતી. આગળના બોલે ધોની સ્ટ્રાઇક પર આવતા જ બીજા બોલ પર ચોગ્ગો લગાવ્યો હતો. ત્રીજા બોલે ફરી થી ધોનીએ ચોગ્ગો લગાવ્યો હતો. આગળનો બોલ વાઇડ રહ્યો હતો. આમ 3 બોલમાં 4 રન ચેન્નાઇને જીત માટે બાકી રહ્યા હતા. ચોથા બોલે ચોગ્ગો લગાવીને ધોનીએ ચેન્નાઇને ફાઇનલમા પહોંચાડી દીધુ હતુ.

દિલ્હી કેપિટલ્સ બોલીંગ

વિકેટ મેળવી આપવાની શરુઆત એનરિક નોર્ત્જેએ કરી હતી. તેણે 4 ઓવરમાં 31 રન આપ્યા હતા. પરંતુ બાદમાં વિકેટ દિલ્હીને દૂર લાગી રહી હતી. કારણ કે બીજી સફળતા માટે દિલ્હીના બોલરોએ 13 ઓવર અને 110 રનની રાહ જોવી પડી હતી. ટોમ કરને 3.4 ઓવરમાં 3 વિકેટ ઝડપી હતી. તેણે 29 રન આપ્યા હતા. અશ્વિને 2 ઓવરમાં 19 રન આપ્યા હતા. અક્ષર પટેલે 3 ઓવરમાં 23 રન આપ્યા હતા. કાગિસો રબાડાએ 3 ઓવરમાં 23 રન આપ્યા હતા. જ્યારે આવેશ ખાને 4 ઓવરમાં 47 રન ગુમાવ્યા હતા. તેણે ઋતુરાજની વિકેટ ઝડપી હતી.

દિલ્હી કેપિટલ્સની બેટીંગ

પૃથ્વી શોએ રમતની શરુઆત શાનદાર બનાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે શિખ ધવન આજે જલ્દી થી વિકેટ ગુમાવી બેઠો હતો. પૃથ્વી શોએ શાનદાર અર્ધશતક લગાવ્યુ હતુ. તેણે 34 બોલમાં 60 રનની રમત રમી હતી. આ દરમ્યાન તેણે 3 છગ્ગા લગાવ્યા હતા અને 7 ચોગ્ગા ફટકાર્યા હતા. શિખર ધવન 7 રન બનાવીને આઉટ થયો હતો. તે ધોનીના હાથમાં કેચ ઝડપાયો હતો. એક સમયે દિલ્હી પડકારજનક સ્કોર તરફ આગળ વધી રહ્યુ હતુ. એ દરમ્યાન ઐય્યર, પટેલ અને પૃથ્વીની વિકેટો પડતા દબાણ સર્જાયુ હતુ.

ઋષભ પંતે શાનદાર અર્ધશતક લગાવ્યુ હતુ. તેણે 35 બોલમાં 51 રન કર્યા હતા. આ માટે તેણે 2 છગ્ગા અને 3 ચોગ્ગા લગાવ્યા હતા. શ્રેયસ ઐય્યર પણ આજે ચાલ્યો નહોતો. મહત્વની મેચમાં જ તે માત્ર 1 રન 8 બોલ પર બનાવી શક્યો હતો. તે હેઝલવુડનો બીજો શિકાર બન્યો હતો. અક્ષર પટેલ 11 બોલમાં 10 રન બનાવીને આઉટ થયો હતો. શિમરોન હેયટમારે 24 બોલમાં 37 રન બનાવીને આઉટ થયો હતો. તેણે 1 છગ્ગા અને 3 ચોગ્ગા વડે આ રમત રમી હતી. ટોમ કરન એક બોલ રમીને અણનમ રહ્યો હતો

ચેન્નાઇ સુપર કિંગ્સ બોલીંગ

જોશ હૈઝલવુડે શરુઆતમાં જ બે મહત્વની વિકેટ ઝડપી લઇને દિલ્હીને ઝટકા આપ્યા હતા. તેણે 4 ઓવરમાં 29 રન આપ્યા હતા. જોકે રનની ગતી પર જોઇએ એટલુ નિયંત્રણ ચેન્નાઇ આ બે વિકેટ બાદ મેળવી શક્યુ નહોતુ. શાર્દૂલ ઠાકુરની શરુઆત મોંઘી રહી હતી. તેણે 2 ઓવરમાં 28 રન ગુમાવ્યા હતા. અંતિમ ઓવરમાં તેણે 8 રન આપી 3 ઓવરમાં 36 રન આપ્યા હતા. રવિન્દ્ર જાડેજાએ 3 ઓવરમાં 1 વિકેટ 23 રન આપીને ઝડપી હતી. મોઇન અલીએ 4 ઓવરમાં 27 રન આપીને એક વિકેટ ઝડપી હતી. દિપક ચાહરે 3 ઓવરમાં 26 રન આપ્યા હતા. ડ્વેન બ્રાવોએ 3 ઓવરમાં 31 રન આપ્યા હતા.

આ પણ વાંચોઃ T20 World Cup: વિશ્વકપ દરમ્યાન કોરોના સંક્રમણ ફેલાવવાને લઇને ટૂર્નામેન્ટ અંગે આમ લેવાશે નિર્ણય, જાણો શુ કરાયુ છે આયોજન

આ પણ વાંચોઃ Sabrkantha: MD ડ્રગ્સનો મામલો, 34 લાખના ડ્રગ્સનુ અમદાવાદ કનેકશન ખૂલ્યુ, આ ડ્રગ્સનો ઉપયોગ આ ‘ખતરનાક’ કામ માટે થાય છે!

Latest News Updates

રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
g clip-path="url(#clip0_868_265)">