IPL 2021: ઋતુરાજ ગાયકવાડે તોફાની ઇનીંગ રમીને રાજસ્થાનના બોલરોના છગ્ગા છોડાવ્યા, આઇપીએલનુ પ્રથમ શતક ફટકાર્યુ
ઋતુરાજ ગાયકવાડે (Ruturaj Gaikwad) આ સિઝનમાં શાનદાર બેટિંગ કરી છે અને ચેન્નઈ સુપર કિંગ્સ (Chennai Super Kings) માટે સતત રન બનાવી રહ્યો છે.
IPL 2021 માં ચેન્નાઈ સુપર કિંગ્સ (Chennai Super Kings) ના ઋતુરાજ ગાયકવાડે (Ruturaj Gaikwad) શનિવારે, રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals) સામે શાનદાર સદી ફટકારી છે. IPL માં ગાયકવાડની આ પ્રથમ સદી છે. ગાયકવાડે 60 બોલમાં સિક્સર ફટકારીને પોતાની સદી પૂરી કરી હતી. ગાયકવાડે ચેન્નઈની ઈનિંગના છેલ્લા બોલ પર પોતાની સદી પૂરી કરી હતી. તેણે અણનમ 101 રનમાં 60 બોલનો સામનો કર્યો હતો. ગાયકવાડે પોતાની ઇનિંગમાં પાંચ છગ્ગા અને નવ ચોગ્ગા ફટકાર્યા હતા.
આ સાથે ગાયકવાડ ઓરેન્જ કેપ (Orange Cap) રેસમાં ટોચ પર પહોંચ્યો છે. ગાયકવાડની આ ઇનીંગના દમ પર ચેન્નાઇની ટીમે 4 વિકેટ ગુમાવીને રાજસ્થાન સામે 189 રનના સ્કોર ખડ્યો હતો.
ગાયકવાડે અત્યાર સુધી આ સિઝનમાં 12 મેચમાં 508 રન બનાવ્યા છે. જેમાં તેણે ત્રણ અડધી સદી સાથે એક સદી ફટકારી છે. આ સિવાય તે આ સદીની ઇનિંગના આધારે રેકોર્ડ બનાવવામાં સફળ રહ્યો છે. તે IPL માં CSK માટે સૌથી વધુ રન બનાવનાર ભારતીય ઓપનર બની ગયો છે.
🎥 That moment when @Ruutu1331 completed his maiden #VIVOIPL 💯! 💛 💛
TAKE. A. BOW! 🙌#VIVOIPL | #RRvCSK | @ChennaiIPL
Scorecard 👉 https://t.co/jo6AKQBhuK pic.twitter.com/nRS830RvK8
— IndianPremierLeague (@IPL) October 2, 2021
ચેન્નાઇ નો સૌથી યુવાન બેટ્સમેન
આઈપીએલમાં ચેન્નઈ માટે આ નવમી સદી છે. આ સિવાય ગાયકવાડ ચેન્નાઈ માટે IPL માં સદી ફટકારનાર સૌથી યુવા બેટ્સમેન બની ગયો છે. તેણે 24 વર્ષ અને 244 દિવસની ઉંમરમાં સદી પૂરી કરી છે. ચેન્નાઈ અને રાજસ્થાન વચ્ચે આઈપીએલ મેચમાં આ ત્રીજી સદી છે.
આ પહેલા ચેન્નાઈના મુરલી વિજયે 2010 માં સદી ફટકારી હતી, જ્યારે ચેન્નઈના શેન વોટસને 2018 માં સદી ફટકારી હતી. IPL-2021 ની આ ચોથી સદી છે. ગાયકવાડ પહેલા રાજસ્થાનના કેપ્ટન સંજુ સેમસન, જોસ બટલર અને દેવદત્ત પડિકલે આ સિઝનમાં સદી ફટકારી છે.