IPL 2021, MI vs DC: રોમાંચક મેચમાં અશ્વિને છગ્ગો લગાવી દિલ્હીને જીત અપાવી, હાર સાથે મુંબઇનુ પ્લેઓફમાં પહોંચવુ મુશ્કેલ

TV9 GUJARATI

|

Updated on: Oct 02, 2021 | 7:19 PM

મુંબઇ ઇન્ડીયન્સ (Mumbai Indians) ને પ્લેઓફમાં પહોંચવા માટે શનિવારની દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals) ની મેચ મહત્વની હતી. જોકે મુંબઇની ટીમ દિલ્હી સામે મજબૂત પડકાર ખડકવામાં નિષ્ફળ રહી હતી.

IPL 2021, MI vs DC: રોમાંચક મેચમાં અશ્વિને છગ્ગો લગાવી દિલ્હીને જીત અપાવી, હાર સાથે મુંબઇનુ પ્લેઓફમાં પહોંચવુ મુશ્કેલ
Rishabh Pant

Follow us on

જબરદસ્ત રોમાંચક રહેલી મુંબઇ ઇન્ડીયન્સ (Mumbai Indians) અને દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals) વચ્ચે શારજાહમાં રમાઇ હતી. ટોસ જીતીને દિલ્હીના કેપ્ટન ઋષભ પંતે (Rishabh Pant) પહેલા બોલીંગ પસંદ કરી હતી. તેની ટીમે પેહલા બોલીંગ કરતા મુંબઇને નિયંત્રણમાં રાખ્યુ હતુ. રોહિત શર્મા (Rohit Sharma) ના બેટ્સમેનો ફ્લોપ રહી મુંબઇ એ, 20 ઓવરના અંતે 8 વિકેટે 129 રન બનાવ્યા હતા. આસાન પડકારના જવાબમાં દિલ્હીએ સંઘર્ષ કરવો પડ્યો હતો. શ્રેયસ ઐય્યર (Shreyas Iyer)ની રમત વડે 20 ઓવરમાં દિલ્હીએ 4 વિકેટે જીત મેળવી હતી.

દિલ્હી કેપિટલ્સ બેટીંગ ઇનીંગ

ટોપ-ટુ માં સ્થાન મજબૂત કરવા આસાન લક્ષ્યનો પિછો કરવા માટે ઉતરેલી દિલ્હી ટીમને પણ મુંબઇ સામે સંઘર્ષ કરવો પડ્યો હતો. ઓપનીંગ જોડી એ ઝડપ થી વિકેટ ગુમાવી દીધી હતી. ટોપ ઓર્ડર ટૂંકમાં અપેક્ષીત રમત દર્શાવી નહોતી. શિખર ધવનના રુપમાં પહેલી વિકેટ રન આઉટ વડે ગુમાવી હતી. પોલાર્ડના ડાયરેક્ટ થ્રોમાં ધવન આઉટ થયો હતો. તેણે 7 બોલમાં 8 રન કર્યા હતા. પૃથ્વી શો 6 રન કરીને પેવેલિયન પરત ફર્યો હતો.

સ્ટીવ સ્મિથ 9 કરીને આઉટ થયો હતો. કેપ્ટન ઋષભ પંતે 26 રન કર્યા હતા. 22 બોલનો સામનો કરી 3 ચોગ્ગા અને 1 છગ્ગો તેણે આ રન બનાવ્યા હતા. અક્ષર પટેલે 9 રન બનાવ્યા હતા. પટેલના આઉટ થવા દરમ્યાન દિલ્હીએ 77 રનના સ્કોર પર જ 5 વિકેટ ગુમાવી દીધી હતી. હેયમાયર 8 બોલમાં 15 રન બનાવી આઉટ થયો હતો. શ્રેયસ ઐય્યર (Shreyas Iyer) અણનમ 33 અને અશ્વિને અણનમ 20 રન કર્યા હતા. અશ્વિને વિજયી છગ્ગો લગાવીને જીત અપાવી હતી.

મુંબઇ ઇન્ડીયન્સ બોલીંગ

મહત્વની મેચમાં જ મુંબઇના બોલરોએ મહત્વની ભૂમિકા ભજવી હતી. બેટ્સમેનો નિષ્ફળ રહ્યા તો, બોલરોએ બાજી સુધારી લેવાનો પ્રયાસ કર્યો હતો. સામૂહિક રીતે પ્રદર્શન કરી ને બોલરોએ અડધી ટીમને પેવેલિયન 100 ના સ્કોર પહેલા પરત મોકલી મેચને રોમાંચક બનાવી દીધી હતી. સાથે જ મુંબઇને મેચમાં રાખી હતી.

જયંત યાદવે 4 ઓવરમાં 31 રન આપીને 1 વિકેટ ઝડપી હતી. જસપ્રિત બુમરાહ 29 રન 4 ઓવરમાં આપીને 1 વિકેટ મેળવી હતી. નાથન કૂલ્ટરે 1 વિકેટ ઝડપી હતી, તેણે 4 ઓવરમાં 19 રન આપ્યા હતા. કિયરોન પોલાર્ડે 1 ઓવર કરીને 9 રન આપ્યા હતા. ટ્રેન્ટ બોલ્ટે 4 ઓવરમાં 24 રન આપીને 1 વિકેટ મેળવી હતી.

મુંબઇ ઇન્ડીયન્સ બોલીંગ

મહત્વની મેચમાં જ મુંબઇના બોલરોએ મહત્વની ભૂમિકા ભજવી હતી. બેટ્સમેનો નિષ્ફળ રહ્યા તો, બોલરોએ બાજી સુધારી લેવાનો પ્રયાસ કર્યો હતો. સામૂહિક રીતે પ્રદર્શન કરી ને બોલરોએ અડધી ટીમને પેવેલિયન 100 ના સ્કોર પહેલા પરત મોકલી મેચને રોમાંચક બનાવી દીધી હતી. સાથે જ મુંબઇને મેચમાં રાખી હતી.

જયંત યાદવે 4 ઓવરમાં 31 રન આપીને 1 વિકેટ ઝડપી હતી. જસપ્રિત બુમરાહ 29 રન 4 ઓવરમાં આપીને 1 વિકેટ મેળવી હતી. નાથન કૂલ્ટરે 1 વિકેટ ઝડપી હતી, તેણે 4 ઓવરમાં 19 રન આપ્યા હતા. કિયરોન પોલાર્ડે 1 ઓવર કરીને 9 રન આપ્યા હતા. ટ્રેન્ટ બોલ્ટે 4 ઓવરમાં 24 રન આપીને 1 વિકેટ મેળવી હતી.

મુંબઇ ઇન્ડીયન્સની બેટીંગ

મજબૂત ગણાતી મુંબઇની ટીમ માટે બીજો તબક્કો સંઘર્ષભર્યો રહ્યો હતો. આજની મેચમાં પણ મુંબઇના બેટ્સમેનોએ ચાહકોને નિરાશ કર્યા હતા. કેપ્ટન રોહિત શર્મા માત્ર 7 જ રન કરી શક્યો હતો. ટીમના 8 રનના સ્કોર પર જ પ્રથમ વિકેટ કેપ્ટનના આઉટ થવા પર ગુમાવી હતી. ત્યાર બાદ ઓપનર ક્વિન્ટન ડિકોક પણ 18 બોલમાં 19 રન કરીને પરત ફર્યો હતો.

સૂર્યકુમાર યાદવે સૌથી વધુ 26 બોલમાં 33 રન કર્યા હતા. તેણે 2 છગ્ગા અને 2 ચોગ્ગા લગાવ્યા હતા. સૌરભ તિવારીએ 18 બોલમાં 15 રન કર્યા હતા. કિયરોન પોલાર્ડ 6 રન કરીને આઉટ થયો હતો. હાર્દિક પંડ્યા અને કૃણાલ પંડ્યા એમ બંને ભાઇઓએ બાદમાં સ્કોર બોર્ડને સન્માનજનક બનાવવાની જવાબદારી સંભાળી હતી. જોકે હાર્દિક પંડ્યા 18 બોલમાં 17 રન કરીને બોલ્ડ થયો હતો. કૂલ્ટર નાઇલ 1 રન, જયંત યાદવ 11 રન અને બુમરાહ 1 રન અણનમ રહ્યો હતો. કૃણાલ પંડ્યા 13 રન કરીને અણનમ રહ્યો હતો.

દિલ્હી કેપિટલ્સ બોલીંગ

અક્ષર પટેલે આજે મુંબઇની મુશ્કેલીઓ વધારી દીધી હતી. અક્ષર પટેલે 4 ઓવરમાં 21 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. રવિચંદ્રન અશ્વિને 4 ઓવરમાં 41 રન આપ્યા હતા. તેને વિકેટ મેળવવાથી નિરાશ રહેવુ પડ્યુ હતુ. આવેશ ખાને 3 ઓવરમાં માત્ર 8 જ રન આપ્યા હતા. તેણે 4 ઓવરમાં 15 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. નોર્ત્જેએ 4 પૈકી એક ઓવર મેઇડન કરીને એક વિકેટ ઝડપી હતી.

આ પણ વાંચોઃ IPL 2021: શાહરુખ ખાને વિરાટ કોહલી અને એમએસ ધોની ને આપી દીધો આ મોટો પડકાર, પંજાબ કિંગ્સની જીત બાદ હુંકાર

આ પણ વાંચોઃ Gandhi Jayanti 2021: ‘લગે રહો મુન્ના ભાઈ’થી ‘ગાંધી માય ફાધર’ સુધી, ગાંધીજી પર બનેલી આ ફિલ્મો દરેકને આપે છે પ્રેરણા

Latest News Updates

Related Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati