IPL 2021 RCB vs DC Live Streaming: બેંગ્લોર આજે દિલ્હી કેપિટલ્સ સામે કરશે ટક્કર, જાણો ક્યારે, ક્યાં અને કેવી રીતે જોઇ શકાશે

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (Royal Challengers Bangalore) અને દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals) બંને ટીમો પ્લેઓફ માટે ક્વોલિફાય થઈ છે.

IPL 2021 RCB vs DC Live Streaming: બેંગ્લોર આજે દિલ્હી કેપિટલ્સ સામે કરશે ટક્કર, જાણો ક્યારે, ક્યાં અને કેવી રીતે જોઇ શકાશે
Virat Kohli-Rishabh Pant
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 08, 2021 | 11:37 AM

IPL 2021 ના ​​લીગ રાઉન્ડની છેલ્લી બે મેચ શુક્રવારે એટલે કે આજે રમાશે. એક મેચ સનરાઇઝર્સ હૈદરાબાદ અને મુંબઇ ઇન્ડીયન્સ (Mumbai Indians) વચ્ચે રમાશે, જ્યારે બીજી મેચ દિલ્હી કેપિટલ્સ (Sunrisers Hyderabad) અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (Royal Challengers Bangalore) વચ્ચે રમાવાની છે. દિવસની બીજી મેચમાં આવી બે ટીમોનો સામનો કરવો પડે છે જે પ્લેઓફ (playoff) માટે ક્વોલિફાય થઈ ચૂકી છે.

દિલ્હીની ટીમ 13 મેચમાં 10 જીત સાથે પોઈન્ટ ટેબલમાં ટોચ પર છે. બીજી તરફ, RCB ની ટીમ 13 મેચમાં 8 જીત સાથે ત્રીજા સ્થાને છે. બુધવારે સનરાઇઝર્સ હૈદરાબાદના હાથે હાર બાદ આરસીબી માટે પોઇન્ટ ટેબલમાં બીજા સ્થાને પહોંચવુ મુશ્કેલ બની ગયું છે. તેના 16 પોઈન્ટ છે અને નેટ રન રેટ પણ બીજા ક્રમાંકિત ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) કરતા ઓછો છે.

એબી ડી વિલિયર્સ, ગ્લેન મેક્સવેલ, કોહલી અને દેવદત્ત પડિકલ જેવા બેટ્સમેનો હોવા છતાં આરસીબી 142 રનનો લક્ષ્યાંક હાંસલ કરી શક્યું નહોતુ. કેપ્ટન કોહલીએ નોકઆઉટ સ્ટેજ પહેલા આ બાબતનો વિચાર કરવો પડશે. કારણ કે મેક્સવેલ અને ડી વિલિયર્સ જેવા બેટ્સમેન પોતાના દમ પર બાજીને ફેરવી શકે છે. આરસીબીના બોલરોનું પ્રદર્શન પ્રશંસનીય રહ્યું છે. મોહમ્મદ સિરાજ, હર્ષલ પટેલ અને જ્યોર્જ ગાર્ટને ફાસ્ટ બોલિંગની જવાબદારી ખૂબ સારી રીતે સંભાળી છે. યુઝવેન્દ્ર ચહલે સ્પિનમાં સારી બોલિંગ કરી છે.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

ઋષભ પંતની આગેવાની હેઠળની દિલ્હીની ટીમે છેલ્લી પાંચમાંથી ચાર મેચ જીતી છે. એટલે જ લીગ સ્ટેજ પછી તેમનો આત્મવિશ્વાસ ઉંચો છે. પૃથ્વી શોએ સતત સારું પ્રદર્શન ન કર્યું હોવા છતાં દિલ્હીની બેટિંગ મજબૂત રહી છે. શિખર ધવને 13 મેચમાં 501 રન બનાવ્યા છે. શ્રેયસ ઐય્યર અને પંતે પણ ઘણી તકોએ સારું પ્રદર્શન કર્યું પરંતુ તેમને સારું રમવું પડશે.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વિરુદ્ધ દિલ્હી કેપિટલ્સ ની મેચ ક્યારે રમાશે?

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વિરુદ્ધ દિલ્હી કેપિટલ્સ (RCB vs DC) IPL 2021 ની 56 મી મેચ 8, ઓક્ટોબર, શુક્રવારે રમાશે.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વિરુદ્ધ દિલ્હી કેપિટલ્સ મેચ ક્યાં રમાશે?

દુબઇ ના શેખ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વિરુદ્ધ દિલ્હી કેપિટલ્સ (RCB vs DC) મેચ રમાશે.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વિરુદ્ધ દિલ્હી કેપિટલ્સ મેચ કેટલા વાગ્યે શરૂ થશે?

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વિરુદ્ધ દિલ્હી કેપિટલ્સ (RCB vs DC) મેચ સાંજે 7:30 વાગ્યે શરૂ થશે. જ્યારે ટોસ સાંજે 7 વાગ્યે યોજાશે.

કઈ ટીવી ચેનલ દ્વારા રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વિરુદ્ધ દિલ્હી કેપિટલ્સર્સ મેચનું જીવંત પ્રસારણ કરાશે?

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વિરુદ્ધ દિલ્હી કેપિટલ્સ (RCB vs DC) મેચનું જીવંત પ્રસારણ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર પ્રસારિત કરવામાં આવશે.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વિરુદ્ધ દિલ્હી કેપિટલ્સ મેચનું લાઈવ સ્ટ્રીમિંગ ક્યાં થશે?

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વિરુદ્ધ દિલ્હી કેપિટલ્સ (RCB vs DC) મેચનું લાઇવ સ્ટ્રીમિંગ ડિઝની+હોટસ્ટાર પર ઉપલબ્ધ થશે.

આ પણ વાંચોઃ IPL 2021: ધોની રન બનાવવામાં કેમ રહ્યો ફ્લોપ, રન બનાવવા ભૂલી ગયો કે પછી છ વર્ષ જૂની બિમારી ફરી લાગુ પડી ગઇ !

આ પણ વાંચોઃ World Championship: અંશુ મલિકે રચ્યો ઇતિહાસ, વર્લ્ડ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીતીને વધાર્યુ દેશનુ ગૌરવ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">