IPL 2021 Purple Cap: રાજસ્થાનની પાંચ વિકેટ ખેરવનારો અર્શદિપ સિંહ પર્પલ કેપની રેસમા સામેલ થયો, પ્રદર્શને કરાવ્યો જબરદસ્ત ફાયદો

|

Sep 22, 2021 | 9:16 AM

IPL 2021 માં, પર્પલ કેપ (Purple Cap) બોલરને આપવામાં આવે છે જેણે લીગની સિઝનમાં સૌથી વધુ વિકેટ લીધી હોય. આ માટે, પૂરી લીગમાં જબરદસ્ત હરીફાઈ ચાલતી રહેતી હોય છે.

IPL 2021 Purple Cap: રાજસ્થાનની પાંચ વિકેટ ખેરવનારો અર્શદિપ સિંહ પર્પલ કેપની રેસમા સામેલ થયો, પ્રદર્શને કરાવ્યો જબરદસ્ત ફાયદો
અર્શદીપ સિંહઃ અર્શદીપ સિંહ ટુર્નામેન્ટનું સરપ્રાઈઝ પેકેજ હતું. છેલ્લી સિઝનમાં સારૂ પ્રદર્શન કરવા છતાં તાજેતરમાં સમાપ્ત થયેલી સિઝનમાં તેનું પ્રદર્શન વધુ સારું રહ્યું હતું. એવું લાગતું ન હતું કે તે અનકેપ્ડ બોલર હતો. તેણે જે પ્રકારની રમત રમી, તેનાથી એવું લાગતું હતું કે તે અનુભવી ખેલાડી છે. પંજાબ કિંગ્સના ફાસ્ટ બોલરો ડેથ ઓવરોમાં શાનદાર હતા. તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કરે ત્યાં સુધી તે માત્ર સમયની વાત છે. આ સીમરે 12 મેચમાં 18 વિકેટ લીધી હતી. તેની બોલિંગ એવરેજ અને સ્ટ્રાઈક રેટ અનુક્રમે 19.00 અને 13.77 હતો. મોટાભાગની અઘરી ઓવરો બોલિંગ કરવા છતાં, તેનો ઇકોનોમી રેટ 8.27 હતો.

Follow us on

IPL માં મંગળવારે રાજસ્થાન રોયલ્સ અને પંજાબ કિંગ્સ (Rajasthan Royals vs Punjab Kings) વચ્ચે મેચ રમાઈ હતી. બીજા તબક્કામાં બંને ટીમોની આ પ્રથમ મેચ હતી, જે રાજસ્થાન જીતી હતી. પરંતુ પંજાબનો બોલર અર્શદીપ સિંહ (Arshdeep Singh) પર્પલ કેપ (Purple Cap) ની રેસમાં જોડાવામાં સફળ રહ્યો છે. આ ડાબા હાથના બોલરે ચોથું સ્થાન મેળવ્યું છે. જોકે RCB નો હર્ષલ પટેલ (Harshal Patel) હજુ પણ ટોચ પર છે.

IPL ના બીજા તબક્કાની શરૂઆત સાથે જ પર્પલ અને ઓરેન્જ કેપ (Orange Cap) ની રેસ પણ ફરી શરૂ થઈ ગઈ છે. વિશ્વની સૌથી મોટી લીગમાં ટીમને ટાઇટલ અપાવવા ઉપરાંત જે માટે ખેલાડીઓ પોતાનો સંપૂર્ણ જીવ રેડી દે છે તે પર્પલ કેપ અને ઓરેન્જ કેપ છે. પર્પલ કેપની વાત કરીએ તો દર વર્ષે સિઝનના અંતે આ સ્પેશિયલ કેપ તે ખેલાડીને આપવામાં આવે છે. જેણે તે સિઝનમાં સૌથી વધુ વિકેટ લીધી હોય. પુરી લીગ દરમ્યાન દરેક મેચ પછી, આ કેપ તે ખેલાડીના માથા પર હોય છે, જે તે સમયે આ યાદીમાં સૌથી વધુ ઉપર રહ્યો હોય છે.

રાજસ્થાન રોયલ્સ VS પંજાબ કિંગ્સ મેચ બાદ પર્પલ કેપ રેસ

પર્પલ કેપની વાત કરીએ તો તે હજુ પણ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના ફાસ્ટ બોલર હર્ષલ પટેલના માથાને શોભે છે. તેના ખાતામાં આઠ મેચમાં 17 વિકેટ છે. બીજા તબક્કાની પ્રથમ મેચમાં તે KKR સામે એક પણ વિકેટ લઈ શક્યો ન હતો. આ લિસ્ટમાં દિલ્હી કેપિટલ્સના યુવા બોલર આવેશ ખાન બીજા નંબરે છે, જેમના નામે 14 વિકેટ છે. આ સમયે રાહુલ ચાહર ચાર નંબરથી પાંચમાં સ્થાને આવી ગયો છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

આ છે પર્પલ કેપના ટોચના 5 બોલર

1. હર્ષલ પટેલ (રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર)- 7 મેચ, 17 વિકેટ-
2. અવેશ ખાન (દિલ્હી કેપિટલ્સ) – 8 મેચ, 14 વિકેટ
3. ક્રિસ મોરિસ (રાજસ્થાન રોયલ્સ) – 8 મેચ, 14 વિકેટ
4. અર્શદીપ સિંહ (પંજાબ કિંગ્સ) – 8 મેચ, 12 વિકેટ
5. રાહુલ ચાહર (મુંબઈ ઈન્ડિયન્સ) – 8 મેચ, 11 વિકેટ

 

આ પણ વાંચોઃ IPL 2021: પંજાબ સામે અંતિમ ઓવરમાં મેચ પલટી દેનારા ખેડૂત પુત્ર કાર્તિક ત્યાગીની આવી છે કહાની, જાણો યુવા ક્રિકેટરની સફર

 

 

આ પણ વાંચોઃ IPL 2021 Orange Cap: રાજસ્થાન સામે શાનદાર રમતને લઇ કેએલ રાહુલ ઓરેન્જ કેપની રેસમાં નંબર-1 શિખર ધવન સાથે બરાબરી પર

Next Article