AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2021: પંજાબ કિંગ્સને લાગ્યો મોટો ઝટકો, ક્રિસ ગેઇલે અધવચ્ચે જ છોડ્યો પંજાબનો સાથ, આ કારણ થી ‘યુનિવર્સ બોસે’ લીધો નિર્ણય

પંજાબ કિંગ્સ (Punjab Kings) શુક્રવારે કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) સામે ટકરાશે. જે પ્લેઓફમાં પહોંચવાની તેની તકોને જીવંત રાખવા માટે મહત્વની મેચ છે, પરંતુ તે પહેલા પણ ગેઈલે (Chris Gayle) ટીમને આંચકો આપ્યો છે.

IPL 2021: પંજાબ કિંગ્સને લાગ્યો મોટો ઝટકો, ક્રિસ ગેઇલે અધવચ્ચે જ છોડ્યો પંજાબનો સાથ, આ કારણ થી 'યુનિવર્સ બોસે' લીધો નિર્ણય
Chris Gayle
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 01, 2021 | 12:22 AM
Share

પંજાબ કિંગ્સ (Punjab Kings), જે IPL 2021 ના ​​પ્લેઓફમાં સ્થાન મેળવવા માટે સંઘર્ષ કરી રહી છે. તેને મોટો આંચકો લાગ્યો છે. ટીમના સુપરસ્ટાર વિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેઇલે (Chris Gayle) ટુર્નામેન્ટમાંથી ખસી જવાનો નિર્ણય કર્યો છે. 1 ઓક્ટોબર, શુક્રવારે કોલકાતા નાઈટ રાઈડર્સ (Kolkata Knight Riders) સામેની નિર્ણાયક મેચના એક દિવસ પહેલા જ વિન્ડીઝના દિગ્ગજે આ નિર્ણય લીધો છે. ગેઇલે આ નિર્ણયને સતત બાયો-બબલમાં રહેવાથી થતા થાકને જવાબદાર ગણાવ્યો છે.

પંજાબ કિંગ્સ (PBKS) એ ગેઇલ વતી એક નિવેદન બહાર પાડીને આ નિર્ણયની જાણકારી આપી હતી. ગેઈલે આ સિઝનમાં પંજાબ માટે 10 મેચ રમી હતી. અત્યારે પંજાબ તરફથી એ સ્પષ્ટ કરવામાં આવ્યું નથી કે, તેઓ ગેઇલના સ્થાને અન્ય કોઇ ખેલાડીને ટીમમાં સામેલ કરશે કે નહીં.

પંજાબ કિંગ્સે ગુરુવારે 30 સપ્ટેમ્બરની રાત્રે ટ્વિટ કરીને ગેઇલને ટુર્નામેન્ટમાંથી બ્રેક લેવાની માહિતી આપી હતી. પોતાના નિર્ણયનું કારણ સમજાવતા ગેઇલે કહ્યું, હું છેલ્લા કેટલાક મહિનાઓમાં ક્રિકેટ વેસ્ટ ઇન્ડીઝ, કેરેબિયન પ્રીમિયર લીગ અને હવે આઇપીએલના બબલનો ભાગ રહ્યો છું, અને હું મારી જાતને માનસિક રીતે તૈયાર અને તાજગી રાખવા માંગુ છું.

હું દુબઈમાં જ વિરામ લઇ વેસ્ટ ઈન્ડિઝને T20 વર્લ્ડ કપમાં મદદ કરવા પર મારું ધ્યાન કેન્દ્રિત કરવા માંગુ છું. મને આરામ આપવા બદલ હું પંજાબ કિંગ્સનો આભાર માનું છું. મારી પ્રાર્થનાઓ અને આશાઓ હંમેશા ટીમ (પંજાબ કિંગ્સ) સાથે છે. આગામી મેચો માટે શુભેચ્છાઓ.

ગેઇલના નિર્ણયને આદર અને સંપૂર્ણ ટેકો: PBKS

આ દરમ્યાન ફ્રેન્ચાઇઝે તેના વતી એક નિવેદન પણ બહાર પાડ્યું હતુ. તેઓએ કહ્યું કે તેઓ ગેઇલના નિર્ણયનું સન્માન કરે છે અને તેને સંપૂર્ણ ટેકો આપે છે. પંજાબે તેના નિવેદનમાં કહ્યું, પંજાબ કિંગ્સ એક ફ્રેન્ચાઇઝ તરીકે ક્રિસ ગેઇલના આઇપીએલ 2021 માંથી ખસી જવાના નિર્ણયને સમજે છે અને ટેકો આપે છે. ટીમ ક્રિકેટરના નિર્ણયનું સન્માન કરે છે, અને આગળ જતાં હરસંભવ રીતે ગેઇલને સપોર્ટ કરવાનું ચાલુ રાખશે. ફ્રેન્ચાઇઝી આગામી T20 વર્લ્ડ કપ (T20 World Cup) માટે ‘યુનિવર્સ બોસ’ને શુભકામનાઓ પાઠવે છે.

IPL 2021 ની સિઝન ગેઇલ માટે આવી રહી

42 વર્ષીય બેટ્સમેન ગેઇલને 15 સભ્યોની વિન્ડીઝ ટીમમાં સ્થાન મળ્યું છે. તાજેતરમાં શ્રીલંકા અને ઓસ્ટ્રેલિયા સામેની ઘરેલુ T20 શ્રેણીમાં પણ તે ટીમનો ભાગ હતો. તે પછી ગેઇલે CPL માં તેની ફ્રેન્ચાઇઝીનું પ્રતિનિધિત્વ પણ કર્યું હતું. બે વખતની વિશ્વ વિજેતા વેસ્ટ ઈન્ડિઝ ટીમના સભ્ય ગેલ કદાચ તેના છેલ્લા T20 વર્લ્ડ કપમાં જીતની સાથે વિદાય લેવા ઇચ્છે છે.

જ્યાં સુધી IPL 2021 નો સવાલ છે, ગેઈલે આ સિઝનમાં રમાયેલી 10 મેચોમાં માત્ર 193 રન બનાવ્યા, જેમાં 21.44 ની એવરેજ અને 125 ના સ્ટ્રાઈક રેટ હતો. તે આ સિઝનમાં એક પણ અડધી સદી રમી શક્યો ન હતો.

આ પણ વાંચોઃ IPL 2021: ક્યારેક ઇરફાન પઠાણ તેનો ક્રશ હતો, તે આજકાલ આઇપીએલને લઇ ધમાલ મચાવી રહી છે, જુઓ તેની ખૂબસૂરત તસ્વીરો

આ પણ વાંચોઃ Cricket: સફેદ કપડાની ક્રિકેટમાં મહિલા ક્રિકેટરોને માસિક ધર્મની ચિંતા પરેશાન કરી મુકતી હોય છે, કેવી રીતે કરે છે સમસ્યાનો સામનો?

Follow Us
ગુજરાતમાં ફૂડ વિભાગની મોટી કાર્યવાહી, 6.12 લાખનું શંકાસ્પદ ઘી જપ્ત
ગુજરાતમાં ફૂડ વિભાગની મોટી કાર્યવાહી, 6.12 લાખનું શંકાસ્પદ ઘી જપ્ત
રાજ્યમાં હજુ સાત દિવસ વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં હજુ સાત દિવસ વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગની આગાહી
જુનાગઢના જોષીપુરા વિસ્તારના રહીશોનો ટીપી સ્કીમ સામે આક્રોશ
જુનાગઢના જોષીપુરા વિસ્તારના રહીશોનો ટીપી સ્કીમ સામે આક્રોશ
રાજકોટમાં રોડ ખોદકામ દરમિયાન ગેસ પાઇપલાઇનમાં લીકેજ
રાજકોટમાં રોડ ખોદકામ દરમિયાન ગેસ પાઇપલાઇનમાં લીકેજ
સ્વતંત્રતા દિવસ પૂર્વે સુરતમાં વિશાળ તિરંગા રેલીનું આયોજન
સ્વતંત્રતા દિવસ પૂર્વે સુરતમાં વિશાળ તિરંગા રેલીનું આયોજન
વડોદરામાં અક્ષર ગ્રીન્સના ફાયર NOCમાં છેડછાડનો ખુલાસો
વડોદરામાં અક્ષર ગ્રીન્સના ફાયર NOCમાં છેડછાડનો ખુલાસો
લલિતા જ્વેલરી IPO: 17 ઓગસ્ટથી ખુલશે ₹1700 કરોડનો ઈશ્યૂ
લલિતા જ્વેલરી IPO: 17 ઓગસ્ટથી ખુલશે ₹1700 કરોડનો ઈશ્યૂ
સુરત ડોક્ટરના આપઘાત કેસમાં મોટો ખુલાસો,7થી 9 ડોક્ટર બન્યા રેગિંગનો ભોગ
સુરત ડોક્ટરના આપઘાત કેસમાં મોટો ખુલાસો,7થી 9 ડોક્ટર બન્યા રેગિંગનો ભોગ
કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી આગ, બોઈલર ફાટતા બની ઘટના
કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી આગ, બોઈલર ફાટતા બની ઘટના
રજાઓમાં સાપુતારા ફરવા જવાનું છે? તો ગાડીની સ્પીડ ઓછી રાખજો
રજાઓમાં સાપુતારા ફરવા જવાનું છે? તો ગાડીની સ્પીડ ઓછી રાખજો
g clip-path="url(#clip0_868_265)">