AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cricket: સફેદ કપડાની ક્રિકેટમાં મહિલા ક્રિકેટરોને માસિક ધર્મની ચિંતા પરેશાન કરી મુકતી હોય છે, કેવી રીતે કરે છે સમસ્યાનો સામનો?

મહિલા ખેલાડીઓને પિરીયડ્સ દરમ્યાન રમવાના ઘણા પ્રશ્નો છે. રમતો દરમ્યાન પિરીયડ્સની ચિંતાથી કેવી રીતે દૂર રહેવું તે વિશે તેઓ બહુ ઓછા જાણે છે.

Cricket: સફેદ કપડાની ક્રિકેટમાં મહિલા ક્રિકેટરોને માસિક ધર્મની ચિંતા પરેશાન કરી મુકતી હોય છે, કેવી રીતે કરે છે સમસ્યાનો સામનો?
Tammy Beaumont
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 30, 2021 | 9:28 PM
Share

ભારતીય મહિલા ક્રિકેટ ટીમ (Indian Women Cricket Team) હાલમાં ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે, જ્યાં ડે-નાઇટ પીંક બોલ ટેસ્ટ રમી રહી છે. આજે રમતનો પ્રથમ દિવસ ભારતીય ટીમના પક્ષે રહ્યો હતો. સ્મૃતિ મંધાના (Smriti Mandhana) ની શાનદાર રમતને લઇને ભારતીય ટીમ મજબૂતાઇથી આગળ વધી રહી છે. આ દરમ્યાન ઇંગ્લેન્ડમાં મહિલા ક્રિકેટરો સાથે જોડાયેલ એક સવાલને લઇને ચર્ચા શરુ થઇ છે. સવાલ અને ચર્ચા એ વાતની થઇ રહી છે, મહિલા ક્રિકેટરો માસિક ધર્મને લઇને ટેસ્ટ મેચ દરમ્યાન સર્જાતી હાલાકી કેવી રિતે નિવારી શકતા હશે.

તાજેતરમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે મહિલા ટીમો વચ્ચે રમાયેલી ટેસ્ટ મેચ દરમ્યાન કેટલી મહિલા ક્રિકેટરો પિરીયડ્સમાં હતી. ઇંગ્લેન્ડની ઓપનર ટેમી બ્યૂમોન્ટે (Tammy Beaumont) તેને લઇને અનુભવ શેર કર્યો છે. મીડિયા રિપોર્ટનુસાર ટેમી એ કહ્યુ કે, મેચના પ્રથમ દિવસે જ તે પિરીયડ્સમા શરુ થઇ હતી. સમસ્યા એ હતી કે, ટેસ્ટ ક્રિકેટમાં સફેદ કપડા પહેરવામાં આવતા હોય છે. જે પિરીયડ્સની સ્થિતીમાં અનુકૂળ હોતા નથી. કારણ કે લીક થવા દરમ્યાન સ્પષ્ટ દેખાઇ જાય છે.

રિપોર્ટ અનુસાર, મહિલા ખેલાડીઓને પિરીયડ્સ દરમ્યાન રમવા અંગે હજુ પણ ઘણા પ્રશ્નો છે. પિરીયડ્સની ચિંતા કર્યા વગર કેવી રીતે રમવું અથવા રમત દરમિયાન પિરીયડ્સથી કેવી રીતે દૂર રહેવું તે વિશે તેઓ બહુ ઓછું જાણે છે. પીરિયડ્સ દરમ્યાન ક્રેમ્પસ પણ ખેલાડીઓની સમસ્યામાં વધારો કરે છે.

ટેમી બ્યુમોન્ટે કહ્યું કે, તે ચિંતિત હતી કે, તે ટોઇલેટ બ્રેક કેવી રીતે લઇ શકશે? જો તે રમત દરમ્યાન લીક થાય તો શું? જ્યાં સાત વર્ષમાં પ્રથમ ટેસ્ટ રમવાની ઉત્સુકતા અને આનંદ હોવો જોઈએ, ત્યાં પિરીયડ્સને કારણે ઈંગ્લિશ ખેલાડીઓ ચિંતિત થઇ ગયા હતા.

અંપાયરને પણ બ્રેક અંગે પૂછપરછ કરી લીધી

તેણે રિપોર્ટસમાં આગળ કહ્યું, ‘હું ઓપનિંગ બેટ્સમેન હતી અને મેં અમ્પાયરને ડ્રિંક્સ બ્રેક વિશે પૂછ્યું. ત્યારે મહિલા અમ્પાયર મેચમાં હતી અને તે ટેસ્ટનો પહેલો દિવસ હતો. તેમણે કહ્યું કે હું તમારી વાત સમજી ગઇ છું. ચિંતા કરશો નહિ. આપણે તેનો સામનો કરીશું. પછી બીજા દિવસે એક ભારતીય બેટ્સમેનને પણ પિરીયડ્સના કારણે બહાર જવું પડ્યું હતુ.

મને લાગે છે કે જેમ જેમ મેચ આગળ વધતી ગઈ, દરેકે જાણી લીધુ કે તેમના પિરીયડ્સ આવી રહ્યા છે કે નહીં. પિરીયડ્સ દરમ્યાન સફેદ કપડાં પહેરવા અમારા માટે ખૂબ જ મુશ્કેલ હતું. આ કારણે ઘણી ચિંતા હતી.

દવા લઇ મેદાને ઉતરી

આ દરમ્યાન અમ્પાયરિંગ કરી રહેલ સૂ રેનફર્ડે આ મામલે કહ્યું કે, જો કોઈ ખેલાડીને ઇમરજન્સીમાં બહાર જવું હોય તો તેણે જવું જોઈએ. છેવટે તે પણ માણસ છે. હું આમાં પિરીયડ્સને પણ ધ્યાનમાં લઉં છું. રમત-ગમતમાં મહિલાઓ માટે પહેલે થી જ ઘણી મુશ્કેલીઓ છે. ભારત સામેની ટેસ્ટ મેચ દરમ્યાન ઇંગ્લેન્ડની ટીમના પાંચ ખેલાડીઓ પીરિયડ્સમાંથી પસાર થઇ રહી હતી.

જેમાંની નેટ સિવર પણ એક હતી. તે પહેલા પણ આ અનુભવમાંથી પસાર થઈ ચૂકી છે. 2014 માં જ્યારે તેણે ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ ડેબ્યૂ કર્યું ત્યારે તે પિરીયડ્સમાં હતી. આ દરમ્યાન, તેણે લોહીના પ્રવાહને ઘટાડવા માટે દવાઓનો આશરો લીધો હતો. ટેમી બ્યુમોન્ટે પણ બ્લડ ક્લોટિંગ અને પીડા ઘટાડવા માટે દવાઓ લેવી પડી હતી.

આ પણ વાંચોઃ IPL 2021: BCCI સેક્રેટરી જય શાહે કહ્યુ, ટૂર્નામેન્ટની બાકીની મેચોને UAE માં રમાડવી ‘વરદાન’ રુપ, કેમ આમ કહ્યુ, જાણો

આ પણ વાંચોઃ IPL 2021: આ વખતની સિઝન ભારતીય ક્રિકેટને આ એક નવા ક્રિકેટરને શોધી આપ્યો, જે નિવડી શકે છે ટીમ ઇન્ડીયાનુ ઘાતક હથિયાર

અંબાલાલ પટેલે ખેડૂતોની ચિંતા વધારી ! ઠંડીના કહેર વચ્ચે માવઠાની આગાહી
અંબાલાલ પટેલે ખેડૂતોની ચિંતા વધારી ! ઠંડીના કહેર વચ્ચે માવઠાની આગાહી
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">