IPL 2021: ઈંગ્લેન્ડનો વિસ્ફોટક બેટ્સમેન સપ્તાહ પહેલા જ ખસી જતા પંજાબ કિંગ્સને લાગ્યો મોટો ઝટકો

|

Sep 11, 2021 | 7:20 PM

IPL 2021નો આગળનો તબક્કો 19 સપ્ટેમ્બરથી રમાનાર છે. લીગના પ્રથમ ફેઝને કોરોનાના વધતા સંક્રમણને લઈ રદ કરી દેવાઈ હતી.

IPL 2021: ઈંગ્લેન્ડનો વિસ્ફોટક બેટ્સમેન સપ્તાહ પહેલા જ ખસી જતા પંજાબ કિંગ્સને લાગ્યો મોટો ઝટકો
Punjab Kings

Follow us on

ઈંગ્લેન્ડના વિસ્ફોટક બેટ્સમેન ડેવિડ મલાન (David Malan) 19 સપ્ટેમ્બરથી શરૂ થનાર IPL 2021ના બીજા તબક્કામાંથી ખસી ગયો છે. અહેવાલો અનુસાર તેણે આ નિર્ણય માન્ચેસ્ટર ટેસ્ટ રદ થયાના 24 કલાક બાદ લીધો છે. ડેવિડ મલાન પંજાબ કિંગ્સ (Punjab Kings) તરફથી રમે છે. તેની ટીમે પણ સોશિયલ મીડિયા પર આ વાતની પુષ્ટિ કરી છે. મલાન સિવાય જોની બેયરિસ્ટો પરત ખેંચાયાના અહેવાલો છે.

 

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

IPLનો બીજો તબક્કો 19 સપ્ટેમ્બરથી શરૂ થશે. પ્રથમ મેચ પાંચ વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડીયન્સ અને ત્રણ વખતની વિજેતા ટીમ ચેન્નાઈ વચ્ચે રમાશે. માન્ચેસ્ટર ટેસ્ટ રદ થયા બાદ ખેલાડીઓ તેમની IPL ટીમોમાં જોડાવા માટે યુએઈ જવા રવાના થયા છે.

 

મલાને નામ પરત લીધુ

મલાન આઈપીએલમાં પંજાબ તરફથી રમે છે. તેને પ્રથમ તબક્કાની આઠ મેચમાંથી માત્ર એક મેચ રમવાની તક મળી હતી. આ વર્ષની શરૂઆતમાં યોજાયેલી હરાજીમાં તેને પંજાબે ખરીદ્યો હતો. કાઉન્ટી ક્રિકેટ માટે યોર્કશાયર દ્વારા તેને ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. તે 12 સપ્ટેમ્બરથી વોરવિકશાયર સામેની મેચમાં ઉતરશે. પંજાબ કિંગ્સે ડેવિડ મલાનના સ્થાને દક્ષિણ આફ્રિકાના સ્ટાર ખેલાડી એડન માર્કરમને પોતાની ટીમમાં સામેલ કર્યો છે. તેણે ટ્વીટર પર પોતાના નવા ખેલાડીનું સ્વાગત કર્યું.

 

 

બીજી બાજુ બેયરિસ્ટોએ નામ પરત ખેંચવાના સમાચારની પુષ્ટિ થઈ નથી. તે હૈદરાબાદ માટે ઓપનર છે. વર્ષ 2019થી તે ટીમના સૌથી વિશ્વસનીય બેટ્સમેનોમાંથી એક છે. તેની અને ડેવિડ વોર્નરની જોડી ટીમને શાનદાર શરૂઆત આપતી હતી. જોકે, હવે તેની ગેરહાજરી સનરાઈઝર્સ માટે મોટો આંચકો સાબિત થઈ શકે છે.

ઈંગ્લેન્ડના અનેક ખેલાડીઓએ નામ પરત ખેંચ્યા

જોસ બટલર, જોફ્રા આર્ચર અને બેન સ્ટોક્સ આઈપીએલમાંથી પહેલા જ ખસી ગયા છે. તેમની વિદાય સાથે રાજસ્થાન રોયલ્સની તૈયારીઓને મોટો આંચકો લાગ્યો હતો. જોસ બટલરે વ્યક્તિગત કારણોસર ટુર્નામેન્ટમાં ભાગ લીધો નથી. બીજી બાજુ સ્ટોક્સે માનસિક સ્વાસ્થ્યને ટાંકીને ક્રિકેટમાંથી અનિશ્ચિત વિરામ લીધો છે. જોફ્રા આર્ચર ઈજામાંથી સ્વસ્થ થઈ રહ્યો છે.

 

આ પણ વાંચોઃ IND vs ENG: માંચેસ્ટર ટેસ્ટ રદ થવાને લઇને ઇંગ્લેન્ડ ક્રિકેટને લાગ્યો આટલા કરોડનો ફટકો, હવે BCCI નિકાળશે નુકશાનમાં રાહતનુ સમાધાન

આ પણ વાંચોઃ IPL 2021: ભારતે એવો દાવ લગાવ્યો કે પાકિસ્તાન હાથ ઘસતુ રહી ગયુ, નાક કપાવી ન્યુઝીલેન્ડ સામેની ઘરેલુ સિરીઝ DRS વિના રમશે

 

Next Article