AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2021: બાકી રહેલી મેચોને રમાડવાને લઇને અધ્યક્ષ સૌરવ ગાંગુલી એ આયોજન કરવાને લઇ આપ્યુ અપડેટ

આઇપીએલ 2021 ને ગત 4 મે એ કોરોના સંક્રમણને લઇને અધવચ્ચે જ સ્થગીત કરી દેવી પડી હતી. હવે બાકી રહેલી 31 મેચોને લઇ BCCI દ્રારા મંથન શરુ કરવામા આવ્યુ છે. બાકીની મેચોનુ આયોજન ક્યાં અને કેવી રીતે કરવામાં આવે.

IPL 2021: બાકી રહેલી મેચોને રમાડવાને લઇને અધ્યક્ષ સૌરવ ગાંગુલી એ આયોજન કરવાને લઇ આપ્યુ અપડેટ
Sourav Ganguly
Avnish Goswami
| Edited By: | Updated on: May 10, 2021 | 4:16 PM
Share

આઇપીએલ 2021 ને ગત 4 મે એ કોરોના સંક્રમણને લઇને અધવચ્ચે જ સ્થગીત કરી દેવી પડી હતી. હવે બાકી રહેલી 31 મેચોને લઇ BCCI દ્રારા મંથન શરુ કરવામા આવ્યુ છે. બાકીની મેચોનુ આયોજન ક્યાં અને કેવી રીતે કરવામાં આવે. તો ફેંન્સને પણ એ વાતના સવાલો મુંઝવી રહ્યા છે કે, આઇપીએલ દેશમાં જ યોજાશે કે પછી દેશની બહાર. આ દરમ્યાન BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલી (Sourav Ganguly) એ પણ IPL ને લઇને સ્પષ્ટ સંકેત આપી દીધા છે.

બીસીસીઆઇ પાસે આમ તો યુએઇ પહેલા થી જ મજબૂત વિકલ્પ છે. જ્યારે ઇંગ્લેંડ અને શ્રીલંકા એ પણ પોત પોતાની ઇચ્છાઓ દર્શાવી છે. આ બધા વચ્ચે પણ એમ સ્પષ્ટ લાગી રહ્યુ છે કે બાકીની મેચ ભારતમાં નહી રમવામાં આવે. બીસીસીઆઇ અધ્યક્ષે આપેલા એક ઇન્ટરવ્યુ મુજબ તેમણે આ મુદ્દે કહ્યુ હતુ કે, તે ભારતમાં નહી યોજી શકાય. કવોરન્ટાઇન સંભાળવુ ખૂબ મુશ્કેલ છે. હજુ એ કહેવુ પણ ઉતાવળ હશે કે, અમને આઇપીએલ પુર્ણ કરવા માટે કોઇ સ્લોટ કેવી રીતે મળી શકે છે.

ગાંગુલીએ સાથે જ કહ્યુ હતુ કે, હાલની સ્થિતીમાં એ કહેવુ મુશ્કેલ છે કે, આઇપીએલ ને પહેલા થી જ રદ કરી દેવી જોઇતી હતી. ગાંગુલીએ મુંબઇ અને ચેન્નાઇની મેચોનુ ઉદાહરણ આપતા કહ્યુ હતુ કે, મુંબઇ અને ચેન્નાઇ દરમ્યાન કોઇ જ કેસ સામે ના આવ્યો. ફક્ત દિલ્હી અને અમદાવાદમાં ટુર્નામેન્ટ પહોંચતા જ કેસ સામે આવવા શરુ થયા હતા. લોકો કોઇ પણ હાલતમાં વાતો કરશે.

આઇપીએલ ને પુર્ણ કરવુ એ હવે ગાંગુલી અને બીસીસીઆઇ સામે એક મોટો પડકાર છે. તો વળી આ વર્ષે ભારતમાં જ યોજાનારા T20 વિશ્વકપ ના આયોજનને બનાવી રાખવુ એ પણ મોટો પડકાર છે. ભારતમાં કોરોના સંક્રમણના મામલા અને આઇપીએલ બાયોબબલમાં સંક્રમણ આવવાને લઇને આશંકા દર્શાવાઇ રહી છે કે, યુએઇમાં આયોજીત કરવામાં આવી શકે. જોકે બોર્ડ દ્રારા પહેલા પણ કહેવામાં આવ્યુ છે કે, યુએઇમાં આયોજનની સ્થિતીમાં પણ તે જ યજમાન બની રહેશે.

g clip-path="url(#clip0_868_265)">