IPL 2021: રોહિત શર્મા અને ઋષભ પતં વચ્ચે જામશે ટક્કર, પ્લેઓફમાં પહોંચવા મરણીયા મુંબઇની મેચ જબરદસ્ત રહેશે

IPL 2021 ના UAE ના તબક્કામાં સતત ત્રણ હાર બાદ મુંબઈએ અગાઉની મેચમાં પ્રથમ જીત નોંધાવી હતી. જોકે રેકોર્ડ પાંચ વખતની ચેમ્પિયન મુંબઈ બેટ્સમેનોથી નિરાશ હતી.

IPL 2021: રોહિત શર્મા અને ઋષભ પતં વચ્ચે જામશે ટક્કર, પ્લેઓફમાં પહોંચવા મરણીયા મુંબઇની મેચ જબરદસ્ત રહેશે
Rohit Sharma-Jasprit Bumrah
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 02, 2021 | 9:28 AM

IPL 2021 માં, 2 ઓક્ટોબરે, છેલ્લી સીઝનની વિજેતા મુંબઈ ઈન્ડીયન્સ (Mumbai Indians) અને રનર અપ દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals) વચ્ચે ટક્કર થશે. અગાઉની મેચમાં હાર બાદ દિલ્હી વિનિંગ ટ્રેક પર પરત ફરવા માંગશે. જ્યારે નબળુ ફોર્મ ધરાવતી મુંબઈ જીત બાદ ગતિ જાળવી રાખવા મથશે. આઠ જીત બાદ, દિલ્હી, જેણે પ્લેઓફમાં સ્થાન લગભગ નિશ્વિત કરી લીધેલી, તેને કોલકાતા નાઈટ રાઈડર્સે (KKR) લો-સ્કોરિંગ મેચમાં ત્રણ વિકેટે હાર આપી હતી.

દિલ્હી હવે 11 મેચમાંથી 16 પોઈન્ટ સાથે બીજા સ્થાને છે. અગાઉના રનર્સ અપ દિલ્હી ફાઇનલમાં પહોંચવાની બે તક મેળવવા માટે ટોપ બેમાં સ્થાન મેળવવાનો પ્રયાસ કરશે. આઈપીએલના યુએઈ તબક્કામાં છેલ્લી મેચમાં દિલ્હીને પહેલી હારનો સામનો કરવો પડ્યો હતો. કેકેઆરના બોલરોએ ટોસ જીતીને ધીમી વિકેટનો ભરપૂર ફાયદો ઉઠાવ્યો અને કેપ્ટને પહેલા બોલિંગ કરવાનો નિર્ણયને યોગ્ય સાબિત કર્યો.

દિલ્હીના સ્ટાર બેટ્સમેનોમાંથી કોઈ 20 ઓવરમાં એક પણ સિક્સર ફટકારી શક્યું નહોતુ. સુનીલ નરેનની સ્પિન સામે દિલ્હી નવ વિકેટે માત્ર 127 રન બનાવી શકી હતી. ઈજાગ્રસ્ત પૃથ્વી શોની જગ્યાએ રમતા સ્ટીવ સ્મિથે 34 બોલમાં 39 રન બનાવ્યા હતા. જ્યારે ઋષભ પંતે (Rishabh Pant) 36 બોલમાં 39 રન ઉમેર્યા હતા. નીચલા મધ્યમ ક્રમના બેટમાંથી માત્ર 13 રન જ આવ્યા હતા.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

? બધાની નજર દિલ્હીની સ્પિન ત્રિપુટી પર છે

સાનુકૂળ પીચ પર દિલ્હીની સ્પિન ત્રિપુટી રવિચંદ્રન અશ્વિન, અક્ષર પટેલ અને લલિત યાદવ પોતાનો પ્રભાવ બનાવવાનો પ્રયત્ન કરશે. બીજી બાજુ, મુંબઈએ આઈપીએલના યુએઈ લેગમાં સતત ત્રણ હાર બાદ અગાઉની મેચમાં પોતાની પ્રથમ જીત નોંધાવી હતી. રેકોર્ડ પાંચ વખતની ચેમ્પિયન મુંબઈના બેટ્સમેનો એ નિરાશ કર્યા છે. સૂર્યકુમાર યાદવ ચાર મેચમાં 0, 8, 5 અને 3 રન જ બનાવી શક્યો હતો. ઓપનર રોહિત શર્મા (Rohit Sharma) અને ક્વિન્ટન ડી કોક સારી શરૂઆતને મોટી ઇનિંગ્સમાં રૂપાંતરિત કરી શક્યા ન હતા, જેણે મધ્યમ ક્રમ પર દબાણ બનાવ્યું હતું.

મુંબઈ માટે સારી વાત એ હતી કે, સૌરભ તિવારી (45) અને હાર્દિક પંડ્યા (40) પંજાબ કિંગ્સ સામે છ વિકેટથી જીતમ સાથે ફોર્મમાં દેખાયા હતા. કિયરોન પોલાર્ડે સાત બોલમાં અણનમ 15 રન ફિનિશરની ભૂમિકા ભજવી હતી. તિવારી પોતાની શાનદાર ઇનિંગ્સના દમ પર ટીમમાં રહી શકે છે અને નબળા ફોર્મમાં રહેલા ઇશાન કિશનને બીજી તક મળે છે કે કેમ તે જોવાનું રહ્યું. જસપ્રિત બુમરાહે બોલિંગમાં સતત સારું પ્રદર્શન કર્યું છે પરંતુ સ્પિનરો ફ્લોપ રહ્યા છે. રાહુલ ચાહર અને કૃણાલ પંડ્યા પર સારું પ્રદર્શન કરવા માટે દબાણ રહેશે.

મુંબઇ અને દિલ્હીની ટીમો

મુંબઈ ઈન્ડીયન્સ: રોહિત શર્મા (કેપ્ટન), ક્વિન્ટન ડી કોક, ઈશાન કિશન, સૂર્યકુમાર યાદવ, આદિત્ય તારે, અનમોલપ્રીત સિંહ, ક્રિસ લિન, સૌરભ તિવારી, અનુકુલ રોય, સિમરનજીત સિંહ, હાર્દિક પંડ્યા, કૃણાલ પંડ્યા, જેમ્સ નીશમ, જયંત યાદવ, કિયરોન પોલાર્ડ, માર્કો યાનસન, યુધવીર સિંહ, એડમ મિલને, ધવલ કુલકર્ણી, જસપ્રિત બુમરાહ, મોહસીન ખાન, નાથન કુલ્ટર-નાઇલ, પિયુષ ચાવલા, રાહુલ ચહર, ટ્રેન્ટ બોલ્ટ.

દિલ્હી કેપિટલ્સ: ઋષભ પંત (કેપ્ટન), અજિંક્ય રહાણે, પૃથ્વી શો, રિપલ પટેલ, શિખર ધવન, શિમરોન હેટમાયર, શ્રેયસ અય્યર, સ્ટીવ સ્મિથ, અમિત મિશ્રા, એનરિક નોર્ત્જે, અવેશ ખાન, બેન દ્વારશુઈ, ઈશાંત શર્મા, કાગીસો રબાડા, કુલવંત ખેજરોલિયા , લુકમેન મેરીવાલા, પ્રવીણ દુબે, ટોમ કરણ, ઉમેશ યાદવ, અક્ષર પટેલ, લલિત યાદવ, માર્કસ સ્ટોઈનીસ, રવિચંદ્રન અશ્વિન, સેમ બિલિંગ્સ અને વિષ્ણુ વિનોદ.

આ પણ વાંચોઃ IPL 2021: કોલકાતા નાઇટ રાઇડર્સ સાથે થઇ ‘અંચાઇ’, ત્રીજા અંપાયરે મેચનુ પાસુ પલટી દીધુ!

આ પણ વાંચોઃ Cricket: અંપાયરે આંગળી ઉંચી ના કરી તો, મેદાન છોડી દીધુ, આ ભારતીય મહિલા ક્રિકેટરે ઓસ્ટ્રેલિયનોને ખેલ ભાવના શિખવી દીધી !

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">