IPL 2021: કોલકાતા નાઇટ રાઇડર્સ સાથે થઇ ‘અંચાઇ’, ત્રીજા અંપાયરે મેચનુ પાસુ પલટી દીધુ!

આ પૂરી ઘટના 19 મી ઓવરમાં બની હતી. જ્યારે પંજાબની (Punjab Kings) ઇનિંગ્સમાં 12 બોલ બાકી હતા. તેને આ 2 ઓવરમાં એટલે કે 12 બોલમાં જીતવા માટે 15 રન બનાવવાના હતા.

IPL 2021: કોલકાતા નાઇટ રાઇડર્સ સાથે થઇ 'અંચાઇ', ત્રીજા અંપાયરે મેચનુ પાસુ પલટી દીધુ!
રાહુલ ત્રિપાઠીઃ રાહુલ ત્રિપાઠીની પ્રતિભા પર ક્યારેય શંકા નહોતી. તેની પરિસ્થિતિને ધ્યાનમાં લીધા વિના ઝડપી રન બનાવવાની તેની ક્ષમતા એકદમ અદ્ભુત હતી. બીજા ક્વોલિફાયરની છેલ્લી ઓવરમાં તેનો છગ્ગો ટીમને IPL 2021ની ફાઇનલમાં લઈ ગયો. તેણે IPL 2021માં 16 ઇનિંગ્સમાં 397 રન બનાવ્યા હતા. તેની બેટિંગ એવરેજ અને સ્ટ્રાઈક રેટ 28.35 અને 140.28 હતો. આ પ્રક્રિયામાં તેણે 2 અર્ધસદી પણ ફટકારી હતી.
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 02, 2021 | 9:01 AM

પંજાબ કિંગ્સ (Punjab Kings) અને કોલકાતા નાઇટ રાઇડર્સ (Kolkata Knight Riders) વચ્ચેની મેચની અંતિમ ક્ષણ ચાલી રહી હતી. જીત માટે પંજાબ કિંગ્સને 11 બોલમાં 11 રન બનાવવાના બાકી હતા. આ દરમ્યાન પંજાબ કિંગ્સના કેપ્ટન કેએલ રાહુલ (KL Rahukl)નો એક કેચ પકડ્યો હતો, જે KKR ના ફિલ્ડર રાહુલ ત્રિપાઠી (Rahul Tripathi) એ પકડ્યો હતો. ટીમે પણ વિજયની ઉજવણી શરૂ કરી. પરંતુ ઉજવણીના આ રંગમા ભંગ પડ્યો, જ્યારે ત્રીજા અમ્પાયરે તે નિર્ણયને ફગાવી દીધો.

દરેક જેને ક્લીન કેચ તરીકે જોઈ રહ્યા હતા, તે ત્રીજા અમ્પાયરની નજરમાં એમ ન હતું. ત્યારે જ આ મામલા એ વિવાદ સર્જવાની શરુઆત કરી હતી. કેકેઆરના ચાહકોથી લઈને કોમેન્ટેટર્સ સુધી, થર્ડ અમ્પાયરના આ નિર્ણયથી દરેકને આશ્ચર્ય થયું.

આ સમગ્ર ઘટના 19 મી ઓવરમાં બની હતી. એટલે કે, જ્યારે પંજાબની ઇનિંગ્સમાં 12 બોલ બાકી હતા. તેને આ 2 ઓવરમાં એટલે કે 12 બોલમાં જીતવા માટે 15 રન બનાવવાના હતા. શિવમ માવી 19 મી ઓવર ફેંકવા આવ્યો હતો. કેએલ રાહુલે પ્રથમ બોલ પર ચોગ્ગો ફટકાર્યો હતો. બીજો બોલ ડોટ રમ્યો અને ત્રીજા બોલ પર કેએલ રાહુલના પુલ શોટને ફટકારવાના ચક્કરમાં, તે કેચ ઝડપી લેવામાં આવ્યો હતો.

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

જે કેચ મિડવિકેટ પર ઉભેલા રાહુલ ત્રિપાઠીએ પકડ્યો. જાણે કે કોલકાતાની છાવણીમાં ખુશીની લહેર દોડી ગઈ. પરંતુ, આ લહેરને પણ બંધ થવામાં સમય લાગ્યો નહીં. કારણ કે થર્ડ અમ્પાયર રાહુલ ત્રિપાઠીના કેચથી સંતુષ્ટ ન હતા. ત્રીજા અમ્પાયર અનિલ દાંડેકરના જણાવ્યા અનુસાર, ત્રિપાઠીના હાથમાં સમાઇ જતા પહેલા બોલ જમીનને સ્પર્શી ગયો હતો.

ત્રીજા અમ્પાયરનો નિર્ણય કોઈને ગમ્યો નહીં

થર્ડ અમ્પાયર અનિલ દાંડેકરના આ નિર્ણયથી બધાને આશ્ચર્ય થયું. તે કોમેન્ટ્રી બોક્સમાં તેની ચર્ચા થવા લાગી. ગૌતમ ગંભીર, ઈરફાન પઠાણ, આકાશ ચોપરા જેવા દિગ્ગજ પૂર્વ ક્રિકેટરોએ આ અંગે સવાલો ઉભા કર્યા હતા. આ તમામ ક્રિકેટ દિગ્ગજોની નજરમાં પણ કેએલ રાહુલ આઉટ થયો હતો. કેએલ રાહુલે 19 મી ઓવરના છેલ્લા બોલ પર બાઉન્ડ્રી પણ ફટકારી હતી. જો તેની વિકેટનો નિર્ણય શાહરુખ ખાનની ટીમ એટલે કે કેકેઆરની તરફેણમાં ગયો હોત, તો મેચનું પરિણામ પણ તેમના પક્ષમાં આવી શક્યું હોત.

મેચ પછી, મોર્ગને પણ કહ્યું – તે કેચ આઉટ હતો!

મેચ બાદ કોલકાતા નાઈટ રાઈડર્સના કેપ્ટન ઓઈન મોર્ગને પણ તે કેચ વિશે વાત કરી હતી. તેણે કહ્યું કે મને લાગે છે કે તે કેચ આઉટ થયો હતો. પરંતુ, જ્યારે ત્રીજા અમ્પાયરે તેને ધીમો પડતો જોયો ત્યારે તેણે પોતાનો નિર્ણય આપ્યો. એકવાર તેમણે પોતાનો ચુકાદો આપ્યો, અમે પણ તેને સ્વીકારી લીધો. પંજાબ કિંગ્સના કેપ્ટન કેએલ રાહુલે આ મેચમાં 55 બોલમાં 67 રન બનાવ્યા હતા, જેના માટે તેને મેન ઓફ ધ મેચ પણ જાહેર કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચોઃ Cricket: ગજબ ! 13 બોલમાં જ 72 રન ઝૂડી નાંખ્યા, છગ્ગા વરસાવીને 8 ઓવર મેચ જીતી લીધી

આ પણ વાંચોઃ Cricket: અંપાયરે આંગળી ઉંચી ના કરી તો, મેદાન છોડી દીધુ, આ ભારતીય મહિલા ક્રિકેટરે ઓસ્ટ્રેલિયનોને ખેલ ભાવના શિખવી દીધી !

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">