AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2021 : UAE સરકારનો મહત્વનો નિર્ણય, IPL માં દર્શકોને સ્ટેડિયમમાં મળશે એન્ટ્રી

IPL ની 2019 ની સિઝન બાદથી કોરોનાને લઇને દર્શકો IPL ની ટૂર્નામેન્ટને સ્ટેડિયમમાં હાજર રહીને નિહાળવાનો આનંદ ઉઠાવી શકતા નહોતા. UAE સરકારના આ નિર્ણયે ક્રિકેટ ચાહકોને માટે રાહત સર્જી છે.

IPL 2021 : UAE સરકારનો મહત્વનો નિર્ણય, IPL માં દર્શકોને સ્ટેડિયમમાં મળશે એન્ટ્રી
IPL Torphy
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 15, 2021 | 12:40 PM
Share

આગામી મહિનાથી UAE માં IPL 2021 ની આગળની મેચો રમાનાારી છે. IPL 2021 ની મેચોને સ્ટેડિયમમાં બેસીની નિહાળવા માટે સંયુક્ત આરબ અમિરાત સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. જેને લઇને હવે IPL ના ચાહકોને લાંબા સમય બાદ મેચ નિહાળવાનો મોકો મળી રહેશે. UAE સરકારે BCCI સાથે ચર્ચા કર્યા બાદ આ નિર્ણય જાહેર કર્યો છે.

UAE સરકારે પ્રેક્ષકોને IPL ની મેચો માણવા માટે સ્ટેડિયમમાં પ્રવેશની મંજૂરી આપી છે. જે મુજબ 60 ટકા પ્રેક્ષકોને સ્ટેડિયમમાં પ્રવેશ આપવામાં આવશે. આમ IPL મેચો દરમ્યન સ્ટેડિયમમાં દર્શકોનો કોલાહલને લઇને ખેલાડીઓનો ઉત્સાહ વધી શકશે. સાથે જ IPL ની મેચોની રોનક પણ હતી, કોરોનાકાળ પહેલા જેવી છવાઇ જશે.

IPL 2021 ની ટૂર્નામેન્ટ ભારતમાં રમાઇ રહી હતી. પરંતુ મે માસની શરુઆતે કોરોના સંક્રમણ બાયોબબલમાં પ્રસરવા લાગતા જ ટૂર્નામેન્ટને સ્થગીત કરી દેવાઇ હતી. ત્યારબાદ ટૂર્નામેન્ટની બાકી રહેલી 31 મેચોની UAEમાં રમાડવા માટેનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આગામી 19 સપ્ટેમ્બર થી UAE માં IPL ના બીજા હાફની શરુઆત થનારી છે. 15 ઓક્ટોબરે IPL 2021 ની ફાઇનલ મેચ રમાનારી છે.

IPL 2020 ની સિઝન UAE માં રમાઇ હતી. એ દરમ્યાન આઇપીએલ ટૂર્નામેન્ટમાં દર્શકોને એન્ટ્રી આપવામાં આવી નહોતી. સ્ટેડિયમમાં ખેલાડીઓના જુસ્સાને જાળવવા માટે વિશાળ લાઉડ સ્પિકર દ્વારા દર્શકોની ચિચીયોરીઓ જેવો માહોલ તૈયાર કરવામાં આવ્યો હતો. જેમાં મ્યુઝીક પણ સાથે સાથે વગડવામાં આવતા હતા. ફ્રેન્ચાઇઝીઓના અધિકારીઓ અને માલીકો તેમજ કેટલાક આમંત્રીત મહેમાનો જે તે વેળા સ્ટેડિયમમાં ઉપસ્થિત રહ્યા હતા. ભારતમાં રમાયેલી આઇપીએલ 2021 ની મેચો દરમ્યાન પણ પ્રેક્ષકો માટે નો એન્ટ્રી રાખવામાં આવી હતી.

ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા પ્લેયરો લેશે હિસ્સો

આ પહેલા જ ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા ક્રિકેટ બોર્ડે બીસીસીઆઇને રાહતના સમાચાર આપ્યા હતા. જેને લઇને ફ્રેન્ચાઇઝી ટીમોએ પણ રાહતનો શ્વાસ લીધો છે. ઓસ્ટ્રેલિયન અને ઇગ્લીશ ખેલાડીઓની ઉપલબ્ધીને લઇને હવે સ્પષ્ટતા થઇ ચુકી છે. જે મુજબ હવે તેમના ખેલાડીઓ IPL ટૂર્નામેન્ટમાં હિસ્સો લેશે. આમ દર્શકોની કીકીયારીઓ વચ્ચે હવે વિદેશી ખેલાડીઓ પણ ટૂર્નામેન્ટના રોમાંચને બનાવી રાખશે. ચેન્નાઇ સુપર કિંગ્સ અને મુંબઇ ઇન્ડીયન્સની ટીમો હાલમાં UAE માં પોતાના પ્રથમ સમુહ સાથે પહોંચી ચુકી છે. જ્યાં હવે અભ્યાસ સેશન શરુ કરશે.

આ પણ વાંચોઃ IND vs ENG: લોર્ડઝના મેદાન પર પ્રેક્ષકોની શરમજનક હરકત, ફિલ્ડીંગ કરી રહેલા કેએલ રાહુલ સાથે કર્યુ આ વર્તન

આ પણ વાંચોઃ MS Dhoni :આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા બાદ ધોનીનું પ્રથમ વર્ષ, આ 7 કારણોસર હેડલાઇનમાં રહ્યું

g clip-path="url(#clip0_868_265)">