AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2021, RCB vs SRH: બેંગ્લોર સામે હૈદરાબાદે 7 વિકેટે 141 રનનો સ્કોર કર્યો, હર્ષલ પટેલની 3 વિકેટ

RCB માટે પોઇન્ટ ટેબલમાં પોતાના પોઇન્ટ અને સ્થાનને સુધારવા માટેનો પ્રયાસ કરવા મથી રહ્યુ છે, જ્યારે હૈદરાબાદ (Sunrisers Hyderabad) ને માટે સન્માનની લડાઇ છે.

IPL 2021, RCB vs SRH: બેંગ્લોર સામે હૈદરાબાદે 7 વિકેટે 141 રનનો સ્કોર કર્યો, હર્ષલ પટેલની 3 વિકેટ
Jason Roy
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 07, 2021 | 12:17 AM
Share

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (Royal Challengers Bangalore) અને સનરાઇઝર્સ હૈદરાબાદ (Sunrisers Hyderabad) વચ્ચે મેચ રમાઇ રહી છે. બેંગ્લોર પોતાના સ્થાનને પોઇન્ટ ટેબલમાં સુધારવા માટેનો પ્રયાસ છે. જ્યારે હૈદરાબાદ માટે સન્માન માટેની લડત છે. વિરાટ કોહલી (Virat Kohli) એ ટોસ જીતીને પહેલા ફિલ્ડીંગ પસંદ કરી હતી. SRH ની ટીમે 20 ઓવરના અંતે 7 વિકેટ ગુમાવીને 141 રન કર્યા હતા.

સનરાઇઝર્સ હૈદરાબાદ બેટીંગ

જેસન રોય (Jason Roy) એ કેપ્ટન વિલિયમસન (Kane Williamson) સાથે મળીને રમેલી રમત વડે પડકારજક સ્કોર ખડકવાનો પાયો નાંખવા પ્રયાસ કર્યો હતો. ઓપનર અભિષેક શર્મા 13 રન 10 બોલમાં કરીને પ્રથમ વિકેટના રુપમાં આઉટ થયો હતો. આમ બીજી ઓવરમાં જ 14 રનના સ્કોર પર હૈદરાબાદે પ્રથમ વિકેટ ગુમાવી હતી. ત્યાર બાદ રોય અને વિલિયમસને 70 રનની ભાગીદારી રમત રમીને પડકારજનક સ્કોર ખડકવા તરફ આગળ વધ્યા હતા. વિલિયમસને 29 બોલમાં 31 રન કર્યા હતા.

જેસન રોયે 38 બોલમાં 44 રન કર્યા હતા. તેણે ઇનીંગ દરમ્યાન 4 ચોગ્ગા લગાવ્યા હતા. તેની વિકેટ ક્રિશ્વને ઝડપી હતી. તેની આગળની ઓવરના પ્રથમ બોલે જ અબ્દુલ સમદ શૂન્ય રને એલબીડબલ્યુ આઉટ થયો હતો. રિદ્ધીમાન સાહા એ 10 રન કર્યા હતા. 105 થી 124 રન સુધીમાં 4 વિકેટ SRH એ ગુમાવી દીધી હતી. જેસન હોલ્ડર અંતિમ બોલે આઉટ થયો હતો. તેણે 13 બોલમાં 16 રન કર્યા હતા. જ્યારે રાશિદ ખાને 7 રન કરીને અણનમ રહ્યો હતો.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર બોલીંગ

બેંગ્લોરના બોલરોએ પ્રથમ વિકેટ મેળવ્યા બાદ વિકેટ માટે સતત સંઘર્ષ કરવો પડ્યો હતો. લાંબા સમયના પ્રયાસ બાદ વિકેટ મળવી શરુ થઇ હતી. ડેનિયલ કિશ્વને 3 ઓવરમાં 14 રન આપીને 2 વિકેટ મેળવી હતી. ગાર્ટને તેની પ્રથમ ઓવરમાં જ ઓપનર શર્માની વિકેટ ઝડપી હતી. તેણે 2 ઓવરમાં 29 રન આપી ને 1 વિકેટ ઝડપી હતી. જ્યારે હર્ષલ પટેલે 4 ઓવરમાં 33 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. યુઝવેન્દ્ર ચહલે 4 ઓવરમાં 27 રન આપીને 1 વિકેટ ઝડપી હતી. શાહબાઝ અહમદે 4 ઓવરમાં 21 રન આપ્યા હતા. સિરાજે 3 ઓવરમાં 17 રન આપ્યા હતા.

આ પણ વાંચોઃ IPL 2021: ટેનિસ બોલ પર રૂ 500 અને 1000 માટે રમતો હતો, આઇપીએલની ડેબ્યૂ ઓવરમાં જ દોઢસોની ઝડપે બોલ નાંખ્યો, જાણો તોફાનનુ રાઝ

આ પણ વાંચોઃ Arvind Trivedi: રામના ગુણોની સુવાસ ફેલાવવા અરવિંદ ત્રિવેદીએ રાવણનો સાક્ષાત્કાર કરાવતી નેગેટિવ ભૂમિકામાં અઢળક ગાળો વરસાવી, જીવનભર પ્રાયશ્વિત કર્યુ

ગુજરાત પર માવઠાનો ખતરો, 22 થી 27 જાન્યુઆરી વચ્ચે કમોસમી વરસાદની શક્યતા
ગુજરાત પર માવઠાનો ખતરો, 22 થી 27 જાન્યુઆરી વચ્ચે કમોસમી વરસાદની શક્યતા
શનિની સાડાસાતી વચ્ચે સુવર્ણ સમય!, આ 3 રાશિઓ માટે બનશે અદભૂત ગ્રહયોગ
શનિની સાડાસાતી વચ્ચે સુવર્ણ સમય!, આ 3 રાશિઓ માટે બનશે અદભૂત ગ્રહયોગ
બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ
Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ
કચ્છ સરહદે ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, 9 પાકિસ્તાની ઝડપાયા
કચ્છ સરહદે ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, 9 પાકિસ્તાની ઝડપાયા
અંકલેશ્વરમાં હેરોઇનના નશાની આંતરરાષ્ટ્રીય કડી તૂટી
અંકલેશ્વરમાં હેરોઇનના નશાની આંતરરાષ્ટ્રીય કડી તૂટી
ઈરાનમાં સરકાર વિરોધીઓની હત્યા અને ફાંસીની કાર્યવાહી બંધ થઈ
ઈરાનમાં સરકાર વિરોધીઓની હત્યા અને ફાંસીની કાર્યવાહી બંધ થઈ
g clip-path="url(#clip0_868_265)">