IPL 2021, DC vs SRH: દિલ્હી કેપિટલ્સે ધવન, ઐયર અને પંતની રમત વડે હૈદરાબાદ સામે 8 વિકેટે મેળવી શાનદાર જીત

દિલ્હી કેપિટલ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ (Delhi vs Hyderabad) વચ્ચે રમાયેલી મેચમાં હૈદરાબાદે ટોસ જીતીને પ્રથમ બેટીંગ પસંદ કરી હતી. પંરંતુ દિલ્હી ના ટોપ ઓર્ડરે શાનદાર પ્રદર્શન કરીને મેચને એકતરફી બનાવી દીધી હતી.

IPL 2021, DC vs SRH: દિલ્હી કેપિટલ્સે ધવન, ઐયર અને પંતની રમત વડે હૈદરાબાદ સામે 8 વિકેટે મેળવી શાનદાર જીત
Rishabh Pant
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 22, 2021 | 11:02 PM

ઇન્ડીયન પ્રિમીયર લીગ 2021 (IPL 2021) ની 33મી મેચ દુબઇમાં રમાઇ હતી. દિલ્હી કેપિટલ્સ અને હૈદરાબાદ (Delhi Capitals vs Sunrisers Hyderabad) વચ્ચે રમાયેલી મેચમાં ટોસ જીતીને હૈદરાબાદે પ્રથમ બેટીંગ પસંદ કરી હતી. ખરાબ શરુઆતને લઇને હૈદરાબાદને માટે બીજા તબક્કાની પ્રથમ મેચની બેટીંગ ઇનીંગ સંઘર્ષ ભરી બની ગઇ હતી. જવાબમાં દિલ્હીએ 17.5 ઓવરમાં જ લક્ષ્ય પાર પાડી લીધુ હતુ.

ડેવિડ વોર્નર (David Warner) ને ટીમમાં સ્થાન આપવામાં આવ્યુ હતુ પરંતુ તે નિષ્ફળ નિવડ્યો હતો. આ ઉપરાંત હૈદરાબાદ તરફ થી મોટી ઇનીંગ રમવામાં અન્ય મહત્વના બેટ્સમેનો સફળ રહ્યા નહોતા. ઋષભ પંત (Rishabh Pant) ની આગેવાની ધરાવતી દિલ્હી કેપિટલ્સના બોલરોએ શાનદાર બોલીંગ વડે હૈદરાબાદને મુશ્કેલીમાં રાખ્યુ હતુ. દિલ્હીના ઓપનર પૃથ્વી શોએ પણ ઝડપ થી વિકેટ ગુમાવી દીધી હતી. જોકે શિખર ધવને રન ચેઝ કરવા સ્કોર બોર્ડ ફરતુ રાખ્યુ હતુ. ત્યાર બાદ ઐયર અને પંતે જીત સુધીની સફર પુરી કરાવી હતી.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

દિલ્હી કેપિટલ્સની બેટીંગ ઇનીંગ

ઓપનર પૃથ્વી શોએ 20 રનના સ્કોર પર જ પોતાની વિકેટ ગુમાવી દીધી હતી. જોકે શિખર ધવને તેની ભૂમિકા યોગ્ય રીતે નિભાવી હતી. જોકે તે રાશિદ ખાનની જાળમાં ફસાઇ ગયો હતો. તેમે 37 બોલમાં 42 રનની રમત રમી હતી. તેણે 6 ચોગ્ગા અને એક છગ્ગો લગાવ્યો હતો. શ્રેયસ ઐયરે શાનદાર પ્રદર્શન દિલ્હીની જીત માટે કર્યુ હતુ. ઐયર અને ઋષભ પંતે અરક્ધશતકીય ભાગીદારી રમત રમી હતી. ઐયરે 41 બોલમાં 7 રન કર્યા હતા. જ્યારે ઋષભ પંતે 21 બોલનો સામનો કરીને 35 રન કર્યા હતા. પંતે 2 સિક્સર લગાવી હતી.

સનરાઇઝર્સ હૈદરાબાદની બોલીંગ

હૈદરાબાદે પહેલા બેટીંગમાં નબળો દેખાવ કર્યો અને બાદમાં બોલીંગમાં પણ આવી જ સ્થિતી રહી હતી. બોલરો વિકેટ મેળવવા થી દુર રહ્યા હતા. શરુઆતમાં ખલીલ અહેમદે પૃથ્વી શોની વિકેટ ઝડપી હતી. આમ ખલીલને 4 ઓવરના અંતે એક વિકેટ મળી હતી. બાદમાં રાશીદ ખાને શિખર ધવનની વિકટ ઝડપીને મોટી પાર્ટનરશીપ તરફ આગળ વધતી જોડીને તોડી હતી.

સનરાઇઝર્સ હૈદરાબાદની બેટીંગ ઇનીંગ

હૈદરાબાદની ટીમમાં પૂર્વ કેપ્ટન ડેવિડ વોર્નરનો પ્લેયીંગ ઇલેવનમાં ઓપનર તરીકે સમાવેશ કરવામાં આવ્યો હતો. પરંતુ તેઓએ સ્કોર બોર્ડ રન થી ખોલવાને બદલે મુશ્કેલ માર્ગ ખોલી દીધો હતો. વોર્નર ઇનીંગની પ્રથમ ઓવરના ત્રીજા બોલ પર નોર્ત્ઝેનો શિકાર થયો હતો. તે અક્ષર પટેલના હાથમાં કેચ ઝીલાયો હતો. તે ખતે ટીમનો અને તેનો વ્યક્તિગત સ્કોર શૂન્ય હતો.

રિદ્ધીમાન સાહા 17 બોલમાં 18 રન કરીને આઉટ થયો હતો. કેપ્ટન કેન વિલિયમસન 26 બોલમાં 18 રન કરી શક્યો હતો. તેને જીવતદાન મળ્યા હતા. મનિષ પાંડે 16 બોલમાં 17 રન કરી શક્યો હતો. કેદાર જાદવ એલબીડબલ્યુ આઉટ 3 રનના વ્યક્તિગત સ્કોર પર થયો હતો. જેસન હોલ્ડર 9 બોલમાં 10 રન કરીને આઉટ થયો હતો. અબ્દુલ સમદે 21 બોલમાં 28 રન કર્યા હતા. રાશિદ ખાને 19 બોલમાં 22 રન કર્યા હતા. ભૂવનેશ્વર કુમાર 5 રન અને સંદિપ શર્મા શૂન્ય પર અણનમ રહ્યા હતા.

દિલ્હી કેપિટલ્સની બોલીંગ

કાગીસો રબાડા એ 3 વિકેટ ઝડપી હતી. તેણે જબરદસ્ત બોલીંગ કરી હતી. અક્ષર પટેલે 2 વિકેટ ઝડપી હતી. તેણે 4 ઓવર કરીને 21 રન આપ્યા હતા. એનરિક નોર્ત્ઝેએ 2 વિકેટ મેળવી હતી. તેણે અને અક્ષરે કરકસર ભરી બોલીંગ કરી હતી. અશ્વિને એક વિકેટ ઝડપી હતી. માર્ક્સ સ્ટોઇનીસને અનફીટ લાગતા 1.1 ઓવર કરીને મેદાનની બહાર ચાલ્યો ગયો હતો. તેણે 8 રન આપ્યા હતા.

આ પણ વાંચોઃ IPL 2021: એનરિક નોર્ત્જેએ એટલી ઝડપે બોલ નાંખ્યા કે SRH ના બેટ્સમેનોને બોલ જોવો મુશ્કેલ બન્યો, સિઝનનો સૌથી ઝડપી બોલ નાંખ્યો

આ પણ વાંચોઃ Pakistan: લ્યો ! ન્યુઝીલેન્ડે પ્રવાસ રદ્દ કર્યો તો પાકિસ્તાને હવે ભારત પર આરોપ લગાવવા શરુ કર્યા, કહ્યુ ધમકીનો ઇ-મેઇલ મહારાષ્ટ્ર થી કરાયો હતો!

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">