IPL 2021 CSK vs MI Live Streaming: જાણો ક્યારે, ક્યાં અને કેવી રીતે નિહાળી શકાશે મેચ

|

Sep 19, 2021 | 9:28 AM

મુંબઈ ઈન્ડીયન્સ (MI) ની ટીમ અત્યાર સુધી પાંચ વખત IPL નો ખિતાબ જીતી ચૂકી છે. તે વર્તમાન ચેમ્પિયન પણ છે. તે આ સિઝનમાં બીજી વખત ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) સામે ટકરાશે

IPL 2021 CSK vs MI Live Streaming: જાણો ક્યારે, ક્યાં અને કેવી રીતે નિહાળી શકાશે મેચ
Chennai Super Kings vs Mumbai Indians

Follow us on

IPL 2021 નો બીજો તબક્કો આજથી એટલે કે 19 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહ્યો છે. લીગની શરૂઆત એપ્રિલમાં થઈ હતી, જોકે કોરોનાના સંક્રમણ સામે આવવાને કારણે તેને થોડા સમય માટે મુલતવી રાખવામાં આવી હતી. બીજા તબક્કાની પ્રથમ મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ (Chennai Super Kings) અને મુંબઈ ઈન્ડીયન્સ (Mumbai Indians) વચ્ચે રમાવાની છે. જ્યારે પણ બંને ટીમો સામસામે આવે છે ત્યારે મેચ ખૂબ જ રોમાંચક હોય છે.

ભારતમાં રમાયેલા પહેલા હાફમાં ચેન્નાઈ સુપર કિંગ્સ સાત મેચમાં પાંચ જીત સાથે પોઈન્ટ ટેબલમાં બીજા નંબરે છે. આ સાથે જ સાતમાંથી ચાર મેચ જીતીને મુંબઈ ઈન્ડીયન્સની ટીમ ચોથા સ્થાને છે. સુપર કિંગ્સની વાત કરીએ તો પ્રથમ મેચમાં હાર્યા બાદ ટીમે સતત 5 મેચ જીતી હતી. જોકે, 7 મી મેચમાં 218 રન બનાવ્યા બાદ પણ ટીમને મુંબઈના હાથે 4 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો.

અંતિમ મેચમાં મુંબઈ ભારે હતું

આ સીઝનમાં છેલ્લી વખત જ્યારે બંને ટીમો સામસામે આવી હતી, ત્યારે વિજય મુંબઈનો હતો. કિયરોન પોલાર્ડના ઓલરાઉન્ડ પ્રદર્શનના આધારે, ડિફેન્ડિંગ ચેમ્પિયન મુંબઈ ઈન્ડીયન્સે, IPL 2021 ની 27 મી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સને 4 વિકેટે હરાવીને ચોથી જીત નોંધાવી હતી. નવી દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં મુંબઈના કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma) એ ટોસ જીતીને ચેન્નાઈને પહેલા બેટિંગ માટે બોલાવ્યો હતો. ચેન્નાઈએ 4 વિકેટે 218 રન બનાવ્યા હતા. જવાબમાં મુંબઈની ટીમે છેલ્લા બોલ પર 6 વિકેટ ગુમાવીને જીત મેળવી હતી.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

મુંબઈ ઈન્ડીયન્સ વિરુદ્ધ ચેન્નઈ સુપર કિંગ્સ મેચ ક્યારે રમાશે?

મુંબઈ ઇન્ડીયન્સ વિરુદ્ધ ચેન્નઈ સુપર કિંગ્સ (MI vs CSK) IPL 2021 ની 30 મી મેચ 19 સપ્ટેમ્બર, રવિવારે રમાશે.

મુંબઈ ઈન્ડીયન્સ વિરુદ્ધ ચેન્નઈ સુપર કિંગ્સ મેચ ક્યાં રમાશે?

દુબઈના દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં મુંબઈ ઈન્ડીયન્સ વિરુદ્ધ ચેન્નઈ સુપર કિંગ્સ (MI vs CSK) મેચ રમાશે.

મુંબઈ ઈન્ડીયન્સ વિરુદ્ધ ચેન્નાઈ સુપર કિંગ્સ મેચ કેટલા વાગ્યે શરૂ થશે?

મુંબઈ ઈન્ડીયન્સ વિરુદ્ધ ચેન્નઈ સુપર કિંગ્સ (MI vs CSK) મેચ 7:30 વાગ્યે શરૂ થશે. જ્યારે ટોસ સાત વાગ્યે યોજાશે.

કઈ ટીવી ચેનલ દ્વારા મુંબઈ ઈન્ડીયન્સ વિરુદ્ધ ચેન્નઈ સુપર કિંગ્સ મેચનું જીવંત પ્રસારણ કરાશે?

મુંબઈ ઈન્ડીયન્સ વિરુદ્ધ ચેન્નઈ સુપર કિંગ્સ (MI vs CSK) મેચનું જીવંત પ્રસારણ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર પ્રસારિત કરવામાં આવશે.

મુંબઈ ઈન્ડીયન્સ વિરુદ્ધ ચેન્નઈ સુપર કિંગ્સ મેચનું લાઈવ સ્ટ્રીમિંગ ક્યાં થશે?

મુંબઇ ઇન્ડીયન્સ વિરુદ્ધ ચેન્નઇ સુપર કિંગ્સ (MI vs CSK) મેચનું લાઇવ સ્ટ્રીમિંગ ડિઝની+હોટસ્ટાર પર ઉપલબ્ધ થશે.

 

આ પણ વાંચોઃ IPL 2021 MI vs CSK: આજે દુબઇમાં રોહિત શર્મા અને ધોનીની ટક્કર સાથે ટૂર્નામેન્ટની થશે શરુઆત, દાવ પર લાગશે બંનેની શાખ, જાણો Preview

આ પણ વાંચોઃ IPL 2021: મુંબઇ ઇન્ડીયન્સે ગુજરાત વતી રમતા રાજકોટના આ ક્રિકેટરને ટીમમાં સમાવ્યો, ઘરેલુ ક્રિકેટમાં દેખાડી ચુક્યો છે દમ

Next Article