IPL 2021 MI vs CSK: આજે દુબઇમાં રોહિત શર્મા અને ધોનીની ટક્કર સાથે ટૂર્નામેન્ટની થશે શરુઆત, દાવ પર લાગશે બંનેની શાખ, જાણો Preview

IPL 2021 MI vs CSK Match Preview: આઈપીએલમાં ચેન્નાઈ સુપર કિંગ્સ સામે મુંબઈ ઈન્ડીયન્સનો શાનદાર રેકોર્ડ છે અને રોહિત શર્મા (Rohit Sharma) ની ટીમ તેને ચાલુ રાખવા ઈચ્છે છે જ્યારે ધોનીની ચેન્નઈ આ અંતર બંધ કરવા ઈચ્છે છે.

IPL 2021 MI vs CSK: આજે દુબઇમાં રોહિત શર્મા અને ધોનીની ટક્કર સાથે ટૂર્નામેન્ટની થશે શરુઆત, દાવ પર લાગશે બંનેની શાખ, જાણો Preview
Rohit Sharma-MS Dhoni
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 19, 2021 | 9:21 AM

પ્રતિક્ષાની ઘડીઓ હવે પૂરી થઈ ગઈ છે. કારણ કે આજથી T20 નો રોમાંચ ફરી શરૂ થઈ રહ્યો છે. કોઈ સામાન્ય T20 મેચ નથી, પરંતુ આજ થી આઈપીએલ શરૂ થઈ રહી છે. IPL 2021 સીઝન, જે કોરોના વાયરસને કારણે 4 મેના રોજ બંધ કરવામાં આવી હતી, તે ફરી એકવાર શરૂ થઈ રહી છે.ગયા વર્ષની જેમ ફરી એક વખત UAE ના પર મેદાન ટૂર્નામેન્ટની મેચ રમાનાર છે. પ્રથમ મેચ ટુર્નામેન્ટની બે સૌથી સફળ ટીમો વચ્ચે રમાનાર છે. મુંબઈ ઈન્ડીયન્સ વિરુદ્ધ ચેન્નાઈ સુપર કિંગ્સ (MI vs CSK). એટલે કે ત્રણ વખતની ચેમ્પિયન ચેન્નાઈ સામે પાંચ વખતની ચેમ્પિયન મુંબઈ આજે ટકરાશે.

આ બે એવી ટીમો છે, જેમનું IPL માં પ્રદર્શન અન્ય તમામ ટીમોની સામે જબરદસ્ત છે. પરંતુ જ્યારે ટક્કરની વાત આવે છે, ત્યારે દરેકને લાગે છે કે, કદાચ આકરી ટક્કર જામશે. પરંતુ એવું નથી.મુંબઈએ હંમેશા CSK પર પોતાનું વર્ચસ્વ સ્થાપિત કર્યું છે.રેકોર્ડ એકદમ એકતરફી છે. આઈપીએલમાં બંને ટીમો વચ્ચે 32 મેચ થઈ છે, જેમાંથી મુંબઈએ 19 જીત સાથે જબરદસ્ત લીડ મેળવી રાખી છે.આ દરમ્યાન, ચેન્નાઈ માત્ર 13 વખત જીત્યું છે.આમ હોવા છતાં, દરેક દિવસ એક નવી મેચ છે અને પરિણામ કોઈપણ રીતે જઈ શકે છે.

ધીમી શરૂઆત છોડીને ગતિ બતાવવી પડશે

હવે બે ટીમો વચ્ચે આ ટક્કરના વિશે વાત.ખરેખર, આ મેચનું પરિણામ ટુર્નામેન્ટની દિશા નક્કી કરશે. કારણ કે તે ટુર્નામેન્ટની શરૂઆત નથી, પરંતુ વચ્ચેનો તબક્કો છે. જ્યાંથી પ્લેઓફનું ચિત્ર સ્પષ્ટ થશે. આ સિઝન મુંબઈ માટે સારી નહોતી અને ટીમ 7 માંથી 3 મેચ હારી ગઈ હતી. ટુર્નામેન્ટ સ્થગિત થઈ ત્યાં સુધીમાં ટીમ માત્ર 4 જીત સાથે પોઈન્ટ ટેબલમાં ચોથા સ્થાને હતી. આવી સ્થિતિમાં હંમેશા ‘સ્લો સ્ટાર્ટર’ તરીકે ઓળખાતા મુંબઈને હવે ચોથા ગિયરમાં સીધી શરૂઆત કરવી પડશે. આ કાર્ય માટે ટીમ પાસે મજબૂત કોર છે, જે તેની સફળતાનું કારણ છે. તેણે ફક્ત તે જ ફોર્મ્યુલા ફરીથી લાગુ કરવાની છે.

ઉનાળામાં ગાય - ભેંસના દૂધ ઉત્પાદનમાં ઘટાડો જોવા મળે છે ? તો આ ટીપ્સ અપનાવો
Jaya Kishori પહેરે છે આ ખાસ વોચ, કિંમત અને ફિચર્સ જાણો
આજનું રાશિફળ તારીખ : 16-04-2024
UPSCની તૈયારી કરતાં લોકો ગાંઠ બાંધી લો વિકાસ દિવ્યકીર્તિ સરની આ 6 વાત
સાવધાન રહેજો! ગુજરાતમાં હીટવેવના ખતરા વચ્ચે સરકારનો એક્શન પ્લાન તૈયાર
અનંત-રાધિકાની પ્રાઇવેટ પાર્ટીમાં આખા બોલીવુડ માંથી માત્ર આ એક એક્ટ્રેસને મળ્યું આમંત્રણ,જાણો કારણ

CSK એ પાછળની સીઝનનો ડર ભૂલી જવો પડશે

જ્યાં સુધી ચેન્નાઈની વાત છે, એમએસ ધોની (MS Dhoni) ની કેપ્ટન્સી હેઠળની આ ટીમ UAE માં છેલ્લી સીઝનની નિષ્ફળતાને પાછળ રાખીને સંપૂર્ણ રંગમાં જોવા મળી હતી. એટલે કે પ્રથમ હાફમાં 2020 સીઝન પહેલાની ચેન્નઈ સુપર કિંગ્સ જોવા મળી હતી. ટીમે શાનદાર શરૂઆત કરી અને 7 માંથી 5 મેચ જીતી અને પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને રહી હતી. પરંતુ હવે UAE નો પડકાર ફરી એક વખત આ ટીમ સામે છે.ધોનીની ટીમને ગત સિઝનમાં યુએઈમાં તેના સૌથી ખરાબ તબક્કામાંથી પસાર થવું પડ્યું હતું. તે પ્રથમ વખતે ચેન્નાઇ પ્લેઓફમાં સ્થાન મેળવવામાં નિષ્ફળ રહ્યું હતું. જોકે, આ વખતે ટીમ વધુ સારી રીતે તૈયાર દેખાઈ રહી છે. આવી સ્થિતિમાં મુંબઈ માટે પડકાર સરળ બનવાનો નથી એ પણ નક્કી છે.

આ પણ વાંચોઃ IPL 2021: ટૂર્નામેન્ટમાં બીજા તબક્કામાં અનેક નવા ચહેરાઓ જોવા મળશે, BCCI એ જારી કર્યુ ખેલાડીનુ પુરુ લીસ્ટ, જુઓ

આ પણ વાંચોઃ IPL 2021: મુંબઇ ઇન્ડીયન્સે ગુજરાત વતી રમતા રાજકોટના આ ક્રિકેટરને ટીમમાં સમાવ્યો, ઘરેલુ ક્રિકેટમાં દેખાડી ચુક્યો છે દમ

Latest News Updates

રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
ગીતાબાએ સંકલન સમિતિને ભાજપની B ટીમ ગણાવી સવાલો ઉઠાવ્યા
ગીતાબાએ સંકલન સમિતિને ભાજપની B ટીમ ગણાવી સવાલો ઉઠાવ્યા
ભાવનગરમાં ભાજપના ઉમેદવાર નિમુબેન ક્ષત્રિય સમાજે કર્યો વિરોધ- VIDEO
ભાવનગરમાં ભાજપના ઉમેદવાર નિમુબેન ક્ષત્રિય સમાજે કર્યો વિરોધ- VIDEO
વિરોધ વચ્ચે પરશોત્તમ રુપાલાએ શક્તિ પ્રદર્શન કરી ઉમેદવારી ફોર્મ ભર્યુ
વિરોધ વચ્ચે પરશોત્તમ રુપાલાએ શક્તિ પ્રદર્શન કરી ઉમેદવારી ફોર્મ ભર્યુ
રાજ્યમાં આગામી 24 કલાક માવઠાની આગાહી, કમોસમી વરસાદ પડતા તાપમાનમાં ઘટશે
રાજ્યમાં આગામી 24 કલાક માવઠાની આગાહી, કમોસમી વરસાદ પડતા તાપમાનમાં ઘટશે
ગાંધીનગરમાં સરકાર અને ક્ષત્રિય આગેવાનોની બેઠકમાં પણ ન આવ્યો કોઇ નિર્ણય
ગાંધીનગરમાં સરકાર અને ક્ષત્રિય આગેવાનોની બેઠકમાં પણ ન આવ્યો કોઇ નિર્ણય
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોએ આજે વાણી પર નિયંત્રણ રાખવું
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોએ આજે વાણી પર નિયંત્રણ રાખવું
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે રૂપાલાએ જયપુરમાં રાજવી પરિવાર સાથે કરી મુલાકાત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે રૂપાલાએ જયપુરમાં રાજવી પરિવાર સાથે કરી મુલાકાત
સીએમ નિવાસસ્થાને મળી મહત્વપૂર્ણ બેઠક, આંદોલનનો આવશે સુખદ અંત ?
સીએમ નિવાસસ્થાને મળી મહત્વપૂર્ણ બેઠક, આંદોલનનો આવશે સુખદ અંત ?
g clip-path="url(#clip0_868_265)">