IPL Final 2201, CSK vs KKR: ચેન્નાઇ સુપર કિંગ્સે 3 વિકેટે વિશાળ સ્કોર ખડક્યો, કોલકાતાને આપ્યો 193 રનનો પડકાર, ડુ પ્લેસિસની આક્રમક રમત

|

Oct 15, 2021 | 9:23 PM

કોલકાતા નાઇટ રાઇડર્સ (Kolkata Knight Riders) અને ચેન્નાઇ સુપર કિંગ્સ (Chennai Super Kings) બંને IPL વિજેતા ટીમો છે, બંને પાસે ટ્રોફી જીતવાનો અનુભવ છે.

IPL Final 2201, CSK vs KKR: ચેન્નાઇ સુપર કિંગ્સે 3 વિકેટે વિશાળ સ્કોર ખડક્યો, કોલકાતાને આપ્યો 193 રનનો પડકાર, ડુ પ્લેસિસની આક્રમક રમત
Faf du Plessis-Ruturaj Gaikwad

Follow us on

લાંબા સમય થી જેની રાહ જોવાઇ રહી હતી એનો હવે અંત આવી રહ્યો છે. આઇપીએલ 2021ની સિઝન કોરોના કાળમાં અડચણોને પાર કરીને આખરે તેના વિજેતા ઘોષીત કરવાની પળે પહોંચી ચૂકી છે. ચેન્નાઇ સુપર કિંગ્સ (Chennai Super Kings) અને કોલકાતા નાઇટ રાઇડર્સ (Kolkata Knight Riders) વચ્ચે દુબઇમાં આજે ફાઇનલ મેચ રમાઇ રહી છે. ઇયોન મોર્ગને (Eoin Morgan) ટોસ જીતીને પ્રથમ બોલીંગ પસંદ કરી હતી. CSK એ શરુઆત થી જ આક્રમક બેટીંગ અપનાવી હતી. 20 ઓવરના અંતે ચેન્નાઇએ 192 રન 3 વિકેટે કર્યા હતા.

ચેન્નાઇ સુપર કિંગ્સ બેટીંગ ઇનીંગ

ધોની (Dhoni) ટીમે શરુઆત થી આક્રમકતા અપનાવીને રમતની શરુઆત ટોસ હારીને કરી હતી. એક મોટા લક્ષ્યને કોલકાતાને આપવા માટેના ધ્યેય સાથે તોફાની રમત જોવા મળી હતી. ઓપનર ઋતુરાજ ગાયકવાડ અને ફાફ ડુ પ્લેસિસે (Faf du Plessis) 61 રનની ભાગીદારી રમત રમી હતી. ગાયકવાડે 27 બોલમાં 1 છગ્ગા અને 3 ચોગ્ગા વડે 32 રન બનાવ્યા હતા. રોબિન ઉથપ્પાએ 15 બોલમાં 31 રન કર્યા હતા. તેણે 3 છગ્ગા ફટકાર્યા હતા.

ડુ પ્લેસિસે જબરદસ્ત અર્ધશતક સાથેની રમત રમી હતી. પ્લેસિસે શરુઆત થી જ આક્રમક રમત અપનાવી હતી અને તેણે ઓપનર તરીકે આવીને અંતિમ ઓવર સુધી પિચ પર રહી ચેન્નાઇની મોટા પડકારની યોજનાને પાર પાડવાની મહત્વની ભૂમિકા ભજવી હતી. તેણે 59 બોલમાં 86 રન કર્યા હતા. આ દરમ્યાન 3 છગ્ગા અને 7 ચોગ્ગા ફટકાર્યા હતા. મોઇન અલીએ પ્લેસિસને સારો સાથ પૂરાવ્યો હતો. તેણે પણ 3 છગ્ગા સાથે ની આક્રમક રમત રમી હતી. તેણે 20 બોલમાં 37 રન કર્યા હતા. જે દરમ્યાન 2 ચોગ્ગા લગાવ્યા હતા.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

કોલકાતા નાઇટ રાઇડર્સ બોલીંગ

KKR તરફ થી બોલરો વિકેટને મહત્વની મેચમાં શોધતા જ રહી ગયા હતા. સુનિલ નરૈન સિવાયના બોલરો જાણે કે ચેન્નાઇના બેટ્સમેનો સામે બિનઅસરકારક લાગી રહ્યા હતા. એક તો વિકેટ નહોતી મળતી ઉપરથી રન લુટાતા જઇ રહ્યા હતા. સુનિલે ચેન્નાઇ બંને વિકેટોને ઝડપીને સર્જેલા મોકાને પણ અન્ય બેટ્સમેનો ઝડપી શક્યા નહોતા. 4 ઓવર કરીને તેમે 26 રન આપી 2 વિકેટ મેળવી હતી. લોકી ફરગ્યુશને 4 ઓવરમાં 56 રન આપ્યા હતા. શાકિબ અલ હસને 3 ઓવરમાં 33 રન આપ્યા હતા. શિવમ માવીએ 4 ઓવરમાં 32 રન આપ્યા હતા. તેણે અંતિમ ઓવરમાં પ્લિસેસીને અંતિમ બોલે આઉટ કર્યો હતો. વરુણ ચક્રવર્તીએ 4 ઓવરમાં 38 રન આપ્યા હતા. વેંકટેશ ઐય્યરે 1 ઓવરમાં 5 રન આપ્યા હતા.

 

આ પણ વાંચોઃ T20 World Cup 2021: અફઘાનિસ્તાન ના કેપ્ટન મોહમ્મદ નબીને તાલિબાન પર સવાલ કરાયો, જવાબમાં બતાવ્યુ ‘દર્દ’

આ પણ વાંચોઃ SAFF Championship: ભારતીય ફુટબોલ ટીમ ફાઇનલમાં પહોંચી, મહત્વનુ ટાઇટલ જીતવા નેપાળ સાથે શનિવારે ટકરાશે

 

 

Published On - 9:16 pm, Fri, 15 October 21

Next Article