IPL 2021: ખરાબ શરુઆત બાદ ઋતુરાજ ગાયકવાડની રમતે ચેન્નાઇ સુપર કિંગ્સ 156 રનના સ્કોર ખડકી શક્યુ, બોલ્ટ-એડમે CSK ને મુશ્કેલી સર્જી હતી

|

Sep 19, 2021 | 9:21 PM

MI vs CSK: IPL 2021 ના બીજા તબક્કામાં ચેન્નાઇ સુપર કિંગ્સે (Chennai Super Kings) પ્રથમ તબક્કાનુ તેનુ ફોર્મ ગુમાવી દેતી શરુઆતનુ પ્રદર્શન મુંબઇ ઇન્ડીયન્સ (Mumbai Indians) સામે કર્યુ હતુ. જોકે ઋતુરાજ ગાયકવાડે CSK ની લાજ રાખતો સ્કોર ખડકવાની જવાબદારી નિભાવી હતી.

IPL 2021: ખરાબ શરુઆત બાદ ઋતુરાજ ગાયકવાડની રમતે ચેન્નાઇ સુપર કિંગ્સ 156 રનના સ્કોર ખડકી શક્યુ, બોલ્ટ-એડમે CSK ને મુશ્કેલી સર્જી હતી
Ravindra Jadeja-Rituraj Gaekwad

Follow us on

મુંબઇ ઇન્ડીયન્સ અને ચેન્નાઇ સુપર કિંગ્સ (Mumbai Indians vs Chennai Super Kings) વચ્ચેની ટક્કર સાથે જ IPL 2021 પુનઃ શરુ થઇ ચુકી છે. બંને ટીમો વચ્ચેની ટક્કર સ્વાભાવિક જ શાનદાર હોય છે. બંને મજબૂત ટીમો વચ્ચેના જંગ સાથે જ IPL ની બાકી રહેલી 31 મેચોના આગળના તબક્કાનો પ્રારંભ થયો છે. UAE માં રમાઇ રહેલી ટૂર્નામેન્ટની પ્રથમ મેચ દુબઇ આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમમાં રમાઇ રહી છે. જેમાં ટોસ જીતીને ચેન્નાઇની ટીમે પ્રથમ બેટીંગ પસંદ કરી હતી. ચેન્નાઇની ખરાબ શરુઆત રહી હતી. પરંતુ ઋતુરાજ ગાયકવાડ (Ruturaj Gaikwad)ની બેટીંગને લઇને સ્કોરને 156 રન પર પહોંચાડ્યો હતો.

ચેન્નાઇ સુપર કિંગ્સ ભારતમાં રમાયેલ IPL 2021 ના પ્રથમ તબક્કાના તેના ફોર્મ મુજબ શરુઆત કરી શક્યુ નહોતુ. એક માત્ર ઓપનર ઋતુરાજ ગાયકવાડે ટીમની સ્થિતીને સંભાળી શક્યો હતો. જ્યારે અન્ય દિગ્ગજ ખેલાડીઓ એક બાદ એક ઝડપ ભેર પેવલિયન પરત ફર્યા હતા. ધોનીની કેપ્ટનશીપ ધરાવતી ચેન્નાઇની ટીમની શરુઆત જ ખૂબ જ ખરાબ રહી હતી. મુંબઇના બોલરો સામે જાણે ચેન્નાઇ મુશ્કેલ સ્થિતી અનુભવી રહ્યુ હતુ. રોહિત શર્મા ફીટ નહી હોવાને લઇને મેદાનમાં ઉતર્યો નહોતો. તેના બદલે કિયરોન પોલાર્ડ ટીમની આગેવાની સંભાળી રહ્યો છે.

ચેન્નાઇ સુપર કિંગ્સ બેટીંગ

ટીમમાં ફાફ ડુ પ્લેસિસ ની ઉપસ્થિતીને લઇને ટીમને રાહત લાગી રહી હતી. પરંતુ મુંબઇ ના બોલરો સામે ચેન્નાઇની સ્થિતી શરુઆતમાં જ મુશ્કેલ બની ચુકી હતી. ઓપનર ઋતુરાજ ગાયકવાડ અને રવિન્દ્ર જાડેજાને બાદ કરતા કોઇ પિચ પર ટકી શકવામાં સફળ રહ્યુ નહોતુ. બંને એ ટીમની જવાબદારી મુશ્કેલ સમયમાં પોતાના ખભે સ્વિકારી લીધી હતી. ગાયકવાડે શાનદાર છગ્ગા અને ચોગ્ગા સાથે અર્ધશતક લગાવ્યુ હતુ. તેણે 58 બોલમાં 88 રનની અણનમ રમતી રમી હતી. જેણે ટીમને સન્માનજનક સ્કોર પર પહોંચાડવા પ્રયાસ કર્યો હતો. જાડેજા 33 બોલમાં 26 રન કરીને આઉટ થયો હતો.

20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો

જેની પાસે ખૂબ અપેક્ષા હતી એ પ્લેસિસ બોલ્ટના બોલ પર 3 બોલ રમી ને શૂન્ય રન પર આઉટ થયો હતો. ઓલરાઉન્ડર મોઇન અલી પણ 3 બોલ રમીને શૂન્ય રને આઉટ થયો હતો. આમ 1 રનના સ્કોરે પ્રથમ અને 2 રનના સ્કોર પર બીજી વિકેટ ગુમાવી હતી. અંબાતી રાયડૂ એડમ મિલ્નેના બોલ પર ઇજા થવાને લઇને રિટાયર્ડ હર્ટ થઇ મેદાન થી બહાર થયો હતો. 3 બોલ જ રમીને શૂન્ય પર બહાર થવા મજબૂર બન્યો હતો.

સુરેશ રૈના પણ 6 બોલમાં 4 રન કરીને બોલ્ટનો શિકાર થયો હતો. કેપ્ટન એમએસ ધોની પણ 5 બોલમાં 3 રન કરીને મિલ્નેના બોલ પર આઉટ થઇ પરત ફર્યો હતો. એક સમયે 24 રનમાં 4 વિકેટ CSK એ ગુમાવી હતી. આમ 3 નો આંકડો ચેન્નાઇને આજે અનલકી રહ્યો હતો. ડ્વેન બ્રાવોએ 3 છગ્ગા સાથે 7 બોલમાં 23 રન ફટકાર્યા હતા.

મુંબઇ ઇન્ડીયન્સની બોલીંગ

ટ્રેન્ટ બોલ્ટ અને એડમ મિલ્નેએ જબરદસ્ત શરુઆતનુ એટેક કર્યુ હતુ. તેઓએ 2-2 વિકેટ ઝડપી હતી. બંનેએ શાનદાર બોલીંગ વડે દિગ્ગજોને ઝડપ થી પેવેલિયન મોકલીને ચેન્નાઇને મુશ્કેલીમાં મુક્યુ હતુ. જસપ્રિત બુમરાહે પણ પણ 2 વિકેટ ઝડપી હતી.

 

આ પણ વાંચોઃ Tennis: ટેનિસ સ્ટાર સિમોના હાલેપે 12 વર્ષ મોટા બોયફ્રેન્ડ સાથે શરુ કરી જીવનની નવી ઇનીંગ, જુઓ ખૂબસૂરત તસ્વીરો

આ પણ વાંચોઃ IPL 2021: CSK vs MI વચ્ચેની મેચોમાં આ બેટ્સમેનો રન ખડકવામાં મચાવી ચૂક્યા છે તોફાન, જાણો કોણ છે આગળ

Next Article