Breaking News : ભારતીય ટીમ માટે સારા સમાચાર, ઘાયલ ખેલાડીએ બોલિંગ શરૂ કરી,જુઓ વીડિયો
ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડી જસપ્રીત બુમરાહે 4 માર્ચના રોજ ચેમ્પિયન ટ્રોફીની સેમિફાઈનલ પહેલા ભારતીય ચાહકો માટે એક ગુડ ન્યુઝ સામે આવ્યા છે. ઈજા બાદ તે પહેલી વખત નેટમાં બોલિંગ કરતા જોવા મળ્યો છે. તે છેલ્લા એક મહિનાથી ક્રિકેટથી દુર હતો.

ટીમ ઈન્ડિયા ચેમ્પિયન ટ્રોફીની સેમિફાઇનલમાં પહેલા જ સ્થાન બનાવી ચૂકી છે. હજુ ગ્રુપ સ્ટેજમાં એક મેચ બાકી છે. જે 2 માર્ચના રોજ ન્યુઝીલેન્ડ વિરુદ્ધ રમાશે. ત્યારબાદ ભારતીય ટીમને 4 માર્ચના રોજ દુબઈમાં સેમિફાનલ મેચ રમવાની છે. આ મહત્વની મેચ પહેલા ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે ભારતીય ચાહકોને એક ગુડ ન્યુઝ આપ્યા છે.તેમણે બેંગ્લુરુમાં નેશલ ક્રિકેટ એકેડમીમાં બોલિંગ શરુ કરી દીધી છે. બુમરાહે આનો એક વીડિયો પણ શેર કર્યો છે. આ વીડિયો સામે આવ્યા બાદ એવી પણ ચર્ચા થઈ રહી છે કે, શું બુમરાહ સેમિફાઈનલ પહેલા તેની ટીમ ઈન્ડિયામાં એન્ટ્રી થશે ?
શું બુમરાહ ટીમ ઈન્ડિયામાં પ્રવેશ કરશે?
જસપ્રીત બુમરાહને પીઠની ઈજાના કારણે ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર થવું પડ્યું હતું. સ્કેન રિપોર્ટ આવ્યા પછી, તેને NCA મોકલવામાં આવ્યો, જ્યાં તેણે BCCI મેડિકલ સ્ટાફની દેખરેખ હેઠળ રિહેબ શરૂ કર્યું. અંદાજે 1 મહિનાથી મેદાનથી દુર રહેલા બુમરાહે હવે નેટમાં બોલિંગ શરુ કરી દીધી છે. વીડિયોમાં તે ખુબ જોશમાં જોવા મળી રહ્યો છે. પરંતુ 4 માર્ચના રોજ રમાનારી ચેમ્પિયન ટ્રોફીની સેમીફાઈનલમાં તેની એન્ટ્રી મુશ્કેલ લાગે છે. કારણ કે, હવે માત્ર 4 દિવસ રહ્યા છે. તો બીસીસીઆઈ તરફથી આવી કોઈ જાણકારી સામે આવી નથી. રિપોર્ટ મુજબ તે 22 માર્ચના રોજ શરુ થનારી આઈપીએલથી કમબેક કરી શકશે.
View this post on Instagram
ચાહકોમાં ખુશીની લહેર
જસપ્રીત બુમરાહનો વીડિયો જોયા બાદ ચાહકોમાં ખુશીની લહેર ફેલાઈ ગઈ છે. તેઓ ઉત્સુક બન્યા છે અને ચેમ્પિયન્સ ટ્રોફીમાં બુમરાહને રમવાની માંગ કરી રહ્યા છે. કેટલાક તેને સેમિફાઇનલમાં રમતા જોવા માંગે છે તો કેટલાક ફાઇનલમાં. એટલા માટે તેણે બુમરાહના વીડિયો પર ટિપ્પણી કરીને પણ આ માંગણી કરી છે.ચાહકોની આ માંગ પુરી થવી મુશ્કેલ લાગે છે પરંતુ ભારતના આ સ્ટાર ટુંક સમયમાં શાનદાર કમબેક કરવાની આશા છે.