INDvsENG: ઇંગ્લેન્ડ સામે જીતની બાજી વરસાદે બગાડતા ચાહકોએ ઠાલવ્યો રોષ, કહ્યુ અમદાવાદની ટેસ્ટ સારી

|

Aug 09, 2021 | 7:42 PM

ઇંગ્લેન્ડ સામેની પાંચ ટેસ્ટ મેચની શ્રેણીમાં પ્રથમ મેચ નોટિંગહામમાં રમાઇ હતી. વરસાદથી પ્રભાવિત પ્રથમ ટેસ્ટ મેચ પરીણામ વિના જ સમાપ્ત થઇ હતી.

INDvsENG: ઇંગ્લેન્ડ સામે જીતની બાજી વરસાદે બગાડતા ચાહકોએ ઠાલવ્યો રોષ, કહ્યુ અમદાવાદની ટેસ્ટ સારી
Nottingham Test

Follow us on

ભારત અને ઇંગ્લેન્ડ (India vs England) વચ્ચે રમાયેલી, નોટિંગહામ ટેસ્ટ (Nottingham Test) મેચ વરસાદને લઇ પરીણામ વિના જ સમાપ્ત થઇ હતી. ભારત જીતની નજીક પહોંચીને વહેંચાયેલા પોઇન્ટ મેળવીને સંતોષ માનવો પડ્યો છે. ભારતીય ટીમ (Team India) ને પાંચમા દિવસની રમત દરમ્યાન જીત માટે 157 રનની જરુર હતી. પરંતુ પ્રથમ ટેસ્ટ મેચનો પાંચમો દિવસ વરસાદને લઇને સંપૂર્ણ પણે ધોવાઇ ગયો હતો. જેને લઇ સોશિયલ મીડિયા પર ફેન્સે રોષ ઠાલવ્યો છે.

પાંચમો દિવસ વરસાદને લઇને એક બોલની રમત વિના જ સમાપ્ત જાહેર કરી દેવામાં આવ્યો હતો. જેને લઇને મેચનુ પરીણામ જ સામે આવી શક્યુ નહોતુ. આમ બંને ટીમોને પોઇન્ટ વહેંચી દેવામાં આવ્યા હતા. ભારતે જીતની બાજી વરસાદને લઇ ગુમાવી દેવાને લઇને નિરાશા વ્યાપી હતી. તો વળી ફેન્સ પણ ઇંગ્લેન્ડમાં વરસાદી માહોલને લઇને નિરાશ જોવા મળ્યા હતા.

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

નોટિંગહામ અગાઉ સાઉથમ્પટનમાં પણ વરસાદે ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઇનલ મેચમાં વરસાદે રમતની મજા બગાડી હતી. જેને લઇને રમત રીઝર્વ ડે સુધી પહોંચી હતી. આમ રિઝર્વ ડેની રમત થી પરીણામ મેળવી શકાયુ હતુ. પરંતુ નોટિંગહામમાં વરસાદે મેચને પ્રભાવિત કરી હતી. જેને લઇને ફેન્સ સોશિયલ મીડિયા પર ઇંગ્લેન્ડમાં ક્રિકેટ રમવાનુ જ બંધ કરી દેવાનુ કહેવાનો બળાપો ઠાલવ્યો હતો.

તો વળી એક ફેન્સે તો એ પણ કહી દીધુ કે, પરીણામ વિનાની ઇંગ્લેન્ડની ટેસ્ટ મેચ કરતા, અમદાવાદ (Ahmedabad) ની ટેસ્ટ સારી. જેમાં બે દિવસની રમતમાં પણ પરીણામ તો મેળવી શકાય છે. આમ ફેન્સે પોત પોતાના અંદાજથી સોશિયલ મીડિયા પર રોષ નિકાળીને ઇંગ્લેન્ડમાં ક્રિકેટની રમતને લઇને પોષ્ટ શેર કરી હતી. જુઓ આવી જ કેટલીક પોષ્ટ.

 

 

 

આ પણ વાંચોઃ  BCCI: ટીમ સિલેકશન કમિટીમાં કરાશે ફેરફાર, જે આગામી વર્ષે રમાનાર વિશ્વકપની ટીમ પસંદ કરશે

આ પણ વાંચોઃ IND vs ENG: કેએલ રાહુલ નિવેદનને લઈને બોલર જસપ્રિત બુમરાહ પર ભડક્યો, કહ્યુ ખબર નહી કેમ લોકો આમ કહે છે

Next Article