Breaking News: લોર્ડ્સના ઐતિહાસિક મેદાન પર ગુજરાતી દીકરીનો ‘વર્લ્ડ રેકોર્ડ’, ટેસ્ટ સેન્ચુરી ફટકારી રચ્યો ‘નવો ઇતિહાસ’
લંડનના ઐતિહાસિક લોર્ડ્સ ગ્રાઉન્ડ પર ભારતીય મહિલા ક્રિકેટ ટીમે એક નવો ઈતિહાસ રચી દીધો છે. ઈંગ્લેન્ડ સામે રમાઈ રહેલી ટેસ્ટ મેચમાં ભારતની એક સ્ટાર વિકેટકીપર-બેટ્સમેને એવી ધમાકેદાર ઇનિંગ્સ રમી કે, તે ક્રિકેટ જગતમાં લોર્ડ્સના મેદાન પર ટેસ્ટ સદી ફટકારનારી દુનિયાની સૌથી પહેલી મહિલા ખેલાડી બની ગઈ છે.

ક્રિકેટના ઐતિહાસિક ગ્રાઉન્ડ લોર્ડ્સના મેદાન પર ભારતીય મહિલા ક્રિકેટનો એક નવો ઈતિહાસ લખાયો છે. વિકેટકીપર-બેટ્સમેન યાસ્તિકા ભાટિયાએ ઈંગ્લેન્ડ સામેની એકમાત્ર ટેસ્ટ મેચમાં શાનદાર સદી ફટકારીને ઈતિહાસ રચી દીધો છે. તે લોર્ડ્સમાં મહિલા ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં સદી ફટકારનારી પ્રથમ બેટ્સમેન બની ગઈ છે.
25 વર્ષની વિકેટકીપર-બેટ્સમેન યાસ્તિકાએ ત્રીજા દિવસે 145 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. તેણે આ શાનદાર ઇનિંગ્સમાં 12 ચોગ્ગા ફટકાર્યા હતા. આ માત્ર તેની ટેસ્ટ કરિયરની જ પ્રથમ સદી નથી પરંતુ ઇન્ટરનેશનલ ક્રિકેટમાં પણ તેની પ્રથમ સદી છે.
પ્રથમ બોલ પર જ મળ્યું ‘જીવનદાન’
લોર્ડ્સ ટેસ્ટમાં ત્રીજા દિવસે યાસ્તિકાને પોતાની પ્રથમ જ બોલ પર નસીબનો સાથ મળ્યો. ઇંગ્લેન્ડની ફાસ્ટ બોલર લોરેન બેલનો પ્રથમ બોલ તેના ઓફ-સ્ટમ્પ સાથે અથડાયો પરંતુ બેલ્સ પડી નહીં અને તે આઉટ થતા બચી ગઈ. જીવનદાન મળ્યા બાદ યાસ્તિકાએ કોઈ ભૂલ ન કરી અને ધીરજપૂર્વક બેટિંગ કરીને પોતાની સદી પૂરી કરી લીધી. આ મુકાબલો લોર્ડ્સમાં રમાઈ રહેલી પ્રથમ મહિલા ટેસ્ટ છે અને યાસ્તિકાએ તેને વધુ યાદગાર બનાવી દીધી.
More history for India Women at the Lord’s
Yastika Bhatia becomes the first Indian female to get a hundred at the iconic stadium #IndiaWomen #EnglandWomen #ENGWvINDW #YastikaBhatia pic.twitter.com/VIpYOzGTFe
— CricTracker (@Cricketracker) July 12, 2026
ક્રાંતિ ગૌડ બાદ યાસ્તિકાએ રચ્યો ‘ઈતિહાસ’
આ ટેસ્ટ મેચમાં ભારતની ફાસ્ટ બોલર ક્રાંતિ ગૌડે ઈંગ્લેન્ડની પ્રથમ ઇનિંગ્સમાં પાંચ વિકેટ લઈને પહેલાથી જ લોર્ડ્સ ઓનર્સ બોર્ડ પર પોતાનું સ્થાન બનાવી લીધું હતું.
હવે યાસ્તિકા ભાટિયાએ સદી ફટકારીને ઐતિહાસિક કીર્તિમાન રચી દીધો છે. સતત બે દિવસમાં બે ભારતીય મહિલા ખેલાડીઓનું ઓનર્સ બોર્ડ સુધી પહોંચવું એ ભારતીય મહિલા ક્રિકેટ માટે ખૂબ જ ખાસ સિદ્ધિ માનવામાં આવે છે.
યાસ્તિકાની આ ઇનિંગ્સ એવા સમયે આવી, જ્યારે ભારતને મજબૂત સ્થિતિમાં પહોંચાડવાની જવાબદારી તેના ખભા પર હતી. તેણે સંયમ અને આક્રમકતાનું ઉત્તમ સંતુલન દર્શાવીને ઈંગ્લેન્ડના બોલરોને લાંબા સમય સુધી પરેશાન કર્યા અને અંતે ઈતિહાસ રચી દીધો.
ટીમ ઈન્ડિયાની લીડ 300 રન સુધી પહોંચી
નોંધનીય છે કે, ટીમ ઈન્ડિયાએ પોતાની લીડ 300 રન સુધી પહોંચાડી દીધી છે. યાસ્તિકા ભાટિયા 113 રન બનાવીને પેવેલિયન પરત ફરી હતી. તેણે પોતાની ઇનિંગ્સમાં 158 બોલનો સામનો કર્યો અને 14 ચોગ્ગા ફટકાર્યા. સોફી એક્લેસ્ટોને 73મી ઓવરમાં 287 રનના સ્કોર પર યાસ્તિકાને પોતાનો ચોથો શિકાર બનાવી હતી.
