AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ODI વર્લ્ડ કપ 2023ની ટીમ ઈન્ડિયામાં યશસ્વી જયસ્વાલનું નામ જોવા માંગે છે સૌરવ ગાંગુલી

યશસ્વી જયસ્વાલે તાજેતરમાં વેસ્ટ ઈન્ડિઝ સામે ટેસ્ટ ડેબ્યુ કર્યું હતું અને તેની પહેલી જ ટેસ્ટમાં સદી ફટકારી હતી. ગાંગુલીને તેની બેટિંગ ઘણી પસંદ આવી છે અને હવે ગાંગુલી યશસ્વીને વર્લ્ડ કપ માટેની ભારતીય ટીમમાં રમતો જોવા માંગે છે.

ODI વર્લ્ડ કપ 2023ની ટીમ ઈન્ડિયામાં યશસ્વી જયસ્વાલનું નામ જોવા માંગે છે સૌરવ ગાંગુલી
Ganguly & Yashaswi
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 18, 2023 | 10:13 PM
Share

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી (Sourav Ganguly) ઈચ્છે છે કે વેસ્ટ ઈન્ડિઝમાં શાનદાર ડેબ્યૂ કરનાર યશસ્વી જયસ્વાલ (Yashasvi Jaiswal) આ વર્ષે ODI વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાનો ભાગ બને. યશસ્વીએ તાજેતરમાં જ વેસ્ટ ઈન્ડિઝ સામે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું અને પહેલી જ મેચમાં 171 રનની ઈનિંગ રમી હતી. આ મેચમાં યશસ્વી જયસ્વાલ પ્લેયર ઓફ ધ મેચ પણ બન્યો હતો. યશસ્વીની આ ઈનિંગ જોઈને ગાંગુલી ખૂબ જ પ્રભાવિત થયો હતો.

યશસ્વીએ ગાંગુલીનો તોડ્યો હતો રેકોર્ડ

વેસ્ટ ઈન્ડિઝ સામે પહેલી ટેસ્ટમાં યશસ્વીએ પોતાની ઈનિંગથી ગાંગુલીનો રેકોર્ડ તોડ્યો હતો. યશસ્વી ભારતની બહાર ડેબ્યૂ ટેસ્ટમાં સૌથી મોટી ઇનિંગ્સ રમનાર ભારતીય બેટ્સમેન બન્યો હતો. તેના પહેલા આ રેકોર્ડ ગાંગુલીના નામે હતો જેણે 1996માં લોર્ડ્સમાં ઈંગ્લેન્ડ વિરુદ્ધ 131 રન બનાવ્યા હતા.

લાંબા સમય સુધી ભારતીય ટીમમાં રમવાની ક્ષમતા

ગાંગુલીએ ડાબા હાથના બેટ્સમેન યશસ્વીના વખાણ કર્યા છે. એક અહેવાલ મુજબ, ગાંગુલીએ કહ્યું કે તે યશસ્વીને આ વર્ષે ભારત દ્વારા આયોજિત થનારી ODI વર્લ્ડ કપ ટીમમાં જોવા માંગે છે. ગાંગુલીને લાગે છે કે યશસ્વી પાસે એવો સ્વભાવ અને કૌશલ્ય છે જે ખેલાડીને તેની કારકિર્દીમાં આગળ વધવા માટે જરૂરી છે. ગાંગુલીએ કહ્યું કે તેણે યશસ્વીને IPLમાં નજીકથી જોયો છે પરંતુ લાલ બોલની રમત અલગ છે અને કહ્યું કે તેની પાસે ટેસ્ટમાં સફળ થવાની ક્ષમતા છે. ગાંગુલીએ કહ્યું કે તેમને લાગ્યું કે યશસ્વીમાં લાંબા સમય સુધી ભારતીય ટીમમાં રમવાની ક્ષમતા છે.

આ પણ વાંચો : IND vs PAK: પાકિસ્તાનને હરાવતા પહેલા વિરાટ કોહલીને યાદ કરી રહ્યા છે ટીમ ઈન્ડિયાના યુવા ખેલાડીઓ, જુઓ Video

યશસ્વીને ટીમમાં લેવાનું કારણ

ગાંગુલીએ કારણ પણ જણાવ્યું કે શા માટે તે યશસ્વીને ODI વર્લ્ડ કપ ટીમમાં જોવા માંગે છે અને આ કારણ ટેકનિકલ છે. ગાંગુલીએ કહ્યું કે તેને હંમેશા ડાબા હાથના બેટ્સમેન પસંદ છે અને તે ડાબા હાથના બેટ્સમેનોને ટોપ ઓર્ડરમાં જોવાનું પસંદ કરે છે. BCCIના પૂર્વ અધ્યક્ષે કહ્યું કે આનાથી વિરોધી ટીમનું બોલિંગ આક્રમણ દબાણમાં આવે છે. જો કે યશસ્વીની ચીનમાં યોજાનારી એશિયન ગેમ્સની ટીમમાં પસંદગી કરવામાં આવી છે અને તેના માટે વર્લ્ડ કપમાં રમવું અશક્ય છે, કારણ કે એશિયન ગેમ્સના થોડા જ દિવસોમાં જ ભારત વર્લ્ડ કપમાં પહેલી મેચ રમશે.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Follow Us
RTE પેમેન્ટમાં વિલંબથી ભાવનગરની ખાનગી શાળાઓ મુશ્કેલીમાં
RTE પેમેન્ટમાં વિલંબથી ભાવનગરની ખાનગી શાળાઓ મુશ્કેલીમાં
કરજણ: પ્રાથમિક શાળામાં બાળકો પાસે સફાઈ કરાવતો વીડિયો વાયરલ!
કરજણ: પ્રાથમિક શાળામાં બાળકો પાસે સફાઈ કરાવતો વીડિયો વાયરલ!
તંત્રની બદ્દ-નિયતના પાપે ઉપલેટાનો મોજ નદી પરનો બ્રિજ 5 વર્ષથી જર્જરીત
તંત્રની બદ્દ-નિયતના પાપે ઉપલેટાનો મોજ નદી પરનો બ્રિજ 5 વર્ષથી જર્જરીત
વડોદરા: શાકભાજીના ભાવ આસમાને, લીંબુ-લસણ મોંઘા થતાં બજેટ ખોરવાયું
વડોદરા: શાકભાજીના ભાવ આસમાને, લીંબુ-લસણ મોંઘા થતાં બજેટ ખોરવાયું
ભરૂચની 14મી સદીની ઐતિહાસિક ઇમારતનો વિવાદ હાઈકોર્ટમાં પહોંચ્યો
ભરૂચની 14મી સદીની ઐતિહાસિક ઇમારતનો વિવાદ હાઈકોર્ટમાં પહોંચ્યો
વડોદરામાં બે દિવસ પાણીકાપ, 7.8 લાખ લોકોને અસર, જુઓ Video
વડોદરામાં બે દિવસ પાણીકાપ, 7.8 લાખ લોકોને અસર, જુઓ Video
કુડાસણની આલ્ફા PGમાં ABVPનો દરોડો, એક્સપાયર્ડ ભોજનનો દાવો ! Video
કુડાસણની આલ્ફા PGમાં ABVPનો દરોડો, એક્સપાયર્ડ ભોજનનો દાવો ! Video
જૂનાગઢના હીરાપુરમાં 25 ફૂટ લાંબો અજગર રોડ પર દેખાયો, Video
જૂનાગઢના હીરાપુરમાં 25 ફૂટ લાંબો અજગર રોડ પર દેખાયો, Video
Breaking News : ગાંધીનગર મેટ્રો સેવામાં ટેકનિકલ ખામી
Breaking News : ગાંધીનગર મેટ્રો સેવામાં ટેકનિકલ ખામી
મહેનતનું યોગ્ય પરિણામ મળશે, પ્રેમ સબંધોમાં મધુરતા આવશે
મહેનતનું યોગ્ય પરિણામ મળશે, પ્રેમ સબંધોમાં મધુરતા આવશે
g clip-path="url(#clip0_868_265)">