IPL 2024 : ઓરેન્જ કેપની રેસમાં વિરાટ કોહલીથી આગળ નીકળ્યો રિયાન પરાગ, પર્પલ કેપમાં વિદેશી ખેલાડીનો કબજો

|

Mar 29, 2024 | 9:47 AM

IPLમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડીને ઓરેન્જ કેપ અને સૌથી વધુ વિકેટ લેનાર ખેલાડીને પર્પલ કેપ આપવામાં આવે છે. તો ચાલો આજે જાણીએ આ બંન્ને રેસમાં ક્યા ખેલાડીઓ આગળ છે. ફાસ્ટ બોલર મુસ્તફિઝર રહમાન આઈપીએલ 2024ની શરુઆતથી જ પર્પલ કેપ ટોપ પર છે.

IPL 2024 :   ઓરેન્જ કેપની રેસમાં વિરાટ કોહલીથી આગળ નીકળ્યો રિયાન પરાગ, પર્પલ કેપમાં વિદેશી ખેલાડીનો કબજો

Follow us on

રાજસ્થાન રોયલ્સના રિયાન પરાગે દિલ્હી કેપિટલ્સ વિરુદ્ધ 84 રનની ઈનિગ્સ રમ્યા બાદ ઓરેન્જ કેપની રેસમાં બીજા સ્થાને પહોંચી ગયો છે. આઈપીએલ 2024ની 9મી મેચ રાજસ્થાન અને દિલ્હી વચ્ચે રમાય હતી. તેમણે આ રેસમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુના વિરાટ કોહલીને પણ પાછળ છોડ્યો છે. રિયાગ પરાગે દિલ્હી વિરુદ્ધ 84 રનની ઈનિગ્સ રમી હતી. આ ઈનિગ્સના દમ પર તેના નામે આઈપીએલ 2024માં 127 રન થઈ ગયા છે. તેમની આગળ હવે માત્ર સનરાઈઝર્સ હૈદરાબાદનો હેનરિક ક્લાસેન છે. જેમણે 143 રન બનાવ્યા છે અને તે ટોપ પર છે. તો વિરાટ કોહલી 98 રનની સાથે આ લિસ્ટમાં ત્રીજા સ્થાને છે.

ઓરેન્જ કેપની રેસમાં સામેલ ટોપ 5 બેટ્સમેન

ઓરેન્જ કેપની રેસમાં સામેલ ટોપ 5 બેટ્સમેનની વાત કરીએ તો હેનરિક ક્લાસેન, રિયાન પરાગ અને વિરાટ કોહલી સિવાય આ લિસ્ટમાં અન્ય 2 ખેલાડીઓ ભારતીય છે. આરઆરના કેપ્ટન સંજુ સેમસન ચોથા સ્થાને તો સનરાઈઝર્સ હૈદરાબાદના અભિષેક શર્મા 5માં સ્થાને છે.IPLમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડીને ઓરેન્જ કેપ અને સૌથી વધુ વિકેટ લેનાર ખેલાડીને પર્પલ કેપ આપવામાં આવે છે. તો ચાલો આજે જાણીએ આ બંન્ને રેસમાં ક્યા ખેલાડીઓ આગળ છે.

પર્પલ કેપમાં ચહલની એન્ટ્રી

ચેન્નાઈ સુપર કિંગ્સના ફાસ્ટ બોલર મુસ્તફિઝર રહમાન આઈપીએલ 2024ની શરુઆતથી જ પર્પલ કેપ પર ધાક જમાવીને બેઠો છે. તે આ લિસ્ટમાં પહેલા સ્થાને છે. તેમણે અત્યારસુધી રમેલી 2 મેચમાં 6 વિકેટ લીધી છે. રાજસ્થાન અને દિલ્હીની મેચ બાદ ટોપ 5 બોલરમાં યુઝવેન્દ્ર ચહલની એન્ટ્રી થઈ ચૂકી છે. ચહલે દિલ્હી વિરુદ્ધ 3 ઓવરમાં 19 રન આપી 2 વિકેટ લીધી હતી. હવે તેના નામે આઈપીએલ 2024માં 3 વિકેટ થઈ ચૂકી છે. ટોપ 5માં મુસ્તફિઝુરને છોડી અન્ય 4 બોલરના નામે 3-3 વિકેટ છે.

શું તમે જાણો છો દાંત પર કેટલી મિનીટ સુધી બ્રશ કરવું જોઈએ ?
ઉનાળામાં પાણીની પ્લાસ્ટિકની ટાંકીના પાણીને રાખો બરફ જેવુ, અપનાવો આ ટીપ્સ
Kesar Mango : ભારતની કેરી સૌથી વધારે ખવાઈ છે આ દેશમાં
Blood Pressure: આ વિટામિનની ઉણપને કારણે બ્લડપ્રેશર વધે છે! જાણો ક્યાં વિટામિનની ઉણપથી વધે છે બ્લડપ્રેશર!
આજનું રાશિફળ તારીખ : 11-05-2024
ભારતનું આ ગામ કે જ્યાં ભૂતોની થાય છે પૂજા ! જાણો શું છે કારણ

રિયાગ પરાગને રાજસ્થાન રોયલ્સે 2019માં ખરીદ્યો હતો, 2022ના મેગા ઓક્શનનમાં રાજસ્થાને મોટી રકમ ખર્ચ કરી રિયાનને મોટી રકમ ખર્ચીને ખરીદ્યો અને નિષ્ફળતા છતાં તેને જાળવી રાખ્યો. આખરે આ સિઝનમાં તે ફોર્મમાં આવી ગયો છે.

આ પણ વાંચો : IPL 2024: રાજસ્થાને દિલ્હી કેપિટલ્સને 12 રને હરાવ્યું, રિયાન પરાગ મેચનો હીરો બન્યો

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Next Article