IPL 2024: આઈપીએલમાં હજુ 3 એવી ટીમો છે જે પોતાનું ખાતું ખોલી શકી નથી, જુઓ પોઈન્ટ ટેબલ

|

Mar 29, 2024 | 3:06 PM

દિલ્હી કેપિટલ્સને હાર આપ્યા બાદ રાજસ્થાન રોયલ્સના સીએસકેના બરાબરી પર 4 અંક થઈ ચૂક્યા છે. તો હજુ પણ એવી ટીમો છે જેમણે આઈપીએલ 2024માં પોતાનું ખાતું ખોલાવ્યું નથી. આવું છે પોઈન્ટ ટેબલ

IPL 2024: આઈપીએલમાં હજુ 3 એવી ટીમો છે જે પોતાનું ખાતું ખોલી શકી નથી, જુઓ પોઈન્ટ ટેબલ

Follow us on

આઈપીએલ 2024માં 2 ટીમો એવી છે. જે પોતાની એક મેચ પણ હારી નથી. તો 3 ટીમ એવી પણ છે જેમણે અત્યારસુધી ખાતું પણ ખોલ્યું નથી. આઈપીએલમાં 9 મેચ બાદદ પોઈન્ટ ટેબલ ખુબ રસપ્રદ થઈ રહ્યું છે. ટીમો વચ્ચે એક બીજાથી આગળ નીકળવાની રેસ જોવા મળી રહી છે. તો ચાલો આજે આપણે પોઈન્ટ ટેબલ જોઈએ.

બીજા નંબર રાજસ્થાન રોયલ્સની ટીમ

ઈન્ડિયન પ્રીમિયર લીગમાં આપણે પોઈન્ટ ટેબલ જોઈએ તો ઋતુરાજ ગાયકવાડની કેપ્ટનશીપવાળી સીએસકે નંબર વન પર છે. ટીમ 2 મેચ રમી છે અને બંન્ને મેચમાં જીત મેળવી છે. ત્યારબાદ બીજા નંબર રાજસ્થાન રોયલ્સની ટીમ છે, સંજુ સેમસનની કેપ્ટનશીપ વાળી આ ટીમે અત્યારસુધી 2 મેચ રમી છે. બંન્ને પોતાને નામ કરી છે. સીએસ કે અને આરઆરના અંક તો બરાબર છે પરંતુ નેટ રન રેટમાં ફર્ક છે. સીએસકેનો નેટ રન રેટ 1.979નો છે. તો આરઆરનો નેટ રન રેટ0.800નો છે.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

 

 

આજે આરસીબી અને કેકેઆર વચ્ચે મેચ

સનરાઈઝર્સ હૈદરાબાદ, કોલકત્તા નાઈટરાઈડર્સ, પંજાબ કિંગ્સ, આરસીબી અને ગુજરાતની ટીમના 2-2 અંક છે. નેટ રન રેટના આધાર પર રેકિંગનો નિર્ણય થયો છે. આ તમામ ટીમ 2 અંકમાં સૌથી આગળ કેકેઆર છે કારણ કે, તેમણે એક જ મેચમાં 2 અંક મેળવ્યા છે. બાકી ટીમોએ 2-2 મેચમાં 2 અંક મેળવ્યા છે. આજે આરસીબી અને કેકેઆર વચ્ચે મેચમાં જે પણ ટીમ જીતશે તે સીધી નંબર 3 પણ જશે કારણ કે, તેના 4 અંક થઈ જશે.

દિલ્હી કેપિટલ્સ, મુંબઈ ઈન્ડિયન્સ અને લખનૌ આ 3 ટીમ એવી છે, જેમનું હજુ સુધી ખાતું ખોલ્યું નથી, દિલ્હી અને મુંબઈએ 2-2 અને લખનૌ એક મેચ રમી છે. પરંતુ હજુ સુધી પોતાની પહેલી જીત માટે રાહ જોઈ રહી છે.

આ પણ વાંચો : IPL 2024 : 9 મેચ જે ટીમના ઘરઆંગણે રમાય તે ટીમ જીતી છે, તમે જ જોઈ લો આંકડાઓનું લિસ્ટ

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Next Article