AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મોહમ્મદ શમીએ ખરીદી નવી સ્પોર્ટ્સ કાર, આંખના પલકારામાં 100 કિમી પ્રતિ કલાકની ઝડપ પકડી લે છે

મોહમ્મદ શમી (Mohammed Shami) પાસે ઘણી શાનદાર કાર છે. હવે તેણે નવી સ્પોર્ટ્સ કાર પણ ખરીદી છે જેના માટે લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે.

મોહમ્મદ શમીએ ખરીદી નવી સ્પોર્ટ્સ કાર, આંખના પલકારામાં 100 કિમી પ્રતિ કલાકની ઝડપ પકડી લે છે
મોહમ્મદ શમીએ ખરીદી નવી સ્પોર્ટ્સ કારImage Credit source: Twitter
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 20, 2022 | 2:50 PM
Share

Mohammed Shami: ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર મોહમ્મદ શમી આ દિવસોમાં ક્રિકેટના મેદાનથી દૂર છે. શમી એવા ખેલાડીઓમાંથી એક છે જે લક્ઝરી લાઈફસ્ટાઈલ જીવવાનું પસંદ કરે છે. તેના કપડાં, પગરખાં અને ઘડિયાળોથી લઈને તેની વૈભવી જીવનશૈલી ( luxurious lifestyle) દરેક જગ્યાએ દેખાય છે. શમી (Mohammed Shami) એ હવે પોતાના વાહનોના કલેક્શનમાં એક ખૂબ જ મોંઘી કારનો સમાવેશ કર્યો છે, જેની કિંમત જાણીને તમે પણ ચોંકી જશો. જગુઆરની આ લક્ઝરી સ્પોર્ટ્સ કાર (Sports car)માં બે પેટ્રોલ એન્જિન 1997 સીસી અને 5000 સીસીનો ઓપ્શન છે. બંને એન્જિન સાથે ઓટોમેટિક ટ્રાન્સમિશનનો વિકલ્પ આપવામાં આવ્યો છે.

શમીએ જગુઆર (Jaguar F-Type) કાર ખરીદી હતી. ફાસ્ટ બોલિંગ માટે જાણીતા મોહમ્મદ શમીએ પણ આવી જ એક ફાસ્ટ કાર ખરીદ્યી છે. શમીએ સ્પોર્ટ્સ કાર ખરીદી છે. લાલ રંગની જગુઆર એફ-ટાઈપ તેની સ્પીડ માટે જાણીતી છે જે માત્ર 3.7 સેકન્ડમાં 100ની સ્પીડ પકડી લે છે. આ કારની કિંમત 98.5 લાખ એટલે કે લગભગ એક કરોડ રૂપિયા છે. સ્પોર્ટ્સ કારનું પાવરફુલ એન્જિન V8 331 kW છે. આ કારમાં બે લોકો બેસી શકે છે. સીટર કારની ટોપ સ્પીડ 250 kmph છે.

શમીએ વીડિયો શેયર કર્યો છે

શમીએ ઈન્સ્ટાગ્રામ પર બે વીડિયો શેયર કર્યા છે. એક વીડિયોમાં તે કારની ચાવી લેતો જોવા મળ્યો હતો. બીજા વીડિયોમાં તે પોતાની કાર ચલાવતો જોવા મળ્યો હતો. લાલ રંગની કાર ખૂબ જ સ્ટાઈલિશ લાગે છે. આ કાર BMW X5, Maserati Grand Turismo, Volvo XC90 સાથે ટક્કર આપે છે. 31 વર્ષીય શમીએ આ કાર શિવ મોટર્સ પાસેથી ખરીદી છે. શિવ મોટર્સના ડિરેક્ટર અમિત ગર્ગે શમી સાથેનો એક ફોટોગ્રાફ શેયર કર્યો છે. શમી પાસે ટોયોટા ફોર્ચ્યુનર, BMW 5 સિરીઝ અને ઓડી કાર પણ છે. ગયા મહિને શમીએ એક શાનદાર બાઈક ખરીદી છે. નવી Royal Enfield Continental GT 650 સાથે ફોટો શેયર કર્યો હતો.

મોહમ્મદ શમી મેદાનથી દુર

શમી ઈંગ્લેન્ડ પ્રવાસ પર ટીમ ઈન્ડિયા સાથે હતો, જ્યાં તેણે એકમાત્ર ટેસ્ટ મેચ રમી હતી. આ સિવાય તે ODI સિરીઝનો પણ ભાગ હતો. જો કે તે પછી તેને વેસ્ટ ઈન્ડિઝ સિરીઝમાં આરામ આપવામાં આવ્યો હતો. તે ઝિમ્બાબ્વે સામેની વનડે સિરીઝમાં પણ સામેલ નથી. જો કે એશિયા કપમાં તેની વાપસી થવાની આશા છે.

g clip-path="url(#clip0_868_265)">