AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

T20I માં મોહમ્મદ શમીની ગેમ ઓવર ! પસંદગીકારોનું ફરમાન, તે માત્ર વન-ડે અને ટેસ્ટ મેચ જ રમશે

Cricket : મોહમ્મદ શમીએ ભારત તરફથી રમી 17 T20માં 18 વિકેટ લીધી છે. આ દરમિયાન તેની એવરેજ 31.55 રહી છે. જ્યારે સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 15 રનમાં 3 વિકેટ રહ્યું છે.

T20I માં મોહમ્મદ શમીની ગેમ ઓવર ! પસંદગીકારોનું ફરમાન, તે માત્ર વન-ડે અને ટેસ્ટ મેચ જ રમશે
Mohammed Shami (PC: TV9)
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 05, 2022 | 9:45 AM
Share

એશિયા કપ (Asia Cup 2022) માટે ભારતીય ટીમ (Team India) ની પસંદગી કરવાની છે. કહેવામાં આવી રહ્યું છે કે તેના માટે 15ની જગ્યાએ કુલ 17 ખેલાડીઓની પસંદગી કરવામાં આવી શકે છે. પરંતુ તે 17 ભારતીય ચહેરાઓમાં પણ મોહમ્મદ શમી (Mohammed Shami) નું નામ નહીં હોય. શા માટે ખબર છે? કારણ કે પસંદગીકારોએ તેને પોતાનો આદેશ આપ્યો છે. આ સંદેશ મોકલવામાં આવ્યો છે કે હવે T20 ઈન્ટરનેશનલમાં તેની રમત પૂરી થઈ ગઈ છે. હવે જો તેને ટીમમાં પસંદ કરવામાં આવશે તો માત્ર વનડે અને ટેસ્ટ રમવા માટે. આ વાતનો ઉલ્લેખ InsideSport એ શમીને લઈને પોતાના રિપોર્ટમાં કર્યો છે.

મોહમ્મદ શમીએ તેની છેલ્લી T20I મેચ T20 વર્લ્ડ કપ 2021માં રમી હતી. ત્યાર બાદ ટીમ ઈન્ડિયા (Team India) એ હર્ષલ પટેલ, દીપક ચહર જેવા ઘણા બોલરોને અજમાવ્યા છે અને આ જ કારણ છે કે તેમને શમીનો વિકલ્પ મળી શકે છે. મો. શમીની જેમ વોશિંગ્ટન સુંદર પણ ભારતની T20 વર્લ્ડ કપ 2022ની યોજનાનો ભાગ નથી.

ટી20માં મોહમ્મદ શમીની ગેમ ઓવર

ટીમ ઈન્ડિયાની પસંદગી સમિતિના એક સભ્યએ ઈન્સાઈડ સ્પોર્ટને કહ્યું, “મો. શમી હવે યુવાન નથી. તેથી અમે તેને ટેસ્ટ માટે ફ્રેશ રાખવા માંગીએ છીએ. આ જ કારણ છે કે અમે T20I માં તેના નામ પર વિચાર નથી કરી રહ્યા. અમે છેલ્લા T20 વર્લ્ડ કપ પછી તેની સાથે તેના વર્કલોડ મેનેજમેન્ટ વિશે પણ વાત કરી હતી કે હવે અમે કેવી રીતે આગળ વધીશું. હવેથી તે અમારા T20 પ્લાનનો ભાગ નહીં હોય અને અમે ફક્ત યુવા ખેલાડીઓ પર ધ્યાન કેન્દ્રિત કરીશું.

પસંદગીકારોએ મો. શમીને કહ્યુંઃ હવે ટી20 નહીં, માત્ર વન-ડે અને ટેસ્ટ

મોહમ્મદ શમી ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં ટીમ ઈન્ડિયાનો મહત્વનો સભ્ય હતો. તેણે તેની છેલ્લી T20I મેચ ગયા વર્ષના વર્લ્ડ કપમાં રમી હતી. હવે એશિયા કપ 2022 માટે ટીમની પસંદગી કરીને ભારતીય પસંદગીકારો ટીમ ઈન્ડિયા (Team India) નું ચિત્ર સાફ કરવા માંગે છે. પસંદગીકારો દ્વારા શમીને આ અંગેની જાણકારી આપવામાં આવી છે. શમીની જેમ વોશિંગ્ટન સુંદર પણ એશિયા કપ કે T20 વર્લ્ડ કપમાં જગ્યા બનાવવામાં નિષ્ફળ જશે.

g clip-path="url(#clip0_868_265)">