અમદાવાદ-રાજકોટમાં રમાશે ભારતીય ક્રિકેટ ટીમની મેચો, જાણો વર્ષ 2023ના પ્રથમ ત્રણ મહિનાનો કાર્યક્રમ

વર્ષ 2023ના પ્રથમ ત્રણ મહિનામાં ભારતીય ક્રિકેટ ટીમ ઘર આંગણે ત્રણેય ફોર્મેટની સીરીઝ રમશે. આ સીરીઝ માટે આગામી ત્રણ મહિનામાં શ્રીલંકા, ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયાની ટીમો ભારતની ધરતી પર ઉતરશે.

અમદાવાદ-રાજકોટમાં રમાશે ભારતીય ક્રિકેટ ટીમની મેચો, જાણો વર્ષ 2023ના પ્રથમ ત્રણ મહિનાનો કાર્યક્રમ
Indian cricket team Image Credit source: File photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 11, 2022 | 5:51 PM

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ BCCI દ્વારા વર્ષ 2023ના ભારતીય ક્રિકેટ ટીમના શેડ્યૂલની જાહેરાત કરવામાં આવી છે. વર્ષ 2023ની શરુઆતમાં જ ક્રિકેટરસિકોને ધમાકેદાર મેચનો આનંદ માણવાનો અવસર મળશે. ગુજરાતના અમદાવાદ અને રાજકોટના સ્ટેડિયમને ફરી એક વાર આંતરાષ્ટ્રીય મેચોની યજમાની કરવાનો અવસર મળ્યો છે. વર્ષ 2023ના પ્રથમ ત્રણ મહિનામાં ભારતીય ક્રિકેટ ટીમ ઘર આંગણે ત્રણેય ફોર્મેટની સીરીઝ રમશે. આ સીરીઝ માટે આગામી ત્રણ મહિનામાં શ્રીલંકા, ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયાની ટીમ ભારતની ધરતી પર ઉતરશે. ચાલો જાણીએ ત્રણેય ટીમ સામેની અલગ અલગ સીરીઝનો સંપૂર્ણ કાર્યક્રમ.

ભારત – શ્રીલંકા વચ્ચેની સીરીઝનો સંપૂર્ણ કાર્યક્રમ

T20 સીરીઝ

પ્રથમ T20- 3 જાન્યુઆરી, મુંબઈ

બીજી T20- 5 જાન્યુઆરી, પુણે

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

ત્રીજી T20- 7 જાન્યુઆરી, રાજકોટ

ODI સીરીઝ

પ્રથમ ODI- 10 જાન્યુઆરી, ગુવાહાટી

બીજી ODI- 12 જાન્યુઆરી, કોલકાતા

ત્રીજી ODI- 15 જાન્યુઆરી, ત્રિવેન્દ્રમ

વર્ષ 2023ના જાન્યુઆરી મહિનામાં શ્રીલંકા અને ભારતની ક્રિકેટ ટીમો વચ્ચે ટી20 અને વન ડે સીરીઝ રમાશે. જેમાંથી ત્રીજી ટી20 મેચ 7 જાન્યુઆરીના રોજ રાજકોટમાં રમાશે.

ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચેની સીરીઝનો સંપૂર્ણ કાર્યક્રમ

ODI સીરીઝ

1લી ODI- 18 જાન્યુઆરી, હૈદરાબાદ

બીજી ODI- 21 જાન્યુઆરી, રાયપુર

ત્રીજી ODI- 24 જાન્યુઆરી, ઈન્દોર

T20 સીરીઝ

પ્રથમ T20I- 27 જાન્યુઆરી, રાંચી

બીજી T20I- 29 જાન્યુઆરી, લખનૌ

ત્રીજી T20I- 1 ફેબ્રુઆરી, અમદાવાદ

વર્ષ 2023ના જાન્યુઆરી-ફેબ્રુઆરી મહિનામાં ભારત અને ન્યૂઝીલેન્ડની ક્રિકેટ ટીમો વચ્ચે વન ડે અને ટી20 સીરીઝ રમાશે. જેમાંથી ત્રીજી ટી20 મેચ 1 ફેબ્રુઆરીના રોજ અમદાવાદમાં રમાશે.

ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની સીરીઝનો સંપૂર્ણ કાર્યક્રમ

ટેસ્ટ સીરીઝ

પ્રથમ ટેસ્ટ- 9-13 ફેબ્રુઆરી, નાગપુર

બીજી ટેસ્ટ- 17-21 ફેબ્રુઆરી, દિલ્હી

ત્રીજી ટેસ્ટ- 1-5 માર્ચ, ધર્મશાલા

ચોથી ટેસ્ટ- 9-13 માર્ચ, અમદાવાદ

ODI સીરીઝ

પ્રથમ ODI- 17 માર્ચ, મુંબઈ

બીજી ODI- માર્ચ 19- વિઝાગ

ત્રીજી ODI- 22 માર્ચ- ચેન્નાઈ

વર્ષ 2023ના ફેબ્રુઆરી-માર્ચ મહિનામાં ભારત અને ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમો વચ્ચે ટેસ્ટ અને વન ડે સીરીઝ રમાશે. જેમાંથી ચોથી ટેસ્ટ મેચ અમદાવાદમાં 9 થી 13 માર્ચ દરમિયાન રમાશે.

નરેન્દ્ર મોદી સ્ટેડિયમ

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં છેલ્લી ટેસ્ટ મેચ વર્ષ 2021ની 4-6 માર્ચ વચ્ચે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ હતી. આ સ્ટેડિયમમાં છેલ્લી વન ડે મેચ વર્ષ 2022માં ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે 11 ફેબ્રુઆરીના રોજ રમાઈ હતી. આ સ્ટેડિયમમાં છેલ્લી ટી20 મેચ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે વર્ષ 2021ની 20 માર્ચના રોજ રમાઈ હતી. આવનારા સમયમાં ભારત-ન્યૂઝીલેન્ડની ત્રીજી ટી20 મેચ 1 ફેબ્રુઆરીના રોજ આ સ્ટેડિયમમાં રમાશે. જ્યારે ઓસ્ટ્રેલિયા સામેની ચોથી ટેસ્ટ મેચ 9 થી 13 માર્ચ દરમિયાન આ જ સ્ટેડિયમમાં રમાશે.

સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ

આ સ્ટેડિયમમાં છેલ્લી ટેસ્ટ મેચ ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે વર્ષ 2018માં 4-6 ઓક્ટોબર વચ્ચે રમાઈ હતી. આ સ્ટેડિયમમાં છેલ્લી વન ડે મેચ ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્ષ 2020ની 17 જાન્યુઆરીના રોજ રમાઈ હતી. આ સ્ટેડિયમમાં છેલ્લી ટી20 મેચ વર્ષ 2022ની 17 જાન્યુઆરીના રોજ ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાઈ હતી. શ્રીલંકા સામેની ત્રીજી ટી20 મેચ 7 જાન્યુઆરીના રોજ આ સ્ટેડિયમમાં રમાશે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">