AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs SA: ટીમ ઈન્ડિયાએ દક્ષિણ આફ્રિકાને ખરાબ રીતે કચડી નાખ્યું, T20 શ્રેણી 1-1થી ડ્રોમાં સમાપ્ત થઈ

દક્ષિણ આફ્રિકાની ટીમ આ શ્રેણી માટે ભારત આવી હતી પરંતુ ત્રણેય ફોર્મેટમાં માત્ર એક જ જીત મેળવી હતી. ટીમ ઈન્ડિયાએ સાઉથ આફ્રિકાને ODI સિરીઝમાં 3-0થી હરાવ્યું હતું, ત્યારબાદ ભારતીય ટીમે એકમાત્ર ટેસ્ટ મેચ પણ જીતી હતી. જો કે ટી-20 શ્રેણી 1-1થી બરાબર રહી હતી.

IND vs SA: ટીમ ઈન્ડિયાએ દક્ષિણ આફ્રિકાને ખરાબ રીતે કચડી નાખ્યું, T20 શ્રેણી 1-1થી ડ્રોમાં સમાપ્ત થઈ
Indian Women Cricket Team
| Updated on: Jul 09, 2024 | 10:08 PM
Share

ટીમ ઈન્ડિયાએ સાઉથ આફ્રિકા સામેની શ્રેણીનો જબરદસ્ત વિજય સાથે અંત કર્યો છે. T20 સિરીઝની છેલ્લી મેચમાં હરમનપ્રીત કૌરની કેપ્ટન્સીવાળી ટીમ ઈન્ડિયાએ દક્ષિણ આફ્રિકાને એકતરફી રીતે 10 વિકેટથી હરાવ્યું હતું. પ્રથમ મેચમાં હાર અને બીજી મેચ રદ્દ થયા બાદ ટીમ ઈન્ડિયા માટે શ્રેણીમાં બરોબરી કરવાની આ છેલ્લી તક હતી અને આ પ્રસંગે ભારતીય ખેલાડીઓએ પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું. પૂજા વસ્ત્રાકર અને રાધા યાદવની તીક્ષ્ણ બોલિંગ સામે દક્ષિણ આફ્રિકાની આખી ટીમ માત્ર 84 રનમાં જ ધ્વસ્ત થઈ ગઈ હતી, જે ભારતીય ટીમે સ્મૃતિ મંધાનાની અડધી સદીના આધારે 11 ઓવરમાં જ હાંસલ કરી લીધી હતી.

પૂજા-રાધાની તીક્ષ્ણ બોલિંગ

ત્રણ મેચોની શ્રેણીની છેલ્લી મેચ મંગળવારે નવમી જુલાઈએ ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાઈ હતી. આ મેચમાં ટીમ ઈન્ડિયાએ પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ઓલરાઉન્ડર પૂજા વસ્ત્રાકરે દક્ષિણ આફ્રિકાના ટોપ અને મિડલ ઓર્ડરને તબાહ કરી નાખ્યું હતું. તેણે વિસ્ફોટક બેટ્સમેન મેરિજન કેપ, એન્નેકે બોશ અને નાદીન ડેક્લેર્કની વિકેટ લઈને દક્ષિણ આફ્રિકાની મોટા સ્કોર માટેની આશાઓને બરબાદ કરી દીધી હતી. પૂજાએ માત્ર 13 રન આપ્યા અને 3.1 ઓવરમાં 4 વિકેટ લીધી. જ્યારે લેફ્ટ આર્મ સ્પિનર ​​રાધા યાદવે નીચલા ક્રમનો ઝડપથી નિકાલ કર્યો હતો.

ટીમ ઈન્ડિયાએ જીત સાથે શ્રેણીનો અંત કર્યો

કેપ્ટન હરમનપ્રીત કૌર સહિત તમામ ખેલાડીઓએ ફિલ્ડિંગમાં જબરદસ્ત કામ કર્યું અને તેની અસર મેચમાં જોવા મળી. આ વખતે ભારતીય ટીમે એકપણ કેચ છોડ્યો ન હતો, અને ડાઈવિંગ કરીને 2-3 શાનદાર કેચ પણ લીધા હતા. દક્ષિણ આફ્રિકાની ટીમ 17.1 ઓવરમાં માત્ર 84 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ શ્રેણીમાં સતત રન બનાવી રહેલી ઓપનર તઝમીન બ્રિટ્સે આ વખતે પણ સૌથી વધુ 20 રન બનાવ્યા.

મંધાનાએ ઝડપથી રમત પૂરી કરી

ટાર્ગેટ પહેલેથી જ ઘણો નાનો હતો, પરંતુ શાનદાર ફોર્મમાં ચાલી રહેલી વાઈસ કેપ્ટન અને સ્ટાર ઓપનર સ્મૃતિએ દક્ષિણ આફ્રિકાને કોઈ તક આપી ન હતી. સ્મૃતિ અને શેફાલી વર્માએ શરૂઆતથી જ એટેક ચાલુ રાખ્યો હતો. સ્મૃતિએ 11મી ઓવરના પાંચમા બોલ પર સિક્સર ફટકારીને ટીમને જીત અપાવી અને 40 બોલમાં પોતાની મજબૂત અડધી સદી પણ પૂરી કરી. તે 8 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 54 રન બનાવીને અણનમ રહી હતી. જ્યારે શેફાલીએ 27 રન બનાવ્યા હતા.

ટીમ ઈન્ડિયા માટે શાનદાર શ્રેણી

આ સિરીઝ પહેલા ટીમ ઈન્ડિયાએ ગયા મહિને સાઉથ આફ્રિકાને વનડે સિરીઝમાં હરાવ્યું હતું. ટીમ ઈન્ડિયાએ પ્રવાસની શરૂઆતમાં રમાયેલી શ્રેણીમાં 3-0થી ક્લીન સ્વીપ કર્યું હતું. આ પછી રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચ પણ ટીમ ઈન્ડિયાએ જીતી હતી. સ્મૃતિ મંધાનાએ આ બંને શ્રેણીમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું અને 2 સદીની મદદથી 343 રન બનાવ્યા હતા. આ પછી તેણે ટેસ્ટમાં 149 રનની ઈનિંગ રમી હતી. જ્યારે શેફાલી વર્માએ ટેસ્ટ મેચમાં 204 રન બનાવ્યા હતા. સ્નેહ રાણાએ આ ટેસ્ટની પ્રથમ ઈનિંગમાં 8 વિકેટ લઈને ઈતિહાસ રચ્યો હતો. હવે ટીમ ઈન્ડિયાની નજર શ્રીલંકામાં 19 જુલાઈથી શરૂ થઈ રહેલા એશિયા કપ T20 પર રહેશે.

આ પણ વાંચો: ગૌતમ ગંભીર ટીમ ઈન્ડિયાના નવા મુખ્ય કોચ બન્યા, જય શાહે કરી જાહેરાત

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
g clip-path="url(#clip0_868_265)">