IND vs WI: તિલક વર્માએ અડધી સદી ફટકાર્યા બાદ કર્યો ડાન્સ, ઉજવણીનું રોહિત સાથે છે ખાસ કનેક્શન, જુઓ Video

IPLમાં રોહિત શર્માની કપ્તાનીમાં મુંબઈ ઈન્ડિયન્સ માટે રમી રહેલા તિલક વર્માને ટીમ ઈન્ડિયા સુધી પહોંચાડવામાં રોહિતની પણ મોટી ભૂમિકા હતી, તેથી તિલકનું કહેવું હતું કે અડધી સદી ફટકાર્યા બાદ તે પોતાના કેપ્ટન સાથે પણ વાત કરશે.

IND vs WI: તિલક વર્માએ અડધી સદી ફટકાર્યા બાદ કર્યો ડાન્સ, ઉજવણીનું રોહિત સાથે છે ખાસ કનેક્શન, જુઓ Video
Tilak Verma
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 07, 2023 | 8:51 AM

ભારતીય ક્રિકેટ ટીમ માટે વેસ્ટ ઈન્ડિઝનો પ્રવાસ ઉતાર-ચઢાવથી ભરેલો રહ્યો છે. ટીમ ઈન્ડિયા (Team India) ને ટેસ્ટ શ્રેણીમાં આસાનીથી જીત મળી હતી, જ્યારે વનડેમાં તેને થોડો સંઘર્ષ કરવો પડ્યો હતો. T20માં ટીમની હાલત અત્યારે સારી નથી અને તે સતત બે મેચ હારી ચૂક્યા છે. આમ છતાં ત્રણેય ફોર્મેટમાં નવા ખેલાડીઓને લઈ સારા સમાચાર આવ્યા છે.

બીજી T20માં તિલક વર્માનું સેલિબ્રેશન

યશસ્વી જયસ્વાલનું ટેસ્ટમાં જ્યારે મુકેશ કુમારનું પણ ત્રણેય ટેસ્ટ-વનડે માં સફળ ડેબ્યુ રહ્યું હતું અને હવે T20 સિરીઝમાં આ કામ ડાબોડી બેટ્સમેન તિલક વર્મા કરી રહ્યો છે, જેણે પોતાની કારકિર્દીની પ્રથમ બે મેચમાં જોરદાર બેટિંગ કરી હતી. વેસ્ટ ઈન્ડિઝ સામેની બીજી T20માં તિલકે તેની પ્રથમ અડધી સદી ફટકારી હતી, પરંતુ અહીં તેણે ફિફ્ટી પૂરી કર્યા બાદ કરેલા ડાન્સની વધુ ચર્ચા થઈ રહી છે, જેનું કારણ રોહિત શર્માની પુત્રી સાથે છે.

Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તિલકની પહેલી ફિફ્ટી

20 વર્ષીય તિલક વર્માએ T20 સિરીઝની પ્રથમ મેચથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું અને પહેલી T20માં ટીમ માટે સૌથી વધુ 39 રન બનાવ્યા હતા. જો કે આ મેચ ભારત જીતી શક્યું નહીં. બીજી મેચમાં તિલકે તેના પ્રદર્શનમાં વધુ સુધારો કર્યો અને તેની કારકિર્દીની પ્રથમ અડધી સદી ફટકારી હતી. તિલકે 51 રન બનાવ્યા હતા. જો કે, તેના સિવાય ટીમના બાકીના બેટ્સમેનોએ નિરાશ કર્યા અને પછી ભારતનો પરાજય થયો.

રોહિત શર્માની દીકરી માટે તિલકનો ખાસ ડાન્સ

મેચના પરિણામને ધ્યાનમાં લીધા વગર આ બંને મેચમાં તિલક વર્માએ આ મેચને પોતાના માટે યાદગાર બનાવી દીધી હતી. માત્ર મારા માટે જ નહીં, પણ ભારતના ODI અને T20 કેપ્ટન રોહિત શર્માની પુત્રી સમાયરા માટે પણ આ ખાસ મોમેન્ટ હતી. આ યુવા બેટ્સમેને તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીની પ્રથમ અડધી સદી 39 બોલમાં ફટકારી હતી. તેણે પોતાની ફિફ્ટી પૂરી કરતાની સાથે જ તેના બંને અંગૂઠા ઉભા કર્યા અને થોડીક સેકન્ડ માટે ખાસ ડાન્સ કર્યો, જેણે બધાનું ધ્યાન ખેંચ્યું. જે બાદ ખાસ ઉજવણી પાછળનું કારણ શું છે એ અંગે સવાલ થયો હતો.

પ્રેસ કોન્ફરન્સમાં કરી સ્પષ્ટતા

મેચ બાદ પ્રેસ કોન્ફરન્સમાં તિલકને આ અંગે સવાલ પૂછવામાં આવ્યો અને તેનું કારણ સમજાવ્યું, જે દરેકને ખૂબ જ ગમ્યું હતું. સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ વિમલ કુમારે પોતાના વીડિયોમાં આ જાણકારી આપી હતી. તેમના કહેવા પ્રમાણે, તિલકને કહ્યું કે તે હંમેશા રોહિતની દીકરી સાથે રમે છે અને આ રીતે ઉજવણી કરે છે. એટલા માટે તેણે સમાયરાને વચન આપ્યું હતું કે જ્યારે પણ તે આંતરરાષ્ટ્રીય સ્તરે સદી અથવા અડધી સદી ફટકારશે, તે આ રીતે ઉજવણી કરશે.

આ પણ વાંચો : IND vs WI 2nd T20 Result: ભારતની આશાઓ પર ‘પાણી’ ફેરવતી પૂરનની તોફાની અડધી સદી, વેસ્ટ ઈન્ડિઝનો રોમાંચક વિજય

તિલક રોહિત સાથે વાત કરશે

તિલક વર્મા IPLમાં રોહિતની કેપ્ટનશીપમાં મુંબઈ ઈન્ડિયન્સનો ભાગ છે. મુંબઈએ 2022ની મેગા ઓક્શનમાં જ તિલકને ખરીદ્યો હતો અને તેની બંને સિઝનમાં તિલકે શાનદાર બેટિંગ કરીને મુંબઈની બેટિંગમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું હતું. તિલકે એ પણ કહ્યું કે તે રોહિત શર્મા સાથે વાત કરશે કારણ કે મુંબઈના કેપ્ટને હંમેશા તેને સપોર્ટ કર્યો છે અને તેને કહ્યું છે કે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં પોતાને કેવી રીતે સેટ કરવો.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">