IND vs WI: યુઝવેન્દ્ર ચહલ વેસ્ટ ઇન્ડીઝ સામે અનોખી સદી સાથે બની શકે છે પ્રથમ ભારતીય ખેલાડી
ભારતીય પુરૂષ ક્રિકેટ ટીમ હાલમાં વેસ્ટ ઇન્ડીઝના પ્રવાસ પર છે અને ટેસ્ટ અને વનડે શ્રેણીમાં જીત મેળવ્યા બાદ ભારતીય ક્રિકેટ ટીમ હવે ટી20 શ્રેણીમાં પણ જીત સાથે પ્રવાસનો અંત કરવા માગશે. પાંચ મેચની ટી20 શ્રેણીની શરૂઆત 3 ઓગસ્ટથી થશે. પ્રથમ ત્રણ મેચ વેસ્ટ ઇન્ડીઝમાં જ્યારે છેલ્લી બે મેચ અમેરિકામાં રમાશે.

ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં વેસ્ટ ઇન્ડીઝના પ્રવાસ પર છે. બે મેચની ટેસ્ટ શ્રેણીમાં ભારતીય ટીમે 1-0 જીત મેળવી હતી જ્યારે ત્રણ મેચની વનડે શ્રેણીમાં ભારતે 2-1 થી જીત મેળવી હતી. બે ટેસ્ટમાંથી પ્રથમ ટેસ્ટમાં ભારતની જીત થઇ હતી જ્યારે બીજી ટેસ્ટ ડ્રો રહી હતી. વનડે શ્રેણીની વાત કરીએ તો પ્રથમ મેચમાં ભારતની જીત થઇ હતી જ્યારે બીજી મેચમાં વેસ્ટ ઇન્ડીઝની ટીમે જીત મેળવી શ્રેણી બરાબર કરી હતી પરંતુ અંતિમ મેચમાં ભારતે જીત મેળવીને શ્રેણી 2-1 થી જીતી લીધી હતી. 3 ઓગસ્ટથી ભારત અને વેસ્ટ ઇન્ડીઝ (India vs West Indies T20 Series) વચ્ચે પાંચ મેચની ટી20 શ્રેણીની શરૂઆત થવા જઇ રહી છે જેમાં ભારતીય ટીમના સ્પિનર યુઝવેન્દ્ર ચહલ પાસે મોટી ઉપલબ્ધિ હાંસિલ કરવાની તક છે.
આ પણ વાંચો: World Cup 2023: ભારત અને પાકિસ્તાન સહિત અન્ય મેચની તારીખ પણ બદલાશે, વિશ્વ કપના શેડ્યૂલમાં થશે મોટા ફેરફાર!
ચહલની અનોખા રેકોર્ડ પર નજર
યુઝવેન્દ્ર ચહલએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 91 વિકેટ લીધી છે અને તે 100 વિકેટથી માત્ર 9 વિકેટ જ દૂર છે. ચહલ 9 વિકેટ લેવાની સાથે 100 વિકેટ લેનાર પ્રથમ ભારતીય બોલર બની શકે છે. ભારતીય ટીમ તરફથી ચહલ બાદ ભૂવનેશ્વર કુમારે સૌથી વધુ 90 વિકેટ લીધી છે. ચહલની જો વાત કરીએ તો તેણે 75 મેચમાં 91 વિકેટ લીધી છે જેમાં 25 રન આપીને 6 વિકેટ તેનુ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે. તેણે 4 કે તેથી વધુ વિકેટ 3 વખત લીધી છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં અત્યાર સુધી 7 બોલર એવા છે જેમણે 100 કે તેથી વધુ વિકેટ લીધી છે.
આંતરરાષ્ટ્રીય ટી20 ક્રિકેટમાં 100 કે તેથી વધુ વિકેટ
- શાકિબ અલ હસન (બાંગ્લાદેશ)- 140 વિકેટ
- ટીમ સાઉધી (ન્યૂઝીલેન્ડ)- 134 વિકેટ
- રાશીદ ખાન (અફઘાનિસ્તાન)- 130 વિકેટ
- ઇશ સોઢી (ન્યૂઝીલેન્ડ)- 118 વિકેટ
- લસિથ મલિંગા (શ્રીલંકા)- 107 વિકેટ
- શાદાબ ખાન (પાકિસ્તાન)- 104 વિકેટ
- મુસ્તફિઝુર રહેમાન (બાંગ્લાદેશ)- 103 વિકેટ
ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે ટી20 શ્રેણીનું કાર્યક્રમ
- પ્રથમ મેચ- 3 ઓગસ્ટ, ટ્રીનીડેડ
- બીજી મેચ- 6 ઓગસ્ટ, ગયાના
- ત્રીજી મેચ- 8 ઓગસ્ટ, ગયાના
- ચોથી મેચ- 12 ઓગસ્ટ, ફ્લોરિડા
- પાંચમી મેચ- 13 ઓગસ્ટ, ફ્લોરિડા
તમામ પાંચ મેચ ભારતીય સમય પ્રમાણે સાંજે 8 વાગ્યે શરૂ થશે. પાંચ મેચમાંથી છેલ્લી બે મેચ અમેરિકાના ફ્લોરિડામાં રમાશે.