AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs WI: શુભમન ગિલનો દુષ્કાળ સમાપ્ત, 5 ઇનિંગ્સમાં નિષ્ફળતા બાદ ફટકારી દમદાર ફિફ્ટી

શુભમન ગિલ છેલ્લી સતત 5 ઈનિંગ્સમાં કોઈ અસર છોડી શક્યો ન હતો. અંતે ત્રીજી ODIમાં ગિલે રનનો વરસાદ કર્યો અને શાનદાર અડધી સદી ફટકારીને લયમાં પાછા ફરવાનો સંકેતો આપ્યો હતો.

IND vs WI: શુભમન ગિલનો દુષ્કાળ સમાપ્ત, 5 ઇનિંગ્સમાં નિષ્ફળતા બાદ ફટકારી દમદાર ફિફ્ટી
Shubman Gill
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 02, 2023 | 12:00 AM
Share

વેસ્ટ ઈન્ડિઝ (West Indies) પ્રવાસ પર સતત રન માટે ઝઝૂમી રહેલા ભારતીય ક્રિકેટ ટીમ (Team India)ના યુવા સ્ટાર બેટ્સમેન શુભમન ગિલનું બેટ આખરે જોરદાર ચાલ્યું હતું. તે પણ ODI શ્રેણીની છેલ્લી મેચમાં. આ વર્ષે શાનદાર ફોર્મમાં ચાલી રહેલ શુભમન ગિલ (Shubman Gill) વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસમાં સતત નિષ્ફળતાનો સામનો કરી રહ્યો હતો અને તે સતત 5 ઈનિંગ્સમાં કોઈ અસર છોડી શક્યો ન હતો. અંતે, ત્રીજી ODIમાં ગિલે રનનો વરસાદ કર્યો અને શાનદાર અડધી સદી ફટકારીને લયમાં પાછા ફરવાનો સંકેતો આપ્યો.

શુભમન ગિલે અડધી સદી ફટકારી

ત્રિનિદાદમાં ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની છેલ્લી ODIમાં શુભમન ગિલે જોરદાર અડધી સદી ફટકારી હતી. વેસ્ટ ઈન્ડિઝના આ પ્રવાસ પર ગિલે પહેલીવાર એક ઈનિંગમાં 50નો આંકડો પાર કર્યો હતો. આ પહેલા તે ત્રણ ટેસ્ટ ઇનિંગ્સ અને બે વનડેમાં ખરાબ રીતે ફ્લોપ રહ્યો હતો. ગિલે આ 5 ઇનિંગ્સમાં માત્ર 86 રન બનાવ્યા હતા, પરંતુ તેણે ત્રીજી વનડેમાં તેની બરાબરી કરી લીધી હતી.

ઈશાન કિશન સાથે રેકોર્ડ ભાગીદારી કરી

પ્રથમ બેટિંગ કરતા ગિલે ટીમ ઈન્ડિયા માટે ઓપનિંગમાં જોરદાર અડધી સદી ફટકારી હતી. ગિલે 51 બોલમાં પોતાની ODI કારકિર્દીની છઠ્ઠી અડધી સદી ફટકારી હતી. આ દરમિયાન ગિલે ઈશાન કિશન સાથે 143 રનની ઓપનિંગ ભાગીદારી કરી, જે વેસ્ટ ઈન્ડિઝમાં ભારતની સૌથી મોટી ઓપનિંગ ભાગીદારીનો નવો રેકોર્ડ છે.

શુભમન સદી ચૂકી ગયો

આ વર્ષની શરૂઆતમાં ઘણી મોટી ઇનિંગ્સ રમી ચૂકેલ ગિલ બીજા મજબૂત સ્કોર તરફ આગળ વધી રહ્યો હતો પરંતુ 39મી ઓવરમાં લેગ-સ્પિનર ​​યાનિક કેરિયાના બોલને ફટકારવાના પ્રયાસમાં મિડવિકેટ પર કેચ થયો હતો. તેણે 92 બોલમાં 11 ચોગ્ગાની મદદથી 85 રન બનાવ્યા હતા.

આ પણ વાંચો : IND vs WI: સંજુ સેમસન ફિફ્ટી ફટકાર્યા બાદ થયો આઉટ, લાંબી ઇનિંગ રમવાની તક ચૂકી ગયો

શુભમન આ વર્ષે દમદાર ફોર્મમાં

આ વર્ષની શરૂઆતમાં શુભમન ગિલ શાનદાર ફોર્મમાં હતો અને તેણે ઘણી સારી ઇનિંગ્સ રમી હતી. જોકે 85 રનની આ ઈનિંગ તેના માટે મોટી રાહત હતી, કારણ કે આ પહેલા તે આખી સિરીઝમાં નિષ્ફળ રહ્યો હતો. આ પહેલા તે માર્ચમાં ઓસ્ટ્રેલિયા સામેની વનડે શ્રેણીમાં પણ નિષ્ફળ ગયો હતો. તે 3 ઇનિંગ્સમાં માત્ર 57 રન જ બનાવી શક્યો હતો. જો કે, આ પહેલા તેણે જાન્યુઆરીમાં ન્યૂઝીલેન્ડ અને શ્રીલંકા સામે બેવડી સદી સહિત કુલ 3 ODI સદી ફટકારી હતી.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Follow Us
સુરત ટેક્સ્ટાઇલ માર્કેટની પહેલ: ઇંધણ અને ટ્રાફિક સમસ્યા નિવારવા અભિયાન
સુરત ટેક્સ્ટાઇલ માર્કેટની પહેલ: ઇંધણ અને ટ્રાફિક સમસ્યા નિવારવા અભિયાન
અમદાવાદમાં જમીન વિવાદ મુદ્દે ધોળે દિવસે 5 રાઉન્ડ ફાયરિંગ, જુઓ Video
અમદાવાદમાં જમીન વિવાદ મુદ્દે ધોળે દિવસે 5 રાઉન્ડ ફાયરિંગ, જુઓ Video
ભાવનગરના મહુવામાં જૂની અદાવતમાં બે જૂથ વચ્ચે ધીંગાણું, જુઓ Video
ભાવનગરના મહુવામાં જૂની અદાવતમાં બે જૂથ વચ્ચે ધીંગાણું, જુઓ Video
વીરપુર ગામમાં સાવજના ધામા, પાણી પી આરામ કરતો Video Viral
વીરપુર ગામમાં સાવજના ધામા, પાણી પી આરામ કરતો Video Viral
ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીની હનુમંત કથા સામે પાટીદાર અગ્રણીનો વિરોધ
ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીની હનુમંત કથા સામે પાટીદાર અગ્રણીનો વિરોધ
અમદાવાદ: મનપાના નવનિયુક્ત મેયર એક્શન મોડમાં, Watch Video
અમદાવાદ: મનપાના નવનિયુક્ત મેયર એક્શન મોડમાં, Watch Video
બકરી ઈદ પર વિવાદિત નિવેદન આપી NRI ઇન્ફ્લુએન્સરે વિવાદ છંછેડ્યો
બકરી ઈદ પર વિવાદિત નિવેદન આપી NRI ઇન્ફ્લુએન્સરે વિવાદ છંછેડ્યો
આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ ગેંગનો પર્દાફાશ, પાકિસ્તાનનું કનેક્શન
આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ ગેંગનો પર્દાફાશ, પાકિસ્તાનનું કનેક્શન
પાકિસ્તાનથી આવી રહેલા જહાજમાંથી 200 કરોડનું ડ્રગ્સ ઝડપાયું
પાકિસ્તાનથી આવી રહેલા જહાજમાંથી 200 કરોડનું ડ્રગ્સ ઝડપાયું
TV9 ના અહેવાલની ધારદાર અસર..
TV9 ના અહેવાલની ધારદાર અસર..
g clip-path="url(#clip0_868_265)">