AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

India vs West Indies, 3rd ODI, Live Score: સિરાજે શરુઆતમાં જ ધમાલ મચાવી, પ્રથમ બોલ પર ગીલ્લી ઉડાવી, ત્રીજા બોલે બીજી વિકેટ ઝડપી

IND Vs WI 3rd ODI Match Live Updates: ભારતે સિરીઝમાં 2-0 થી અજેય સરસાઈ મેળવી છે, હવે ક્લીન સ્વીપ કરવાનો ઇરાદો

India vs West Indies, 3rd ODI, Live Score: સિરાજે શરુઆતમાં જ ધમાલ મચાવી, પ્રથમ બોલ પર ગીલ્લી ઉડાવી, ત્રીજા બોલે બીજી વિકેટ ઝડપી
Team India 2-0 થી અજેય
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 28, 2022 | 1:18 AM
Share

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ (India vs West Indies) વચ્ચે ત્રણ મેચની વનડે સીરીઝની ત્રીજી અને અંતિમ મેચ આજે રમાઈ રહી છે. ભારતીય ટીમે પ્રથમ બે વનડે જીતીને શ્રેણીમાં 2-0ની અજેય સરસાઈ મેળવી લીધી છે. ભારતના કેપ્ટન શિખર ધવને (Shikhar Dhawan) ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. આ સિરીઝમાં પ્રથમ વખત શિખર ધવને ટોસ જીત્યો છે. વેસ્ટ ઈન્ડિઝની ટીમે આ સિરીઝમાં ઘણી તાકાત બતાવી છે પરંતુ તે મેચનું પરિણામ પોતાની તરફેણમાં ફેરવી શકી નથી. ભારતે (Indian Cricket Team) પ્રથમ વનડે ત્રણ રનથી જ્યારે બીજી વનડે બે વિકેટે જીતી હતી.

મેચની લાઇવ અપડેટ્સ

  •  ભારતના કેપ્ટન શિખર ધવને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે.
  • ટીમ ઈન્ડિયા પ્લેઈંગ ઈલેવન: શિખર ધવન, શુભમન ગિલ, શ્રેયસ ઐયર, સૂર્યકુમાર યાદવ, સંજુ સેમસન, દીપક હુડા, અક્ષર પટેલ, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ સિરાજ, યુઝવેન્દ્ર ચહલ, પ્રસિદ્ધ કૃષ્ણા.
  • વેસ્ટ ઈન્ડિઝ પ્લેઈંગ ઈલેવન: શાઈ હોપ, બ્રેન્ડન કિંગ, કીઝ કાર્ટી, નિકોલસ પૂરન, શમરાહ બ્રૂક્સ, કાયલ મેયર્સ, કીમો પોલ, જેસન હોલ્ડર, અકીલ હુસેન, જેડન સીલ્સ
  • પ્રથમ ઓવર લઈને જેસન હોલ્ડર આવ્યો હતો. ઓવરના ત્રીજા બોલ પર જ શિખર ઘવને કવર પોઈન્ટમાં શાનદાર બાઉન્ડરી ફટકારી હતી. મેચનો આ પ્રથમ ચોગ્ગો હતો.
  • 10 ઓવર સમાપ્ત થઈ છે. ભારતે વિના કોઈ વિકેટ ગુમાવ્યે 45 રન નોંધાવ્યા. શિખર ધવને 32 બોલમાં 23 અને શુભમન ગિલે 28 બોલમાં 22 રન નોંધાવી રમતમાં છે.
  • ધવન ફીફટીઃ 18મી ઓવરમાં શિખર ધવને કીમો પોલના બોલ પર બે રન લઈને પોતાની અડધી સદી નોંધાવી છે. આ તેની 37મી વન ડે અડધી સદી છે.
  • 20 ઓવરના અંતે ભારતનો સ્કોર 101 રન થયો છે. ભારતીય ટીમે એક પણ વિકેટ ગુમાવ્યા વિના આ સ્કોર નોંધાવ્યો છે. ધવન અડધી સદી નોંધાવી ચૂક્યો છે અને ગિલ અર્ધશતકની નજીક છે.
  • ગિલ ફીફટીઃ 22 મી ઓવરના અંતિમ બોલ પર સિંગલ રન લેવા સાથે જ ઓપનર ગિલે પોતાની અડધી સદી નોંધાવી છે. તેણે 60 બોલમાં પોતાની આ અડધી સદી નોંધાવી છે. વન ડેમાં આ તેની બીજી ફીફટી છે.
  • શિખર ધવન આઉટ. ભારતે પ્રથમ વિકેટ 113 રનના સ્કોર પર ગુમાવી છે. ધવને ગુગલી બોલને ફ્લીક કરવાનો પ્રયાસ કર્યો હતો અને બોલ હવામાં હતો, આમ નિકોલસ પૂરને આસાન કેચ ઝડપ્યો હતો. ધવને 74 બોલમાં 58 રન નોંધાવ્યા હતા.
  • 24 ઓવર બાદ રમત વરસાદને કારણે રોકાઈ ગઈ છે. ભારતનો સ્કોર અત્યાર સુધી 115/1 નોંધાયો છે.
  • વરસાદ રોકાતા રમત ફરી શરુ થઈ, પરંતુ વરસાદે સમય ખરાબ કરતા બંને ટીમોની 10-10 ઓવરની રમત ઘટાડી દેવાઈ છે. એટલે કે હવે 40-40 ઓવરની રમત રમાશે.
  • અય્યર આઉટઃ 33મી ઓવરના ત્રીજા બોલ પર શ્રેયસ અય્યરે વિકેટ ગુમાવી હતી. તેણે લોંગ ઓન પર પોલને અકીલ હુસેનના બોલ પર કેચ આપ્યો હતો. તે 34 બોલમાં 44 રન નોંધાવીને પરત ફર્યો હતો.
  • ગિલ સદીથી 2 રન દૂર છે અને ત્યાં હવે વરસાદ વરસતા તેની સદી પૂરી થવાને લઈ તેને ચિંતા સતાવવા લાગી છે. વરસાદે મેચમાં બીજી વાર વિક્ષેપ સર્જ્યો.
  • ભારતીય ઈનીંગ 225 રન 3 વિકેટે સમાપ્ત જાહેર કરાઈ, 36 ઓવર બાદ ફરી વરસાદ વરસતા કરાયો નિર્ણય, વેસ્ટ ઈન્ડિઝ ને 35 ઓવરમા 257 રનનુ લક્ષ્ય મળ્યુ.
  • સિરાજે તેની પ્રથમ અને ઈનીંગની બીજી ઓવરના પ્રથમ બોલ પર જ મેયર્સની વિકેટ ઝડપી હતી. સિરાજે મેયર્સને ક્લીન બોલ્ડ કરી દેતા ગોલ્ડ ડક વિકેટ ગુમાવી પરત ફર્યો હતો.

આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
g clip-path="url(#clip0_868_265)">