India vs West Indies 2nd ODI Playing 11: વેસ્ટ ઈન્ડિઝ અને ભારતની પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર, જાણો પ્લેઈંગ ઈલેવન

|

Jul 24, 2022 | 7:16 PM

IND vs WI Todays Match Prediction Squads: ભારતીય ટીમે પ્રથમ મેચ 3 રને જીતીને શ્રેણીમાં 1-0ની લીડ મેળવી હતી.

India vs West Indies 2nd ODI Playing 11: વેસ્ટ ઈન્ડિઝ અને ભારતની પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર, જાણો પ્લેઈંગ ઈલેવન
Team India 1-0 થી સરસાઈ ધરાવે છે

Follow us on

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ (India vs West Indies) વચ્ચે ત્રણ મેચની વનડે શ્રેણીની બીજી મેચ રવિવાર 24 જુલાઈએ પોર્ટ ઓફ સ્પેનના ક્વીન્સ પાર્ક ઓવલ ખાતે રમાઈ રહી છે. આ મેદાન પર શુક્રવારે 22 જુલાઈએ પ્રથમ મેચ રમાઈ હતી, જેમાં ભારતે (Indian Cricket Team) રોમાંચક અંદાજમાં 3 રને જીત મેળવી હતી. હવે વેસ્ટ ઈન્ડિઝ શ્રેણીમાં વાપસી કરવાનો પ્રયાસ કરી રહી છે. વેસ્ટ ઈન્ડિઝના કેપ્ટન નિકોલસ પૂરને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. ભારત તરફથી આ મેચ સાથે ઝડપી બોલર અવેશ ખાન ડેબ્યૂ કરી રહ્યો છે.

આ મેચ માટે બંને ટીમોએ પોતાની પાછલી પ્લેઈંગ ઈલેવનમાં માત્ર એક-એક ફેરફાર કર્યો છે. ટીમ ઈન્ડિયાએ યુવા ફાસ્ટ બોલર અવેશ ખાનને પ્લેઈંગ ઈલેવનમાં તક આપી છે. અવેશને ઝડપી બોલર પ્રસિદ્ધ કૃષ્ણાના સ્થાને સામેલ કરવામાં આવ્યો છે, જેના માટે અગાઉની મેચ સારી રહી ન હતી. તેણે 10 ઓવરમાં 62 રન આપ્યા હતા અને તેમાં કોઈ સફળતા મળી ન હતી. હવે અવેશ ખાનને તક આપવામાં આવી રહી છે.

કારકિર્દીની શરૂઆત વેસ્ટ ઈન્ડિઝ સામે જ થઈ હતી

અવશે આ વર્ષની શરૂઆતમાં વેસ્ટ ઈન્ડિઝ સામે T20 ક્રિકેટમાં આંતરરાષ્ટ્રીય ડેબ્યુ કર્યું હતું. જો કે તે મેચમાં તે કોઈ સફળતા હાંસલ કરી શક્યો ન હતો, પરંતુ ત્યારથી તે વધુ સારો થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયા અને અવેશ પોતે આશા રાખશે કે વનડે ડેબ્યૂમાં સફળતા મળશે. અવેશને સપોર્ટ કરવા માટે મોહમ્મદ સિરાજ અને શાર્દુલ ઠાકુર પેસ બોલિંગની જવાબદારી સંભાળશે.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

વિન્ડીઝ ખેલાડી ઈજાગ્રસ્ત

જ્યાં સુધી યજમાન વેસ્ટ ઈન્ડિઝની વાત છે તો ટીમમાં ફેરફાર કરવાની ફરજ પડી છે. છેલ્લી મેચમાં રમનાર સ્પિનર ​​ગુડકેશ મોતીને અંગૂઠામાં ફ્રેક્ચર થવાને કારણે આ મેચમાંથી બહાર બેસવું પડ્યું હતું. ગુડકેશ પ્રથમ મેચમાં પ્રભાવિત થયો હતો અને બે વિકેટ ઝડપી હતી. તેના સ્થાને લેગ-સ્પિનર ​​હેડન વોલ્શ જુનિયરનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેણે તેની કારકિર્દીમાં અત્યાર સુધી 20 ODI રમી છે અને તેના ખાતામાં 28 વિકેટ છે.

IND vs WI: આજની પ્લેઇંગ XI

ભારત: શિખર ધવન (કેપ્ટન), શુભમન ગિલ, શ્રેયસ ઐયર, દીપક હુડા, સૂર્યકુમાર યાદવ, સંજુ સેમસન (વિકેટકીપર), અક્ષર પટેલ, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ સિરાજ, અવેશ ખાન, યુઝવેન્દ્ર ચહલ

વેસ્ટ ઈન્ડિઝ: નિકોલસ પૂરન (કેપ્ટન), શી હોઈ, શમરાહ બ્રૂક્સ, બ્રાન્ડોન કિંગ, કાયલ મેયર્સ, રોવમેન પોવેલ, જેડન સીલ્સ, અલઝારી જોસેફ, રોમારિયો શેફર્ડ, હેડન વોલ્શ જુનિયર, અકીલ હુસૈન.

 

Published On - 6:55 pm, Sun, 24 July 22

Next Article