India vs South Africa, 2nd T20, Score Update: ભારતે 16 રનથી મેળવ્યો વિજય, ડેવિડ મિલરે તોફાની સદી નોંધાવી

IND vs SA 2nd T20 Match Updates: ભારતે પ્રથમ ટી20 મેચ જીતી લઈને સિરીઝમાં 1-0 થી સરસાઈ મેળવી છે. બીજી ટી20 મેચ ગુવાહાટીમાં રમાઈ રહી છે.

India vs South Africa, 2nd T20, Score Update: ભારતે 16 રનથી મેળવ્યો વિજય, ડેવિડ મિલરે તોફાની સદી નોંધાવી
Team India એ પ્રથમ મેચ જીતી સરસાઈ મેળવી હતી
TV9 GUJARATI

| Edited By: Avnish Goswami

Oct 02, 2022 | 11:10 PM

ભારતીય ટીમે (Indian Cricket Team) તિરુવનંતપુરમમાં રમાયેલી પ્રથમ મેચમાં શાનદાર રમત બતાવીને જીત મેળવી હતી. આ સાથે ભારત અને દક્ષિણ આફ્રિકા (India Vs South Africa) વચ્ચેની ત્રણ મેચની T20I શ્રેણીમાં 1-0 ની લીડ મેળવી હતી. હવે ગુવાહાટીમાં આજે રમાનાર બીજી મેચમાં ભારતની નજર સીરીઝ જીતવા પર રહેશે. જો ટીમ ઈન્ડિયા (Team India) આ કાર્યમાં સફળ રહેશે તો તે પ્રથમ વખત ઘરઆંગણે દક્ષિણ આફ્રિકાને T20 શ્રેણીમાં હરાવી શકશે. તે જ સમયે, દક્ષિણ આફ્રિકાની નજર શ્રેણીમાં વાપસી પર રહેશે.

ભારતની બેટીંગ ઈનીંગ

 • કેએલ રાહુલ અને રોહિત શર્માની ઓપનીંગ જોડીએ રમતની શરુઆત કરી છે. કાગીસો રબાડા લઈને આવેલ મેચના પ્રથમ બોલ પર જ ઉભા ઉભા રાહુલે ચાર રન માટે શોટ ફટકારી દીધો હતો.
 • રોહિત શર્મા બીજી ઓવરના ત્રીજા બોલ પર લેપ શોટ રમ્યો અને આ દરમિયાન બોલ તેના હાથમાં સીધો અથડાયો અને તે દર્દથી પીડાવા લાગ્યો હતો. જોકે, ફિઝિયોએ આવીને તેને થોડી રાહત આપી અને હવે તે રમવા માટે તૈયાર.
 • રોહિત શર્મા અને કેએલ રાહુલે ચોગ્ગા અને છગ્ગા સાથે સારી શરુઆત ભારત માટે કરી છે.
 • પાવર પ્લે સમાપ્ત, ભારતીય ટીમે વિના વિકેટે પાવર પ્લેમાં 57 રન નોંધાવ્યા હતા. રોહિત શર્મા અને કેએલ રાહુલની શાનદાર બેટીંગને લઈ સારી શરુઆત ભારતે કરી છે.
 • મેદાનમાં સાપ ઘૂસ્યો, આઠમી ઓવર શરૂ થાય તે પહેલા જ મેદાન પર એક સાપ આવી ગયો અને તેના કારણે મેચ થોડીવાર માટે રોકી દેવામાં આવી. ત્યારબાદ ગ્રાઉન્ડ કર્મચારીઓએ આ સાપને બહાર કાઢ્યો અને મેચ ફરી શરૂ કરી.
 • રોહિત શર્માના રુપમાં ભારતે પ્રથમ વિકેટ ગુમાવી. ભારતે 96 રનના સ્કોર પર પ્રથમ વિકેટ ગુમાવી હતી. રોહિત શર્મા 37 બોલનો સામનો કરીને 43 રન નોંધાવી પરત ફર્યો હતો. કેશવ મહારાજના બોલ પર મોટો શોટ રમવા જતા તે શમ્સીના હાથમાં કેચ ઝડપાયો હતો.
 • કેએલ રાહુલે અડધી સદી પુરી કરી, 24 બોલમાં તેણે આ મુકામ પાર કર્યો હતો.
 • કેએલ રાહુલ અડધી સદી નોંધાવી બીજી વિકેટના રુપમાં પરત ફર્યો, 28 બોલમાં 57 રન રાહુલે 4 છગ્ગાની મદદથી નોંધાવ્યા હતા.
 • સૂર્યાકુમાર યાદવે તોફાની રમત દર્શાવી છે. તેણે જબરદસ્ત બેટીંગ ક્રિઝ પર આવતા જ શરુ કરી છે. તેણે ચોગ્ગા અને છગ્ગા નોંધાવ્યા હતા.
 • સૂર્યાએ 18 બોલમાં જ પોતાની અડધી સદી પુરી કરી લીધી છે. તેણે ભારત માટે બીજી ઝડપી અડધી સદી નોંધાવી છે.
 • ભારતીય ટીમે ત્રીજી વિકેટ સૂર્યકુમાર યાદવના રુપમાં ગુમાવી છે. 22 બોલમાં 61 રન નોંધાવી રન આઉટ થતા પરત ફર્યો હતો.
 • ભારતી ટીમે નિર્ધારીત 20 ઓવરમાં 237 રન નોંધાવ્યા હતા. વિરાટ કોહલી 48 રન સાથે અણનમ રહ્યો હતો. દિનેશ કાર્તિકે પણ આક્રમક રમત રમી હતી.

દક્ષિણ આફ્રિકાની બેટીંગ ઈનીંગ

 • દક્ષિણ આફ્રિકાની બેટીંગ ઈનીંગ શરુ, ટેમ્બા બાવુમા અને ક્વીન્ટન ડીકોક ઓપનીંગ જોડીમાં આવી રમત શરુ કરી છે. દીપક ચાહરે ભારત વતી પ્રથમ બોલીંગ લઈને આવ્યો. પ્રથમ ઓવર ચાહરે મેઈડન કરી હતી.
 • અર્શદીપ સિહે અપાવી પ્રથમ સફળતા, દક્ષિણ આફ્રિકાના સુકાની ટેમ્બા બાવુમા શૂન્ય રને પરત ફર્યો હતો. આમ 1 રનના સ્કોર પર દક્ષિણ આફ્રિકાએ પ્રથમ વિકેટ ગુમાવી હતી.
 • કમાલ ! અર્શદીપ સિંહે ઓવરમાં બીજી વિકેટ ઝડપી, દક્ષિણ આફ્રિકાનો બીજો ખેલાડી શૂન્ય રન પર આઉટ. રાઉલી રુસોના રુપમાં ભારતને બીજી સફળતા મળી હતી.
 • ગુવાહાટીમાં વધુ એક સમસ્યા, ત્રીજી ઓવરનો એક બોલ થયા બાદ એક ટાવર ફ્લડ લાઈટ બંધ પડી જતા મેચને અટકાવી દેવી પડી છે. મેચમાં 10 થી વધુ મિનિટની રમત ખરાબ થઈ છે.
 • પાવરપ્લેમાં દક્ષિણ આફ્રિકાએ 45 રન 2 વિકેટે નોંધાવ્યા
 • માર્કરામ આઉટ અક્ષર પટેલે ભારતને ત્રીજી સફળતા અપાવી હતી. માર્કરામ 19 બોલમાં 33 રન નોંધાવી આઉટ થયો હતો.
 • 10 ઓવરના અંતે દક્ષિણ આફ્રિકાએ 70 રન નોંધાવ્યા હતા. દક્ષિણ આફ્રિકાની ધીમી રમત થી લક્ષ્ય વધુ મુશ્કેલ બની રહ્યુ છે.
 • ડેવિડ મિલરે ઝડપી અ઼ડધી સદી નોંધાવી છે. 25 બોલનો સામનો કરીને 50 રન નોંધાવ્યા હતા.
 • ક્વિન્ટન ડીકોકે પણ અડધી સદી નોંધાવી
 • 19મી ઓવર ફરીએકવાર મોંઘી, અર્શદીપ સિંહ આ ઓવર લઈને આવ્યો હતો અને 26 રન ગુમાવ્યા હતા.
 • ડેવિડ મિલરે સદી નોંધાવી છે, તેણે 46 બોલમાં સદી પૂર્ણ કરી લીધી હતી.
 • ભારતનો 16 રનથી મેચ જીતી

દક્ષિણ આફ્રિકાએ જીત્યો ટોસ

આ મેચમાં સાઉથ આફ્રિકાએ ટોસ જીતીને ભારતને પ્રથમ બેટિંગ માટે નિમંત્રણ આપ્યુ છે. દક્ષિણ આફ્રિકાએ પોતાની ટીમમાં એક ફેરફાર કર્યો છે. લુંગી એનગીડી ટીમમાં આવ્યો છે. જ્યારે તબરેઝ શમ્સી બહાર થયો છે. ભારતીય ટીમમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. રોહિત શર્મા એ જ ટીમ સાથે આવ્યો છે જેણે પ્રથમ મેચમાં ટીમને જીત અપાવી હતી.

પિચ રિપોર્ટ

સુનીલ ગાવસ્કરે પીચ રિપોર્ટમાં કહ્યું, “પીચ પરની તિરાડો ખુલી શકે છે અને જો આવું થશે તો બોલરોને મદદ મળશે. મોટો સ્કોર મળવાની કોઈ આશા નથી. સ્પિનરોને ઘણી મદદ મળશે.”

IND vs SA: પ્લેઈંગ ઈલેવન

ભારત: રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત (વિકેટકીપર), દિનેશ કાર્તિક, અક્ષર પટેલ, રવિચંદ્રન અશ્વિન, અર્શદીપ સિંહ, દીપક ચહર, હર્ષલ પટેલ.

દક્ષિણ આફ્રિકા: ટેમ્બા બાવુમા (કેપ્ટન), ક્વિન્ટન ડી કોક (વિકેટકીપર), રિલે રુસો, ડેવિડ મિલર, એડન માર્કરામ, ટ્રીસ્ટન સ્ટબ્સ, વેઈન પેર્નેલ, કાગીસો રબાડા, એનરિક નોરખિયા, લુંગી એનગિડી, કેશવ મહારાજ

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati