AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs SA: ઈન્દોરમાં ચાહકોએ ઋષભ પંતને જન્મદિવસ પર ખાસ અંદાજમાં વિશ કર્યુ, બાવુમા પણ જોતો રહી ગયો

મેચ દરમિયાન ભારતના વિકેટ કીપર બેટ્સમેન ઋષભ પંત (Rishabh Pant) ને ચાહકોએ તેના જન્મદિવસ પર ખૂબ જ ખાસ અંદાજમાં અભિનંદન પાઠવ્યા હતા, જેને આ સ્ટાર બેટ્સમેન ક્યારેય ભૂલી શકશે નહીં.

IND vs SA: ઈન્દોરમાં ચાહકોએ ઋષભ પંતને જન્મદિવસ પર ખાસ અંદાજમાં વિશ કર્યુ, બાવુમા પણ જોતો રહી ગયો
Rishabh Pant નો 4 ઓક્ટોબરે જન્મદિવસ છે
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 04, 2022 | 9:46 PM
Share

ભારત અને દક્ષિણ આફ્રિકા (India Vs South Africa) ની ટીમો T20 સીરીઝની અંતિમ મેચ ઈન્દોરમાં રમી રહ્યા છે. આ મેચ ઈન્દોરના હોલકર સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ટોસ હાર્યા બાદ દક્ષિણ આફ્રિકાની ટીમ પ્રથમ બેટિંગ કરવા ઉતરી હતી. મેચ ચાલી રહી હતી કે અચાનક આખા સ્ટેડિયમમાં હેપ્પી બર્થ ડે ગીત ગુંજવા લાગ્યું. ઈન્દોરનું આખું સ્ટેડિયમ તેના ફેવરિટ સ્ટાર ઋષભ પંત (Rishabh Pant) ને જન્મદિવસની શુભેચ્છા પાઠવી રહ્યું હતું.

ચાહકોએ પંતને શુભેચ્છા પાઠવી હતી

ભારતના વિકેટ કીપર બેટ્સમેન ઋષભ પંત મંગળવારે પોતાનો 25મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. તે પોતાના જન્મદિવસે મેદાનમાં ઉતર્યો હતો. પંતને તેના જન્મદિવસ પર ભલે મેચ રમવાની હોય, પરંતુ ચાહકોએ આ દિવસને તેના માટે ખાસ બનાવવા માટે કોઈ કસર છોડી નથી. મેચની ત્રીજી ઓવર ચાલી રહી હતી. દીપક ચહર બોલિંગ કરી રહ્યો હતો અને દક્ષિણ આફ્રિકાનો કેપ્ટન ટેમ્બા બાવુમા ઓવરના પાંચમા બોલનો સામનો કરવા માટે સ્ટ્રાઈક પર હતો. ત્યારપછી આખા સ્ટેડિયમમાં હેપ્પી બર્થ ડે ગીત ગુંજવા લાગ્યું. મેદાન પર હાજર ચાહકોએ સાથે મળીને ગીત ગાઈને પોતાના ફેવરિટ સ્ટારને અભિનંદન પાઠવ્યા હતા. સ્ટેડિયમનો અવાજ સાંભળીને કેપ્ટન ટેમ્બા બાવુમા પણ આશ્ચર્યથી જોવા લાગ્યા.

પંતને ગર્લફ્રેન્ડ ઈશાએ શુભેચ્છા પાઠવી હતી

ઋષભ પંતને પણ તેની ગર્લફ્રેન્ડ ઈશા નેગીએ ખાસ રીતે જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. ઈશાએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટની સ્ટોરી પર ઋષભ પંતની કેટલીક તસવીરોનો વીડિયો શેર કર્યો છે. વીડિયોના કેપ્શનમાં ઈશાએ લખ્યું, હેપ્પી બર્થડે માય લવ. પંત લાંબા સમયથી ઈશાને ડેટ કરી રહ્યો છે. તેણે ઘણી વખત ખુલ્લેઆમ પોતાનો પ્રેમ વ્યક્ત પણ કર્યો છે. છેલ્લા કેટલાક સમયથી તેનું નામ અભિનેત્રી ઉર્વશી રૌતેલા સાથે વિવાદમાં આવ્યું છે.

ક્રિકેટની દૃષ્ટિએ ભારતીય ટીમના સ્ટાર બેટ્સમેન ઋષભ પંત માટે કેટલાક મહિના ખાસ રહ્યા નથી. તે ક્યારેક ટીમમાં હતો તો ક્યારેક ટીમની બહાર. સાઉથ આફ્રિકા સામે ચાલી રહેલી ટી20 સિરીઝમાં તેને પ્લેઈંગ ઈલેવનમાં પણ સામેલ કરવામાં આવ્યો હતો, પરંતુ તેને બેટિંગ કરવાની જલદી તક મળી ન હતી. જોકે અંતિમ મેચમાં તેણે ઓપનીંગમાં 14 બોલમાં 27 રન નોંધાવ્યા હતા. T20 વર્લ્ડ કપ માટે પણ ટીમમાં પંતની જગ્યા નક્કી થઈ નથી.

ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
ગુજરાતમાં પડશે ગાત્રો થીજવતી ઠંડી
ગુજરાતમાં પડશે ગાત્રો થીજવતી ઠંડી
તમારો આત્મવિશ્વાસ જાળવી રાખો, થાક અને તણાવમાંથી રાહત અનુભવશો
તમારો આત્મવિશ્વાસ જાળવી રાખો, થાક અને તણાવમાંથી રાહત અનુભવશો
g clip-path="url(#clip0_868_265)">