India vs South Africa: અંતિમ ટી20 મેચમાં ટીમ ઈન્ડિયાને દક્ષિણ આફ્રિકાએ 228 રનનુ લક્ષ્ય આપ્યુ, રુસોની તોફાની સદી

India vs South Africa, T20 Series 3rd Match 1st Inning Report Today: ભારતીય ટીમે પ્રથમ બંને મેચ જીતી લઈને શ્રેણીને પોતાના પક્ષે કરી લીધી છે. ક્લીન સ્વીપથી બચવા માટે દક્ષિણ આફ્રિકાએ મરણીયો પ્રયાસ કરતા બેટીંગ કરી હતી.

India vs South Africa: અંતિમ ટી20 મેચમાં ટીમ ઈન્ડિયાને દક્ષિણ આફ્રિકાએ 228 રનનુ લક્ષ્ય આપ્યુ, રુસોની તોફાની સદી
Rilee Rossouw સદી
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 04, 2022 | 9:38 PM

ભારત અને દક્ષિણ આફ્રિકા (India vs South Africa) વચ્ચેની ટી20 શ્રેણીની ત્રીજી અને અંતિમ મેચ ઈંન્દોરમાં રમાઈ રહી છે. ભારતીય ટીમના સુકાની રોહિત શર્મા એ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડીંગ પસંદ કરી હતી. દક્ષિણ આફ્રિકાની ઓપનીંગ જોડી ફરી એકવાર ઝડપથી ભારતીય બોલરે તોડી દેવામાં સફળતા મેળવી હતી. ટેમ્બા બાવુમા ટી20 શ્રેણી ફરી એકવાર ફ્લોપ રહ્યો હતો. જોકે દક્ષિણ આફ્રિકાએ ક્લીન સ્વીપથી બચવા માટે મરણીયા બની બેટીંગ ઈનીંગ રમી હતી. શરુઆતથી જ આક્રમક અંદાજ અપાનવતા દક્ષિણ આફ્રિકાએ મોટા સ્કોરના સંકેત આપ્યા હતા. રાઈલી રુસો (Rilee Rossouw) એ તોફાની સદી અને ક્વીન્ટન ડીકોકે (Quinton de Kock) નોંધાવી હતી.

રુસો અને ડીકોકની ભાગીદારી રમકના પગલે દક્ષિણ આફ્રિકાએ 3 વિકેટે 227 રનનો સ્કોર નિર્ધારીત 20 ઓવરના અંતે નોંધાવ્યો હતો. અંતિમ ઓવરમાં ડેવિડ મિલરે ત્રણ સળંગ છગ્ગા ફટકાર્યા હતા. આમ ભારત માટે વિશાળ લક્ષ્યમાં વધુ રન ઉમેરાયા હતા.

Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક
ગૌતમ ગંભીરનો નિર્ણય શાહરૂખ ખાનને રડાવી દેશે, BCCI તરફથી મળી શકે છે ખાસ ઓફર

ટેમ્બા ફરી એકવાર નિષ્ફળ

ટેમ્બા બાવુમા અગાઉની બંને ટી20 મેચમાં ખાતુ ખોલાવી શક્યો નહોતો. ઇંન્દોરમાં ખાતુ ખોલાવ્યુ તો માત્ર 3 રન નોંઘાવીને જ પ્રથમ વિકેટના રુપમાં પરત ફર્યો હતો. બાવુમાની વિકેટ ગુમાવતા 30 રનના સ્કોર પર દક્ષિણ આફ્રિકાએ પોતાની પ્રથમ વિકેટ ગુમાવી દીધી હતી. જોકે બાદમાં ક્વીન્ટ ડીકો અને રાઇલી રુસોએ ઈનીંગને સંભાળી લીધી હતી, બંનેએ ઈનીંગને 120 રનના સ્કોર સુધી સંભાળી હતી, ત્યાં જ ડીકોક રન આઉટ થયો હતો. આમ ભારતને ભાગીદારી રમતને તોડવામાં સફળતા મળી હતી. ડીકોકને શ્રેયસ અય્યર અને પંતે રન આઉટ કર્યો હતો. તે 43 બોલમાં 68 ર નોંધાવીને પરત ફર્યો હતો. આ દરમિયાન તેણે 4 છગ્ગા ફટકાર્યા હતા.

રુસોની તોફાની ઈનીંગ

આ વખતે રુસોએ ક્રિઝ પર પગ જમાવવામાં સફળતા મેળવી હતી. તેણે શરુઆતથી જ આક્રમક રમત અપનાવી હતી. તેણે શરુઆતથી ચોગ્ગા અને છગ્ગા ફટકાર્યા હતા. તેની આક્રમક રમત અને ડીકોક સાથેની ભાગીદારીને લઈ દક્ષિણ આફ્રિકા અંતિમ ટી20 મેચમાં 200 પ્લસના સ્કોર સુધી આગળ વધી શક્યુ હતુ. રુસોએ 48 બોલમાં 100 રન નોંધાવ્યા હતા. તેણે 8 છગ્ગા અને 7 ચોગ્ગા નોંધાવ્યા હતા. જ્યારે અંતમાં ડેવિડ મિલરે 3 સળંગ છગ્ગા જમાવી દીધા હતા. તેણે 5 બોલમાં 19 રન નોંધાવ્યા હતા.

અશ્વિન સિવાય બાકી સૌ ખર્ચાળ

અંતિમ ટી20 મેચમાં રવિચંદ્રન અશ્વિન એક માત્ર બોલર હતો, જે રનને ઓછા ખર્ચ કરી રહ્યો હતો. તેની સામે દક્ષિણ આફ્રિકી બેટ્સમેનો રન નિકાળવામાં મુશ્કેલી અનુભવી રહ્યા હતા. જેની સામે અન્ય બોલરો આસાનીથી રન ગુમાવી રહ્યા હતા. સૌથી વધુ હર્ષલ પટેલે 49 રન 4 ઓવરમાં ગુમાવ્યા હતા. સિરાજે 4 ઓવરમાં 44 અને દીપક ચાહરે 4 ઓવરમાં 48 રન ગુમાવ્યા હતા. અશ્વિને 4 ઓવરમાં સૌથી ઓછા 35 રન ગુમાવ્યા હતા. જે એકમાત્ર બોલર હતો જેની સરેરાશ 10 થી અંદર હતી, એટલે કે, 8.80 ની રહી હતી.

Latest News Updates

રાજકોટના આંગણે TV9ના એજ્યુકેશન એક્સપોનો ધમાકેદાર પ્રારંભ, જુઓ-video
રાજકોટના આંગણે TV9ના એજ્યુકેશન એક્સપોનો ધમાકેદાર પ્રારંભ, જુઓ-video
ધોરાજીમાં કમોસમી વરસાદે વેર્યો વિનાશ
ધોરાજીમાં કમોસમી વરસાદે વેર્યો વિનાશ
બનાસકાંઠાઃ ભારે પવન ફૂંકાવા સાથે વરસાદને પગલે ખેડૂતોને મોટું નુકસાન
બનાસકાંઠાઃ ભારે પવન ફૂંકાવા સાથે વરસાદને પગલે ખેડૂતોને મોટું નુકસાન
ખેડબ્રહ્મા, વિજયનગર, પોશીનાની મદ્રેસાઓમાં શિક્ષણ વિભાગે તપાસ હાથ ધરી
ખેડબ્રહ્મા, વિજયનગર, પોશીનાની મદ્રેસાઓમાં શિક્ષણ વિભાગે તપાસ હાથ ધરી
ગુજરાતના 1100 મદ્રેસામાં સર્વે હાથ ધરાયો
ગુજરાતના 1100 મદ્રેસામાં સર્વે હાથ ધરાયો
નવસારીમાં મુકાયેલા પાલિકાના વોટર એટીએમ ભરઉનાળે ઠપ્પ
નવસારીમાં મુકાયેલા પાલિકાના વોટર એટીએમ ભરઉનાળે ઠપ્પ
ગુજરાતમાં હીટવેવ અને માવઠાની આગાહી
ગુજરાતમાં હીટવેવ અને માવઠાની આગાહી
ચારધામ યાત્રામાં અરાજકતાના કારણે સુરતના શ્રદ્ધાળુઓ અટવાઈ પડ્યા
ચારધામ યાત્રામાં અરાજકતાના કારણે સુરતના શ્રદ્ધાળુઓ અટવાઈ પડ્યા
ડેડીયાપાડા તાલુકા પંચાયતમાં મનસુખ વસાવાની હાજરીથી ચૈતર વસાવા ગિન્નાયા
ડેડીયાપાડા તાલુકા પંચાયતમાં મનસુખ વસાવાની હાજરીથી ચૈતર વસાવા ગિન્નાયા
આ ચાર રાશિના જાતકો આજે સ્વાસ્થ્યને લઈને રહે સાવચેત, જાણો કઈ છે રાશિ
આ ચાર રાશિના જાતકો આજે સ્વાસ્થ્યને લઈને રહે સાવચેત, જાણો કઈ છે રાશિ
g clip-path="url(#clip0_868_265)">