AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

India vs Pakistan T20 Live Streaming: ભારત અને પાકિસ્તાન વચ્ચે ટક્કર, જાણો ક્યારે, ક્યા અને કેવી રીતે મેચ જોઈ શકાશે

IND Vs PAK T20 Asia Cup Watch Live: ભારતીય ટીમે ગ્રુપ રાઉન્ડની રોમાંચક મેચમાં પાકિસ્તાનને હરાવ્યું હતું, આજે રવિવાર ફરી એકવાર બંને ટીમો વચ્ચે ટક્કર થવા જઈ રહી છે.

India vs Pakistan T20 Live Streaming: ભારત અને પાકિસ્તાન વચ્ચે ટક્કર, જાણો ક્યારે, ક્યા અને કેવી રીતે મેચ જોઈ શકાશે
India vs Pakistan ની અપડેટ tv9gujrati.com પણ વાંચી શકાશે
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 04, 2022 | 9:10 AM
Share

એશિયા કપ (Asia Cup 2022) માં ભારત અને પાકિસ્તાન (India vs Pakistan) બીજી વખત ટકરાશે. રવિવારે, બંને ટીમો ફાઇનલમાં સ્થાન નિશ્ચિત કરવા માટે દુબઈના મેદાન પર જશે, ભારત અને પાકિસ્તાનની ટીમો ગ્રુપ Aમાં હતી. ભારત પ્રથમ અને પાકિસ્તાન બીજા ક્રમે છે. આ ટૂર્નામેન્ટમાં જ્યારે બંને ટીમો સામસામે આવી ત્યારે ભારતે (Indian Cricket Team) પાંચ વિકેટે જીત મેળવી હતી. આ હાર સાથે ભારતે T20 વર્લ્ડ કપ માં મળેલી હારનો બદલો પણ લઈ લીધો છે. એશિયા કપના સુપર 4માં પહોંચેલી તમામ ટીમોએ એક-બીજા સામે એકવાર રમવાનું છે.

ભારતે પાકિસ્તાનને હરાવ્યું હતું

ભારત માટે પ્રથમ મેચ જીતવી સરળ ન હતી. પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાને ભારતને જીતવા માટે 148 રનનો ટાર્ગેટ આપ્યો છે. ભારતીય બોલરો ખાસ કરીને ભુવનેશ્વર કુમાર અને હાર્દિક પંડ્યાએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. આ પછી ભારતીય ટીમ બેટિંગ કરવા ઉતરી હતી. ભારત તરફથી વિરાટ કોહલીએ 35 રન બનાવ્યા હતા, જ્યારે હાર્દિક પંડ્યા અને રવિન્દ્ર જાડેજાએ મહત્વની ઈનિંગ્સ રમી હતી. પાકિસ્તાન માટે યુવા બોલર નસીમ શાહે સારી રમત બતાવી હતી.

મેચ ક્યારે, ક્યાં અને કેવી રીતે જોઈ શકાશે

ભારત અને પાકિસ્તાન વચ્ચે એશિયા કપ-2022 ની મેચ ક્યારે રમાશે?

ભારત અને પાકિસ્તાન વચ્ચે એશિયા કપ-2022 ની મેચ રવિવાર, 04 સપ્ટેમ્બરે રમાશે.

ભારત અને પાકિસ્તાન વચ્ચે એશિયા કપ-2022 ની મેચ ક્યાં રમાશે?

ભારત અને પાકિસ્તાન વચ્ચે એશિયા કપ-2022 ની મેચ દુબઈના દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે.

ભારત અને પાકિસ્તાન વચ્ચે એશિયા કપ-2022 ની મેચ ક્યારે શરૂ થશે?

ભારત અને પાકિસ્તાન વચ્ચે એશિયા કપ-2022 ની મેચ સાંજે 7:30 વાગ્યે શરૂ થશે, ટોસ સાંજે 7 વાગ્યે થશે.

ભારત અને પાકિસ્તાન વચ્ચેની એશિયા કપ-2022 ની મેચનું લાઈવ ટેલિકાસ્ટ ક્યાં થશે?

ભારત અને પાકિસ્તાન વચ્ચે એશિયા કપ-2022 ની મેચનું લાઈવ ટેલિકાસ્ટ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્કની વિવિધ ચેનલો પર થશે.

ભારત અને પાકિસ્તાન વચ્ચે એશિયા કપ-2022 ની મેચનું લાઈવ સ્ટ્રીમિંગ ક્યાં થશે?

ભારત અને પાકિસ્તાન વચ્ચે એશિયા કપ-2022 ની મેચનું લાઈવ સ્ટ્રીમિંગ Disney Hotstar પર થશે. તમે tv9gujarati.com પર આ મેચના લાઈવ અપડેટ્સ પણ વાંચી શકો છો.

Follow Us
અમરેલી: સિંહોના સંવર્ધન કેન્દ્રમાં માઈનિંગનો વિરોધ
અમરેલી: સિંહોના સંવર્ધન કેન્દ્રમાં માઈનિંગનો વિરોધ
રાજકોટમાં બુલડોઝર એક્શન: ભીમનગરમાં 33 ગેરકાયદે બાંધકામો જમીનદોસ્ત
રાજકોટમાં બુલડોઝર એક્શન: ભીમનગરમાં 33 ગેરકાયદે બાંધકામો જમીનદોસ્ત
ગુજરાતમાં ચોમાસુ 8 દિવસ મોડું, સામાન્ય કરતાં ઓછો વરસાદ રહેશે
ગુજરાતમાં ચોમાસુ 8 દિવસ મોડું, સામાન્ય કરતાં ઓછો વરસાદ રહેશે
ગુજરાત કોંગ્રેસમાં મોટા ફેરફારના સંકેત: હાર બાદ પ્રદેશ નેતાઓ દિલ્હી...
ગુજરાત કોંગ્રેસમાં મોટા ફેરફારના સંકેત: હાર બાદ પ્રદેશ નેતાઓ દિલ્હી...
હજુ ત્રણ દિવસ રહેશે તાપનુ ટોર્ચર, 41 થી 45 ડિગ્રી તાપમાન રહેવાની વકી
હજુ ત્રણ દિવસ રહેશે તાપનુ ટોર્ચર, 41 થી 45 ડિગ્રી તાપમાન રહેવાની વકી
વેરાવળ ડમ્પિંગ સાઈટ પર ત્રણ દિવસથી લાગેલી આગને કારણે ચારે તરફ ધુમાડો
વેરાવળ ડમ્પિંગ સાઈટ પર ત્રણ દિવસથી લાગેલી આગને કારણે ચારે તરફ ધુમાડો
PM મોદીની અપીલ બાદ મુંબઈના પરિવારે છોડી લક્ઝરી કાર! જુઓ Video
PM મોદીની અપીલ બાદ મુંબઈના પરિવારે છોડી લક્ઝરી કાર! જુઓ Video
Breaking News: કાકરાપાર ડેમમાં દુર્ઘટના, 4 યુવકો પાણીમાં ગરકાવ
Breaking News: કાકરાપાર ડેમમાં દુર્ઘટના, 4 યુવકો પાણીમાં ગરકાવ
NEET 2026 પરીક્ષા રદ 23 લાખ વિદ્યાર્થીઓને ફરી આપવી પડશે એક્ઝામ
NEET 2026 પરીક્ષા રદ 23 લાખ વિદ્યાર્થીઓને ફરી આપવી પડશે એક્ઝામ
બહેન દીકરીઓની સુરક્ષા માટે DJ બંધ કરવું ખૂબ જરૂરી છે
બહેન દીકરીઓની સુરક્ષા માટે DJ બંધ કરવું ખૂબ જરૂરી છે
g clip-path="url(#clip0_868_265)">