IND VS NZ: કાનપુર ટેસ્ટમાં ભારતીય બોલરો શિકાર ઝડપવા તરસી ગયા, ત્યાં ટિમ સાઉથીએ આ રીતે ઝડપી 5 વિકેટ, જાણો કારણ

|

Nov 26, 2021 | 9:41 PM

India vs New Zealand, 1st Test: ટિમ સાઉથીએ બીજા દિવસે પોતાની લાઇન-લેન્થથી ભારતીય બેટ્સમેનોને પરેશાન કર્યા હતા. સાઉથીએ 5 વિકેટ લીધી હતી.

IND VS NZ: કાનપુર ટેસ્ટમાં ભારતીય બોલરો શિકાર ઝડપવા તરસી ગયા, ત્યાં ટિમ સાઉથીએ આ રીતે ઝડપી 5 વિકેટ, જાણો કારણ
Tom Latham-Tim Southee

Follow us on

ન્યુઝીલેન્ડ (New Zealand Cricket Team) ના ઝડપી બોલર ટિમ સાઉથી (Tim Southee) એ છેલ્લા ત્રણ વર્ષમાં દેશની બહાર પોતાની શાનદાર સફળતાનો શ્રેય વિદેશી પરિસ્થિતિઓને ઝડપથી ઢળી જવા અને જૂના બોલથી પોતાની કુશળતામાં સુધારો કરવાને આપ્યો છે. સાઉદીએ તેની 80મી ટેસ્ટમાં તેની 13મી પાંચ વિકેટ ઝડપી હતી, જેમાં ભારતમાં તેની બીજી વાર પાંચ વિકેટ ઝડપવાનો સમાવેશ થાય છે. આનાથી કાનપુર (Kanpur Test) માં શરૂઆતી ટેસ્ટના બીજા દિવસે ભારતીય ટીમ (Indian Cricket Team) સામે તેની ટીમ મજબૂત સ્થિતિમાં આવી ગઈ હતી.

જ્યારે ભારતીય ઝડપી બોલરો વિકેટ લેવા માટે સંઘર્ષ કરી રહ્યા હતા. ત્યારે સાઉથીએ ક્રિઝનો ઉત્તમ ઉપયોગ કર્યો અને નવા અને જૂના બોલથી ધીમી પિચ પર સ્વિંગ મેળવીને વિરોધી ટીમના બેટ્સમેનોને પરેશાન કર્યા. નવા બોલ સાથે તેનો પાર્ટનર કાયલ જેમ્સન પણ પાછળ રહ્યો નહીં.

સાઉથીએ ભારતમાં તમામ ફોર્મેટમાં ખૂબ ક્રિકેટ રમ્યો છે અને આ તેનો ત્રીજો ટેસ્ટ પ્રવાસ છે. તેણે બેટ્સમેનોને આગળ આવીને રમે એ માટે ફુલ લેન્થ બોલિંગ પણ કરી જે ભારતીયો કરી શક્યા નહીં. 32 વર્ષીય બોલરે કહ્યું કે ભારતમાં રમવાના અનુભવથી તે આવી બોલિંગ કરી શક્યો છે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

વિદેશમાં સાઉથીનો કમાલનો રેકોર્ડ

2010માં ભારતમાં પોતાની પ્રથમ ટેસ્ટ રમનાર સાઉદીએ કહ્યું, ‘હું ભાગ્યશાળી છું કે મને યુવાન હતો ત્યારથી જ દુનિયાના આ ભાગમાં આવવાની અને રમવાની તક મળી. મારી કારકિર્દીની શરૂઆતમાં મને જે યુક્તિઓ શીખવવામાં આવી હતી તેમાંથી હું ઘણું શીખ્યો છું. સાઉદી પાસે 2018 થી વિદેશી ઝડપી બોલર તરીકે શ્રેષ્ઠ બોલિંગ સરેરાશ પણ છે. જેમાં તેણે પેટ કમિન્સ, ઈશાંત શર્મા અને જસપ્રિત બુમરાહને પાછળ છોડી દીધા છે. જો કે તે તમામ ફોર્મેટમાં રમે છે, ટેસ્ટ મેચો પ્રત્યેના તેના પ્રેમનો અંદાજ એ હકીકત પરથી પણ લગાવી શકાય છે, કે તે હંમેશા તેની બેગમાં લાલ બોલ રાખે છે, પછી ભલે તે કોઈપણ ફોર્મેટમાં રમી રહ્યો હોય.

છેલ્લા ત્રણ વર્ષમાં પોતાની સફળતા વિશે વાત કરતાં સાઉથીએ કહ્યું, જેમ મેં કહ્યું, તે માત્ર વધુ સારું કરવાની ભૂખ છે. દર વખતે જ્યારે તમે તમારા દેશનું પ્રતિનિધિત્વ કરો છો, ત્યારે તમે એક જ સમયે શીખવાની અને વધુ સારી બનવાની વિવિધ રીતો શોધો છો. તેની જૂના બોલની કુશળતામાં કરેલ સુધારો પણ તેની સફળતામાં ફાળો આપી રહ્યો છે.

તેણે કહ્યું, ‘મહત્વની વાત એ છે કે નવા બોલથી સ્વિંગ મેળવવી છે, પરંતુ જૂના બોલથી વધુને વધુ પ્રેક્ટિસ કરવી અને વિકેટ લેવાની અલગ-અલગ રીતો શોધવી.’ જૂના બોલથી સરેરાશ સુધારવા અંગે તેણે કહ્યું, ‘મને તે ખાતરી નથી. પરંતુ કદાચ જૂના બોલથી પ્રેક્ટિસ કરવા અને તેની સાથે ખૂબ મહેનત કરવાને કારણે આવું બન્યું હશે.

 

આ પણ વાંચોઃ IND vs NZ: કાનપુર ટેસ્ટ દરમિયાન ખૂબ વાયરલ ‘ગુટખા મેન’ આવ્યો સામે, સાથે રહેલી યુવતીનો ખુલાસો કરવા સાથે પાડ્યો ફોડ

 

આ પણ વાંચોઃ IND vs RSA: ટીમ ઇન્ડિયાના દક્ષિણ આફ્રિકા પ્રવાસ પર મંડરાયો ખતરો! કોરોના વાયરસના નવા વેરિયન્ટને લઇ આ દેશની ક્રિકેટ ટીમે સિરીઝ અધૂરી છોડી

Published On - 9:30 pm, Fri, 26 November 21

Next Article