AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs NED Match Report:ભારતનો નેધરલેન્ડ સામે 56 રને વિજય, ભારતીય બોલરોની જબરદસ્ત બોલીંગ

India vs Netherlands Match Report: આ પહેલા ભારતે પાકિસ્તાનને રોમાંચક મેચમાં હાર આપી હતી, હવે નેધરલેન્ડને પણ મોટા અંતરથી હાર આપી

IND vs NED Match Report:ભારતનો નેધરલેન્ડ સામે 56 રને વિજય, ભારતીય બોલરોની જબરદસ્ત બોલીંગ
નેધરલેન્ડ સામે ભારતનો વિજય
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 27, 2022 | 4:10 PM
Share

ભારતીય ટીમે લગાતાર બીજી મેચ ટી20 વિશ્વકપ (T20 World Cup 2022) માં જીતી લીધી છે. આમ ભારતીય ટીમ ની શરુઆત ટૂર્નામેન્ટમાં શાનદાર રહી છે. ભારત અને નેધરલેન્ડ (India vs Netherlands) વચ્ચે સિડનીમાં સુપર-12 ની મેચ રમાઈ રહી છે. ભારતે ટોસ જીતીને પ્રથમ બેટીંગ પસંદ કરી હતી. ભારતીય ટીમે (Indian Cricket Team) રોહિત શર્મા, વિરાટ કોહલી અને સૂર્યકુમાર યાદવની શાનદાર અડધી સદીની રમત વડે 179 રનનો સ્કોર ખડક્યો હતો. જવાબમાં નેધરલેન્ડની ટીમ ભારતીય બોલરો સામે ઘૂંટણીયે થઈ ગઈ હતી.

ભારતના બોલરોએ ફરી એક વાર કહેર વર્તાવતી બોલીંગ કરી હતી. નેધરલેન્ડના બેટ્સમેનોને ક્રિઝ પર ઉભા રહેવુ મુશ્કેલ બનાવી દીધુ હતુ. શરુઆતથી જ નેધરલેન્ડની ટીમની વિકેટો પડવાનો સિલસિલો શરુ થયો હતો.

મેલબોર્નની શાનદાર મેચ બાદ ટીમ ઈન્ડિયાને સિડનીમાં નેધરલેન્ડના પડકારનો સામનો કરવો પડ્યો હતો. બાંગ્લાદેશ સામે પોતાની પ્રથમ મેચમાં હાર્યા બાદ નેધરલેન્ડ માટે આ મેચ બિલકુલ સરળ ન હતી, પરંતુ ટીમના બોલરોએ અપેક્ષા કરતા સારી શરૂઆત કરી હતી. ભારતના ટોપ ઓર્ડરને પ્રથમ 10 ઓવરમાં મુક્તપણે સ્કોર કરવાની તક મળી ન હતી.

બોલરોએ કહેર વર્તાવ્યો

અક્ષર પટેલ, ભૂવનેશ્વર, અશ્વિન અને અર્શદીપ સિંહે શાનદાર બોલીંગ આક્રમણ કર્યુ હતુ. એક બાદ એક બોલરોએ પોતાના સ્પેલમાં રીતસરનો કહેર વર્તાવતી ઓવર કરી હતી. જેઓ દરેક વખતે વિકેટ ઝડપતા રહેતા ભારતીય ટીમનો શાનદાર વિજય સુનિશ્ચિત થઈ ગયો હતો.

ભૂવનેશ્વર કુમારે વિક્રમજીતસિંહની વિકેટ ઝડપ્યા બાદ અક્ષર પટેલે પણ એક બાદ એક એમ બે સફળતા મેળવી હતી. અક્ષરે મેક્સ ઓવડ અને બસ ડી લિડેની વિકેટ ઝડપી હતી. આમ નેધરલેન્ડની શરુઆત જ ખરાબ બંનેએ કરી દીધી હતી. બાદમાં અશ્વિને મીડલ ઓર્ડરને ઝડથી પેવેલિયનનો રસ્તો દેખાડ્યો હતો. આમ ભારતની જીત મધ્યઓવરોમાં જ નિશ્ચિત થઈ ગઈ હતી. ત્યાર બાદ શમી અને અર્શદીપ સિંહે પણ જબરદસ્ત બોલીંગ કરી હતી. અર્શદીપ સિંહે એક જ ઓવરમાં બે વિકેટ લઈને નેધરલેન્ડની મુશ્કેલીમાં વધુ એક ઘા માર્યો હતો.

અક્ષર પટેલનુ શાનદાર પ્રદર્શન

ભૂવીએ 3 ઓવરમાં 2 વિકેટ ઝડપી હતી અને માત્ર 9 રન આપ્યા હતા. જેમાં 2 ઓવર મેડન નિકાળી હતી. અર્શદીપ સિંહ ખૂબ ખર્ચાળ રહ્યો હતો. પરંતુ તેણે 2 વિકેટ ઝડપી હતી. શમીએ 4 ઓવરમાં 27 રન ગુમાવી 1 વિકેટ ઝડપી હતી. જ્યારે અક્ષર પટેલે 4 ઓવરમાં માત્ર 18 રન આપ્યા હતા. જેની સામે તેણે 2 વિકેટ ઝડપી હતી. અશ્વિને 2 વિકેટ ઝડપવા સામે 21 રન ગુમાવ્યા હતા. હાર્દિકે માત્ર એક ઓવર કરી હતી, જેમાં 9 રન ગુમાવ્યા હતા.

સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
g clip-path="url(#clip0_868_265)">