AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs IRE: હાર્દિક પંડ્યાને કેપ્ટનશીપની શરુઆતે મળી પ્રથમ સફળતા, દીપક હુડાની શાનદાર રમત વડે ભારતનો 7 વિકેટે વિજય

IND Vs IRE T20 Match Report Today: દિગ્ગજ સ્પિનર ​​યુઝવેન્દ્ર ચહલ અને ઝડપી બોલર ભુવનેશ્વર કુમારે પણ ટીમ ઈન્ડિયા માટે સારું પ્રદર્શન કર્યું અને આયર્લેન્ડ માટે મુશ્કેલી ઊભી કરી.

IND vs IRE: હાર્દિક પંડ્યાને કેપ્ટનશીપની શરુઆતે મળી પ્રથમ સફળતા, દીપક હુડાની શાનદાર રમત વડે ભારતનો 7 વિકેટે વિજય
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 27, 2022 | 1:47 AM
Share

ભારત અને આયર્લેન્ડ (India vs Ireland) વચ્ચે ડબલીનમાં પ્રથમ ટી20 મેચ રમાઈ હતી. 2 ટી20 મેચોની સિરીઝની પ્રથમ મેચ ભારતે જીતી લઈને 1-0 થી સરસાઈ બનાવી છે. ભારતીય ટીમના કેપ્ટન હાર્દિક પંડ્યા (Hardik Pandya) એ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડીંગ પસંદ કરી હતી. આયર્લેન્ડની ટીમે 4 વિકેટ ગુમાવીને ભારત સામે 109 રનનુ લક્ષ્ય 12 ઓવરમાં રાખ્યુ હતુ. હેરી ટેક્ટરે ભારત સામે અડધી સદી સાથે આક્રમક રમત રમી એકલા હાથે આ સ્કોર ટીમની ખરાબ શરુઆત દરમિયાન નોંધાવવા મદદ કરી હતી. જોકે જવાબમાં ભારતે ઓપનર દીપક હુડા (Deepak Hooda) ની રમત વડે લક્ષ્યને પાર કરી લીધુ હતુ.

આ પહેલા વરસાદે મેચ પર સંકટ ઉભુ કરી દીધુ હતુ. પરંતુ લાંબી રાહ જોયા બાદ મેચ શરુ કરવામાં આવી હતી. લગભગ અઢી કલાકના વિલંબથી મેચ શરૂ થઈ હતી. પરંતુ મેચને 20-20 બદલે 12-12 ઓવરની કરી દેવામાં આવી હતી. પાવર પ્લેની ઓવર પણ 6 ને બદલે 4 ઓવરની કરી દેવામાં આવી હતી. જોકે લાંબી રાહ જોયા બાદ મેચ શરુ થવાને લઈ ફેન્સને પણ રાહત સર્જાઈ હતી.

ભારતીય બોલરોએ મેચમાં જોરદાર શરૂઆત કરી હતી અને આયર્લેન્ડે માત્ર 22 રનમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. અહીંથી હેરી ટેક્ટરે દાવ સંભાળ્યો અને શાનદાર અડધી સદી ફટકારી ટીમને 108 રન સુધી પહોંચાડી દીધી.

આયર્લેન્ડની શરૂઆત ખરાબ રહી હતી

પ્રથમ ઓવરમાં જ ભુવનેશ્વર કુમારે આયર્લેન્ડના કેપ્ટન એન્ડી બાલબર્ને (0)ને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. કેપ્ટન હાર્દિકે બીજી ઓવરમાં મિડ-ઓફમાં પોલ સ્ટર્લિંગ (4)ને દીપક હુડાના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. ચોથી ઓવરમાં બોલિંગ કરવા આવેલા અવેશ ખાને હેરી ટેક્ટરે ચોગ્ગા સાથે સ્વાગત કર્યું હતું, પરંતુ આ બોલરે ઓવરના પાંચમા બોલ પર ગેરેથ ડેલાની (8)ને વિકેટકીપર દિનેશ કાર્તિકના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. ચાર ઓવરના પાવરપ્લે બાદ ટીમ ત્રણ વિકેટે 23 રનના સ્કોર પર મુશ્કેલીમાં મુકાઈ ગઈ હતી પરંતુ ટેકટારે છઠ્ઠી ઓવરમાં અક્ષર પટેલ સામે બે ચોગ્ગા અને પછી ઉમરાન મલિક સામે ચોગ્ગા અને છગ્ગા ફટકારીને પોતાનો આક્રમક ઈરાદો બતાવ્યો હતો.

ટેકટારનો જબરદસ્ત વળતો હુમલો

બીજા છેડે બેટિંગ કરી રહેલા હેરી ટકરે આઠમી ઓવરમાં હાર્દિક સામે સતત બે બોલમાં સિક્સર ફટકારી હતી. આગલી ઓવરમાં યુઝવેન્દ્ર ચહલ સામે મોટો શોટ મારવાના પ્રયાસમાં તેણે અક્ષરને કેચ આપી દીધો. ત્યારબાદ 10મી ઓવરમાં ટેકટારે ભુવનેશ્વર સામે ફોર અને સિક્સર ફટકારી હતી. તેણે છેલ્લી ઓવરમાં અવેશના પ્રથમ બોલ પર રન લઈને 29 બોલમાં ટી20 ઈન્ટરનેશનલ કરિયરની ત્રીજી અડધી સદી પૂરી કરી. આ પછી તેણે ચોગ્ગા અને છગ્ગા ફટકારીને ટીમના સ્કોરને 100 રનની પાર પહોંચાડી દીધો હતો.

ભારત માટે અનુભવી ભુવનેશ્વર કુમારે ત્રણ ઓવરમાં 16 અને યુઝવેન્દ્ર ચહલે એ જ ઓવરમાં 11 રન આપીને 1-1 વિકેટ લીધી હતી. હાર્દિક પંડ્યા (બે ઓવરમાં 26 રન) અને અવેશ ખાન (બે ઓવરમાં 22 રન)ને એક-એક સફળતા મળી હતી. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કરી રહેલા ઉમરાને એક ઓવર નાખવાની તક મળી જેમાં તેણે 14 રન ખર્ચ્યા.

સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
g clip-path="url(#clip0_868_265)">