IND vs ENG: પૈસા માાટે ઈજ્જતની લીલામી કરનારા પાકિસ્તાનના આસિફે દિપ્તી શર્માને કહ્યુ-ચિટર
દીપ્તિ શર્મા (Deepti Sharma) ને ચીટર કહેનાર આસિફ મેચ ફિક્સિંગ કેસમાં જેલની હવા ખાઈ ગયો છે. 2010માં જ્યારે પાકિસ્તાનની ટીમ ઈંગ્લેન્ડના પ્રવાસે હતી ત્યારે આસિફ સ્પોટ ફિક્સિંગ કેસમાં ફસાઈ ગયો હતો.
ભારતીય મહિલા ક્રિકેટ ટીમે શાનદાર રમતનુ પ્રદર્શન કરતા વન ડે શ્રેણીની ત્રણેય મેચ જીતી લઈને ઈંગ્લેન્ડને ક્લીન સ્વીપ કર્યુ હતુ. ભારતીય મહિલા ખેલાડીઓની આ શાનદાર જીત કેટલાકને માટે ઈર્ષાનુ કારણ બની છે. આ દરમિયાન ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ઓલરાઉન્ડર દીપ્તિ શર્મા ચર્ચા (Deepti Sharma) માં છે. તેનું કારણ છે તેનો રનઆઉટ, જેણે માત્ર ઈંગ્લેન્ડની ઈનિંગ્સનો જ અંત નથી કર્યો, જેના કારણે ભારતે 3 મેચની વનડે શ્રેણીમાં પણ ક્લીન સ્વીપ કર્યું છે. ઝુલન ગોસ્વામી (Jhulan Goswami) ની આંતરરાષ્ટ્રીય કારકિર્દીની પણ આ છેલ્લી મેચ હતી. પરંતુ, કોઈ ઝુલન વિશે વાત કરી રહ્યું નથી કે ભારતીય મહિલાઓના ક્લીન સ્વીપની ચર્ચા કરી રહ્યું છે. હદ તો ત્યારે થઈ ગઈ જ્યારે પૈસા માટે પાકિસ્તાનની ઈજ્જતની લીલામી કરનાર ખેલાડી મોહમ્મદ આસિફે (Muhammad Asif) પણ તેના પર સવાલ ઉઠાવ્યા અને તેને ચીટર કહી રહ્યો છે.
ભારતે પ્રથમ વન ડે મેચ 7 વિકેટે, બીજી વન ડેમાં 88 રને અને ત્રીજી વન ડેમાં 169 રન બચાવતા 16 રને જીત લોર્ડઝના મેદાનમાં મેળવી છે. હવે આ શાનદાર શ્રેણી વિજય પાડોશી દેશ પાકિસ્તાનના કેટલાક ખેલાડીઓ કેવી રીતે સહી શકે, તેમના માટે ઈર્ષા વર્તાવવી એ સ્વાભાવિક છે. એટલે જ હવે આઈસીસીના રન આઉટના નિયમથી આગળ વધીને પોતાની સલાહો થકી ઈર્ષા પ્રદર્શીત કરી રહ્યા છે.
આસિફ ફિક્સિંગના આરોપમાં જેલની હવા ખાઈ ચૂક્યો છે
દીપ્તિ શર્માને ચીટર કહેનાર આસિફ મેચ ફિક્સિંગ કેસમાં જેલની હવા ખાઈ ચૂક્યો છે. 2010 માં જ્યારે પાકિસ્તાનની ટીમ ઈંગ્લેન્ડના પ્રવાસે હતી ત્યારે આસિફ પર સ્પોટ ફિક્સિંગનો આરોપ લાગ્યો હતો અને તેને 7 વર્ષના પ્રતિબંધ ઉપરાંત જેલની સજા પણ ભોગવવી પડી હતી. હવે જો આવા ખેલાડીઓ ક્રિકેટ વિશે અને ખાસ કરીને નિયમોમાં હોય તેવા મુદ્દાઓ પર ભાષણ આપશે તો તેઓ કેવી રીતે હજમ થશે. અને પછી પૂર્વ પાકિસ્તાની ફાસ્ટ બોલરે દીપ્તિ શર્માના ઈરાદા પર સવાલ ઉઠાવ્યા છે.
જેલમાં જઈ આવેલા આસિફે દીપ્તિ શર્માના ઈરાદા પર સવાલ ઉઠાવ્યા
પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર મોહમ્મદ આસિફે ટ્વીટ કર્યું છે, જેમાં તેણે બોલિંગ કરતી વખતે દીપ્તિ શર્માના ઈરાદા પર સવાલ ઉઠાવ્યા છે. જેમાં તેને ચીટર કહેવામાં આવે છે. આસિફે ટ્વીટમાં લખ્યું- આપણે જોઈ શકીએ છીએ કે અહીં બોલિંગ કરવાનો કોઈ ઈરાદો નથી. તે ફક્ત તેને છેતરવા માટે નોન-સ્ટ્રાઈક પર ઊભેલા બેટ્સમેનને જોઈ રહી છે. આ યોગ્ય નથી અને રમતની ભાવનાની વિરુદ્ધ છે.
We can see it clearly there is no intention of bowling the ball, she is looking towards non striker batter to cheat him. This is very unfair & terrible act worst spirit 🙏#mankading #mankad #Cheater#INDvsENG pic.twitter.com/SQCLYN3P7h
— Muhammad Asif 〰️ (@MuhammadAsif26_) September 24, 2022
આસિફે ઈંગ્લેન્ડની હા માં હા કહી
દીપ્તિ શર્માના રનઆઉટ પર સવાલ ઉઠાવવામાં આસિફ એકલો નથી, કે જેણે ક્રિકેટના મેદાન પર પોતાના કુકર્મ માટે ઈંગ્લેન્ડની જેલની હવા ખાધી છે. તેની પહેલા ઈંગ્લેન્ડના ઘણા ક્રિકેટરો પણ આ મુદ્દે હોબાળો કરી ચૂક્યા છે. તેમાં સ્ટુઅર્ટ બ્રોડને કોમેન્ટ્રી કરી રહેલા નાસિર હુસૈનનું પણ નામ સામેલ છે. પાકિસ્તાની આસિફે પેલા ગોરા ક્રિકેટરોની હા માં હા કરી છે. ક્રિકેટના નિયમો શું કહે છે તે પણ જાણ્યા વગર.
ક્રિકેટનો નવો કાયદો-માંકડીંગ
ભારતીય ખેલાડી દીપ્તિએ છેલ્લી ODI મેચમાં ઇંગ્લેન્ડના બેટ્સમેન સાર્લો ડિન સાથે જે કર્યું તે ICCના નવા ક્રિકેટ નિયમ માકડિંગ હેઠળ આવે છે. 1 ઓક્ટોબરથી આ નિયમ સંપૂર્ણ રીતે લાગુ થઈ જશે. એટલે કે હવે માંકડિંગને સામાન્ય રન આઉટની જેમ જ ગણવામાં આવશે.