AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs ENG 1st Test Day 2 Highlight: વરસાદને લઇ બીજા દીવસની રમત સમાપ્ત જાહેર કરાઇ, ભારત 125/4

| Updated on: Aug 05, 2021 | 11:24 PM
Share

India vs England 1st Test Day 2 Highlight: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની પ્રથમ દિવસના અંતે 21 રનના સ્કોર ભારતીય ટીમે નોંધાવ્યો હતો. ભારતીય ઓપનરો આજે બીજા દિવસનીની રમતને આગળ વધારશે.

IND vs ENG 1st Test Day 2  Highlight: વરસાદને લઇ બીજા દીવસની રમત સમાપ્ત જાહેર કરાઇ, ભારત 125/4
India vs England

ભારત અને ઇંગ્લેન્ડ (India vs Engand) વચ્ચે રમાઇ રહેલી નોટિંગહામના ટ્રેન્ટ બ્રીઝની મેચ, ભારતીય ટીમે(Team India) 21 રનના સ્કોર સાથે રમતની શરુઆત કરી હતી. પરંતુ પ્રથમ સેશનમાં આજના દિવસની શરુઆત સારી કરવા બાદ, બીજુ સેશન ઇંગ્લેન્ડના બોલરોના નામે રહ્યુ હતુ. ભારતે બીજા સેશનમાં 4 વિકેટ ગુમાવી દીધી હતી.

ઓપનર રોહિત શર્મા (Rohi Sharma) અને કેએલ રાહુલે ભાગીદારી રમતને 97 રન સુધી રમી હતી. રોહિત શર્માની વિકેટ સાથે 97 રને બંનેની જોડી તુટી હતી. જોકે ત્યાર બાદ ભારતીય ટોપ ઓર્ડર એક બાદ એક પેવિલીયન ઝડપ થી પરત ફરવા લાગ્યો હતો.

કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) ક્રિઝ પર આવવા સાથે જ શૂન્ય રને, એન્ડરસનનો શિકાર બન્યો હતો. 112 રનના સ્કોર પર અજીંક્ય રહાણે ની વિકેટ રન આઉટ સાથે ગુમાવી હતી. બીજુ સેશન ભારતીય બેટ્સમેનો માટે ભારે રહ્યુ હતુ. 97 રન સ્કોર થી 112 રનના સ્કોર દરમ્યાનના 15 રનમાં જ ભારતે 4 વિકેટ ગુમાવી દીધી હતી. આમ ટીમ એકાએક દબાણમાં આવી હતી.

કેએલ રાહુલે બીજા દિવસની રમત દરમ્યાન ટેસ્ટ અર્ધશતક પુર્ણ કર્યુ હતુ. તે 151 બોલમાં 57 રન સાથે રમતમાં છે. જ્યારે ઋષભ પંત 8 બોલમાં 7 રન કરીને રમતમાં જારી રહ્યો છે. રોહિત શર્મા એ 107 બોલ રમીને 36 રન કરી વિકેટ ગુમાવી હતી.

વરસાદે ત્રણ વાર મેચમાં વિક્ષેપ સર્જ્યો

બીજા સેશનના અંતિમ સમયે અપૂરતા પ્રકાશને લઇને મેચ રોકી દેવાઇ હતી. આ દરમ્યાન વરસાદ વરસતા બીજુ સેશન સમાપ્ત જાહેર કરાયુ હતુ. વરસાદ રોકાઇ જતા મેચ ફરી શરુ કરાઇ હતી. 1 જ બોલ ની રમત રમી, ત્યાં વરસાદ વરસવાને લઇ ફરી મેચ રોકી દેવાઇ હતી. વિરામ બાદ મેચને ફરી થી શરુ કરવાનો નિર્ણય અંપાયરોએ લીધો હતો. પરંતુ 2 બોલની રમત બાદ ફરી એકવાર વરસાદ વરસ્યો હતો.

ત્રીજી વાર વરસાદને લઇ મેચ રોકાયા બાદ ફરી થી શરુ થઇ શકી નહોતી. વરસાદ જલ્દી નહી રોકાતા આખરે બીજા દિવસની રમતને સમાપ્ત કરી દેવાની ઘોષણા કરવામાં આવી હતી.  આમ બીજા દિવસની રમતના અંતે ભારત નો સ્કોર 125 રન 4 વિકેટે રહ્યો હતો. જેમ્સ એન્ડરસને (James Anderson) 2 વિકેટ અને ઓલી રોબિન્સને 1 વિકેટ ઝડપી હતી.

LIVE Cricket Score & Updates

The liveblog has ended.
  • 05 Aug 2021 10:21 PM (IST)

    બીજા દીવસની રમત સમાપ્ત, વરસાદનુ વિઘ્ન

    નોટિંગહામમાં વરસાદને લઇને બીજા દીવસની રમત સમાપ્ત જાહેર કરાઇ છે. વરસાદ ત્રીજા સેશનની રમતમાં બે વાર વિક્ષેપ સર્જ્યો હતો. બીજા વાર વરસેલો વરસાદ લાંબો સમય સુધી નહી રોકાતા, અંતે બીજા દિવસની રમત સમાપ્ત જાહેર કરાઇ હતી. ત્રીજા દિવસે ભારતીય ટીમ 125-4 ના સ્કોરથી રમતને આગળ વધારશે.

  • 05 Aug 2021 09:37 PM (IST)

    વરસાદે ફરી વિક્ષેપ સર્જ્યો

    ફરી એકવાર વરસાદ વરસ્તા ખેલાડીઓ ફરી એકવાર મેદાન થી બહાર થયા હતા. વરસાદને લઇને અંપાયરે મેચને અટકાવી દીધી હતી. ત્રીજા સેશનમાં વરસાદ ના વિઘ્ન બાદ 2 બોલની રમત રમીને તુરત અટકાવી દેવી પડી હતી. આ પહેલા 1 બોલની રમત રમીને વરસાદને લઇ મેચ અટકાવી દેવાઇ હતી.

  • 05 Aug 2021 09:32 PM (IST)

    રમત ફરી શરુ થઇ, એન્ડરસને બોલીંગ શરુ કરી

    કેએલ રાહુલ અને ઋષભ પંત મેદાને આવ્યા હતા. અને જેમ્સ એન્ડરસને બોલીંગ શરુ કરી હતી. વરસાદને લઇ અગાઉ માત્ર 1 જ બોલની રમત રમીને ત્રીજા સેશનને એટકાવી દેવામાં આવ્યુ હતુ.

  • 05 Aug 2021 09:28 PM (IST)

    9.30 કલાકે ફરી રમત શરુ થશે

    અમ્પાયરોએ મેદાનનું નિરીક્ષણ કર્યું છે, અને ફરી થી રમત આગળ વધારવાનુ નક્કી કર્યુ છે.

  • 05 Aug 2021 08:56 PM (IST)

    ફરી એકવાર વરસાદને લઇ વિક્ષેપ

    લાંબી રાહ જોયા બાદ ખેલાડીઓ ફરીથી મેદાન પર આવ્યા હતા. જેમ્સ એન્ડરસને ફક્ત જ એક બોલ કર્યો હતો, પરંતુ ફરી થી વરસાદ શરુ થયો હતો. અંપાયરોએ મેદાન પર કવર્સ બોલાવી લીધા હતા. વરસાદ ઝડપ થી વરસી રહ્યો છે અને ખેલાડીઓ પરત ફરી ગયા છે.

  • 05 Aug 2021 08:47 PM (IST)

    રમત ફરી થી શરુ

    જેમ્સ એન્ડરસન ત્રીજા સેશનની પ્રથમ ઓવર લઇને આવ્યો હતો. કેએલ રાહુલે ત્રીજા સેશનના પ્રથમ બોલ ને રમ્યો હતો.

  • 05 Aug 2021 08:38 PM (IST)

    અંપાયરો એ મેદાનનુ નિરીક્ષણ કર્યુ

    થોડીક જ વારમાં રમત ફરી શરુ થશે. અંપાયરો વરસાદ રોકાયા બાદ મેદાનની સ્થિતીનુ નિરીક્ષણ કર્યુ હતુ.

  • 05 Aug 2021 08:16 PM (IST)

    બીજુ સેશન સમાપ્ત, ટી બ્રેક થયો

    વરસાદને કારણે બીજા સેશનને અહી જ સમાપ્ત જાહેર કરી દેવામાં આવ્યુ છે. આ સાથે જ ટી બ્રેક ઘોષીત કરવામાં આવી છે. હવે જો રમત ફરી શરુ થશે તો, સીધુ સેશન રમવામાં આવશે. અને વધારે વધારે ઓવર નિકાળવા માટે પ્રયાસ કરવામાં આવશે.

  • 05 Aug 2021 08:00 PM (IST)

    ફરી મેચ શરુ થવાની જોવાઇ રહી છે

    અપુરતા પ્રકાશને લઇને મેચ રોકી દેવાઇ હતી. કાળા વાદળો ઘેરાવાને લઇને પ્રકાશ પુરતા પ્રમાણ નહી હોઇ મેચને રોકવામાં આવી હતી. હળવો વરસાદ પણ ત્યાર બાદ શરુ થયો હતો. આમ હવે મેચ ફરી શરુ થવાની રાહ જોવાઇ રહી છે.

  • 05 Aug 2021 07:03 PM (IST)

    અપૂરતા પ્રકાશને લઇ મેચમાં વિપેક્ષ

    ખરાબ પ્રકાશને લઇને મેચને અંપાયરો દ્વારા રોકી દેવામાં આવી છે. ભારતીય ટીમ ઇંગ્લેન્ડની ટીમથી 58 રન હજુ પાછળ છે. જ્યારે ઋષભ પંત અને કેએલ રાહુલ રમતમાં છે.

  • 05 Aug 2021 07:02 PM (IST)

    રાહુલ અને પંતની વારાફરતી બાઉન્ડરી

  • 05 Aug 2021 07:01 PM (IST)

    કોહલીના નામે ખરાબ રેકોર્ડ

    એન્ડરસનની સામે વિકેટ ગુમાવવા બાદ વિરાટ કોહલીના નામે એક ખરાબ રેકોર્ડ નોંધાઇ ચુક્યો છે. તે ભારતીય કેપ્ટનના રુપમાં ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધારે વખત ‘0’ રન પર આઉટ થનારો બેટ્સમેન બની ચુક્યો છે.

  • 05 Aug 2021 06:43 PM (IST)

    અજીંક્ય રહાણે રન આઉટ

    અજીંક્ય રહાણે રોબીન્સના ડાયરેક્ટ થ્રો પર રન આઉટ થયો હતો. ભારતીય ટીમ વધુ એક વિકેટથી મુશ્કેલ સ્થિતીમાં મુકાયુ છે. એક બાદ એક ઝડપ થી ચોથી વિકેટ ભારતે ગુમાવી છે.

  • 05 Aug 2021 06:32 PM (IST)

    કેએલ રાહુલનુ અર્ધશતક પૂર્ણ

    કેએલ રાહુલે તેનુ અર્ધશતક પુર્ણ કર્યુ હતુ. રાહુલે શરુઆત થી જ ધૈર્યપુર્ણ રમત દર્શાવી હતી. જેના ફળ સ્વરુપે તે અર્ધશતક કરવામાં સફળ રહ્યો હતો. આ સાથે ભારતીય ટીમનો સ્કોર 106-3 પર પહોંચ્યો હતો.

  • 05 Aug 2021 06:29 PM (IST)

    કેપ્ટન વિરાટ કોહલી આઉટ

    જીમી એન્ડરસનના બોલ પર વિકેટ ગુમાવીને વિરાટ કોહલી એ શૂન્ય રને જ પેવેલિયન પરત ફરવુ પડ્યુ હતુ. વિરાટ કોહલી ક્રિઝ પર આવવા સાથે જ પોતાની વિકેટ ગુમાવી દીધી હતી.

  • 05 Aug 2021 06:26 PM (IST)

    ચેતેશ્વર પુજારા આઉટ

    ચેતેશ્વર પુજારા સસ્તામાં આઉટ થયો હતો, 15 બોલમાં માત્ર 4 રન કરીને જ તે આઉટ થયો હતો. પુજારા અગાઉની મેચોમા તેની નાની ઇનીંગની માફક ફરી એકવાર ઝડપ થી પેવિલિયન ફર્યો હતો.

  • 05 Aug 2021 06:19 PM (IST)

    બીજા સેશનની શરુઆત, પુજારા ક્રિઝ પર

    બીજા સેશનની રમત શરુ થઇ ચુકી છે. ચેતેશ્વર પુજારા અને રાહુલ બંને ક્રિઝ પર આવી ચુક્યા છે. ટેસ્ટ નિષ્ણાંત પુજારા હાલમાં કેટલાક સમય થી દબાણમાં છે. કારણ કે તે મોટી ઇનીંગ રમવામાં નિષ્ફળ રહ્યો છે. આજે તેની પાસે સારો મોકો છે. કારણ કે, ભારતીય ટીમનો પાયો મજબૂત છે અને તે ક્રિઝ પર ઇનીંગને આગળ વધારી શકે છે

  • 05 Aug 2021 05:54 PM (IST)

    ઇંગ્લેન્ડને મોટો ઝટકો લાગ્યો, જોફ્રા આર્ચર બહાર

    આ દરમ્યાન ઇંગ્લેન્ડ ક્રિકેટ ટીમને મોટો ઝટકો લાગ્યાની સમાચાર આવ્યા છે. ટીમના સ્ટાર ઝડપી બોલર જોફ્રા આર્ચર ઇજાને લઇને એક વર્ષ માટે બહાર થઇ ચુક્યો છે. તેને જમણી કોણીની ઇજાની ફરી થી ફરીયાદ સામે આવી છે. જેના કારણે તે કેટલાક સમય થી બહાર ચાલી રહ્યો છે. આ કારણે તે ભારત સામે ટેસ્ટ સિરીઝમાં બાકી રહેલી મેચોમાં રમી નહી શકે

  • 05 Aug 2021 05:38 PM (IST)

    રોહિત શર્મા આઉટ, ભારતે ગુમાવી પ્રથમ વિકેટ

    ભારતીય ટીમે રોહિત શર્માના રુપમાં પ્રથમ વિકેટ ગુમાવી છે. રોહિત શર્માએ 36 રન કરીને પોતાની વિકેટ ગુમાવી હતી.

  • 05 Aug 2021 05:04 PM (IST)

    રાહુલે લગાવ્યો ચોગ્ગો

    રાહુલે પોતાની લય હાસંલ કરી લીધી છે. હવે તેના બેટ ની રેન્જમાં આવી રહેલી બાઉન્ડરી પાર જવા લાગી છે. બ્રોડ ફરી થી ભૂલ કરી બેઠો અને રાહુલે તેનો મોકો ઉઠાવીને કવર્સ પર ચોગ્ગો લગાવ્યો હતો.  રાહુલે તેનો વ્યક્તિગત સ્કોર 31 રન કર્યા હતા.

  • 05 Aug 2021 04:38 PM (IST)

    ભારતીય ઓપનરોની શાનદાર શરુઆત, 50 પાર

    ભારતીય ટીમની બેટીંગ ઇનીંગના બીજા દિવસની રમત નો પ્રથમ કલાક વિતી ચુક્યો છે. ભારતીય ઓપનરોએ સમજદારી પુર્વક રમત રમી છે. વિના કોઇ નુકશાને રન નિકાળી રહ્યા છે. બંને એ 50 રનની ભાગીદારી રમત રમી છે. ઇંગ્લેન્ડને પ્રથમ સફળતા મેળવવાની આશા છે. હવે ઇંગ્લેન્ડના કેપ્ટને સેમ કરનને બોલીંગ લઇને બોલાવ્યો છે.

     ભારત 53-0

  • 05 Aug 2021 04:16 PM (IST)

    રોહિત શર્માએ લગાવી બાઉન્ડરી

    રોહિત શર્માએ રોબિન્સનના બોલ પર બાઉન્ડરી લગાવી હતી. આમ રોહિત શર્માએ 18 રનના સ્કોર પર પહોંચ્યો હતો.

  • 05 Aug 2021 04:02 PM (IST)

    રોહિત શર્માએ લગાવી આજની પ્રથમ બાઉન્ડરી

    બીજા દિવસની રમતનો પ્રથમ રન રોહિત શર્માના બેટ થી નિકળ્યો હતો. રોબિન્સનની ઓવર પર શરુઆતમાં રોહિત શર્મા ડિફેન્ડ કરવાની કોશિષમાં ચુક્યા. જોકે અંતિમ બોલ માટે એક દમ પરફેક્ટ હતી. રોબિનસને શોર્ટ બોલ નાંખ્યો હતો. જેમાં વધારે ઉછાળ નહોતો. રોહિતે તેને પુલ કરીને સ્ક્વેયર લેગની ઉપર થી નિકાળીને બોલને બાઉન્ડરી પર મોકલી 4 રન મેળવ્યા હતા.

    ભારત 25-0

  • 05 Aug 2021 03:44 PM (IST)

    શરુઆતની 3 ઓવર મેડન

    ઇંગ્લેન્ડે એન્ડરસનની સાથે ઓલી રોબિન્સને બીજા તરફ થી બોલીંગ માટે આવ્યો છે. આ જોડીએ પોતાની અલગ અલગ સ્ટાઇલ થી પરેશાન કરી રહ્યા છે. એન્ડરસનની સ્વિંગ અને રોબિનસના બોલના ઉછાળ સામે ભારતીય બેટ્સમેનો સંઘર્ષ રહેશે અને વિકેટ બચાવવા સાથે રન પણ કરવા પડશે.

    શરુઆતની પ્રથમ 3 ઓવર મેડન, ભારત 21-0

  • 05 Aug 2021 03:38 PM (IST)

    એન્ડરસનની આઉટ સ્વિંગ સાથે ચોથા દિવસની રમત શરુ

    બિજા દિવસની રમત શરુ થઇ ગઇ છે. જેમ્સ એન્ડરસનની પ્રથમ ઓવર શરુ કરી હતી. એન્ડરસને સતત ઓફ સ્ટમ્પની લાઇન પકડી છે. અને તે આઉટ સ્વિંગ કરાવી રહ્યો છે.

  • 05 Aug 2021 03:36 PM (IST)

    નોટિંગહામમાં બેટીંગ માટે સારી પરિસ્થીતી

    બીજા દિવસની રમતની શરુઆત થઇ છે. નોટીંગહામમાં આજે ખૂબ જ તડકો વર્તાઇ રહ્યો છે, જેનો ફાયદો બેટીંગ પર મળી શકે છે. રોહિત શર્મા અને કેએલ રાહુલે સારી બેટીંગ કરીને વિકેટ બચાવી રાખવી પડશે. ગઇકાલ જેવી રમત જો બેટીંગ કરવામાં સફળ રહેશે, ભારત માટે મોટો સ્કોર ખડકવાનો મોકો છે.

Published On - Aug 05,2021 10:24 PM

g clip-path="url(#clip0_868_265)">