IND Vs ENG T20 Match Report Today: ભારતનો 50 રને શાનદાર વિજય, ઈંગ્લેન્ડ 148 રનમાં સમેટાયુ, હાર્દિક પંડ્યાએ બેટીંગ બાદ બોલીંગમાં બતાવ્યો દમ

IND Vs ENG T20 Match Report Today: ભારતીય ક્રિકેટ ટીમે પહેલા બેટીંગ અને બાદમાં બોલીંગ વડે રંગ જમાવ્યો હતો. હાર્દિક પંડ્યા મેચનો હિરો રહ્યો હતો. આ સાથે જ સિરીઝમાં ભારતે 1-0 થી સરસાઈ મેળવી છે.

IND Vs ENG T20 Match Report Today: ભારતનો 50 રને શાનદાર વિજય, ઈંગ્લેન્ડ 148 રનમાં સમેટાયુ, હાર્દિક પંડ્યાએ બેટીંગ બાદ બોલીંગમાં બતાવ્યો દમ
Hardik Pandya એ 4 વિકેટ ઝડપી
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 08, 2022 | 2:22 AM

ભારતીય ક્રિકેટ ટીમે (Indian Cricket Team) T20 શ્રેણીની શરુઆતને શાનદાર બનાવી દીધી છે. ટીમના ખેલાડીઓએ એજબેસ્ટનની હારનો ગમ ભૂલાવી દીધો છે, તો સાથે જ ટેસ્ટની હારનો પણ બદલો લઈ લીધો છે. ભારત અને ઈંગ્લેન્ડ (India vs England) વચ્ચે રમાઈ રહેલી ટી20 સિરીઝની પ્રથમ ટી20 મેચ સાઉથમ્પ્ટનમાં રમાઈ હતી. ટોસ જીતીને રોહિત શર્માએ પહેલા બેટીંગ કરવાનો નિર્ણય કર્યો હતો. હાર્દિક પંડ્યા (Hardik Pandya) ની અડધી સદીની મદદ થી ઇંગ્લેન્ડ સામે 199 રનનુ લક્ષ્ય રાખ્યુ હતુ. જવાબમાં રન ચેઝ કરવા માટે ઉતરેલી ઇંગ્લેન્ડની ટીમ માટે બેટ બાદ બોલીંગમાં પણ હાર્દિક પંડ્યા આફત બનીને આવ્યો હતો. તેણે ઇંગ્લેન્ડની 4 વિકેટ ઝડપીને ઈંગ્લેન્ડની બેટીંગ લાઈન તોડી નાંખી હતી. ઈંગ્લેન્ડની ટીમ 148 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી.

હાર્દિક પંડ્યાએ બેટીંગ બાદ બોલીંગમાં પણ હિરોગીરી કરી

પંડ્યા એ પહેલા બેટીંગ ઈનીંગમાં મહત્વની ભૂમિકા ભજવીને ભારતને મોટા સ્કોર માટે મદદગાર ઈનીંગ રમી હતી. હાર્દિક પંડ્યાએ 33 બોલમાં 51 રન ફટકાર્યા હતા. ત્યાર બાદ બોલીંગ કરવા દરમિયાન પણ ઇંગ્લેન્ડ માટે તે આફત બન્યો હતો અને ભારતીય ક્રિકેટ ટીમના ચાહકો માટે મેચનો મુખ્ય હિરો રહ્યો હતો. હાર્દિક પંડ્યાએ એક બાદ એક મહત્વની વિકેટ શરુઆતમાં જ ઝડપીને ઈેંગ્લેન્ડને મુશ્કેલીમાં મુકી દીધુ હતુ. હાર્દિક પંડ્યાએ ડેવિડ મલાનને બોલ્ડ કરીને પરત મોકલ્યો હતો. તેના બાદ તુરત જ એટલે કે ચાર બોલ બાદ લિયામ લિવિંગસ્ટોનને શૂન્ય રન પર આઉટ કરીને પેવેલિયન પરત મોકલ્યો હતો. આમ જ એક જ ઓવરમાં બંને મહત્વના ખેલાડીઓને આઉટ કર્યા હતા. બાદમાં સેમ કરનને આઉટ કરીને ચોથો શિકાર ઝડપ્યો હતો.

ભારતીય બોલરોએ આજે દમદાર બોલીંગ પ્રદર્શન કર્યુ હતુ. ખાસ કરીને શરુઆત જ જબરદસ્ત કરી હતી. ભૂવનેશ્વકુમારે પ્રથમ ઓવરમાં જ ઈંગ્લેન્ડના કેપ્ટન અને જબરદસ્ત ખેલાડી જોસ બટલરને ક્લિન બોલ્ડ કરી દીધો હતો. તે તેના પ્રથમ બોલને જ રમવા જતા ક્લિન બોલ્ડ થતા ગોલ્ડન ડક આઉટ થઈને પરત ફર્યો હતો. આમ ભૂવીએ સારી શરુઆત પ્રથમ ઓવરમાં કરાવી હતી. ત્યાર બાદ હાર્દિકે શિકાર ઝડપતા 33 રનમાં જ 4 વિકેટ ઇંગ્લેન્ડે ગુમાવી દીધી હતી.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

ચહલે પણ પાવર બતાવ્યો

જોકે બાદમાં હેરી બ્રૂકે સ્થિતી સંભાળી હતી. પરંતુ ભારતીય બોલરો આજે ફુલફોર્મમાં હતા. યુઝવેન્દ્ર ચહલે હવે બાજી સંભાળી લીધી હોય એમ હેરી બ્રૂકના જામી ગયેલા પગ ઉખાડી દીધા હતા. બ્રૂકે 23 બોલમાં 28 રન નોંઘાવ્યા હતા. આવી જ રીતે મોઈન અલીએ પણ 20 બોલમાં 36 રન 2 છગ્ગાની મદદથી નોંધાવ્યા હતા. જેને પણ 13 ઓવરમાં વધુ એક વિકેટના રુપમાં રોકી દીધો હતો. મોઈન અલીને આગળ આવીને રમવા માટે લલચાવીને યુઝીએ દિનેશ કાર્તિક દ્વારા સ્ટંમ્પીંગ આઉટ કરાવ્યો હતો.

ક્રિસ જોર્ડન અંત સુધી અણનમ રહ્યો હતો પરંતુ સેમ કરન બાદ ટિમાલ મિલ્સ 7 રન, રીસ ટોપ્લી 9 રન અને મથ્યૂ પાર્કિસન શૂન્ય રન પર જ આઉટ થઈ ને પરત ફર્યો હતો.

ડેબ્યૂ મેચમાં જ અર્શદીપને 2 વિકેટ

હાર્દિક પંડ્યાએ 4 ઓવરમાં 33 રન ગુમાવીને 4 વિકેટ ઝડપી હતી. જ્યારે યુઝવેન્દ્ર ચહલે 4 ઓવરમાં 32 રન ગુમાવી 2 વિકેટ મેળવી હતી. ડેબ્યૂટન્ટ અર્શદીપ સિંહે 3.3 ઓવર કરીને 1 મેડન ઓવર કરી હતી. તેણે 18 રન ગુમાવી 2 વિકેટ ઝડપી હતી. ભૂવનેશ્વર કુમારે 3 ઓવરમાં 10 રન આપીને 1 વિકેટ અને હર્ષલ પટેલે પણ 3 ઓવરમાં 24 રન આપીને એક વિકેટ ઝડપી હતી. અક્ષર પટેલની ઓવર ખર્ચાળ રહી હતી અને તેને વિકેટ નસીબ થઈ નહોતી.

Latest News Updates

સુરતમાં લાખોનું ડ્રગ્સ ઝડપાયું
સુરતમાં લાખોનું ડ્રગ્સ ઝડપાયું
PM મોદીની ચૂંટણી સભા દરમિયાન બંદોબસ્તમાં બેદરકારી
PM મોદીની ચૂંટણી સભા દરમિયાન બંદોબસ્તમાં બેદરકારી
Rajkot : કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણી સામે ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાઇ
Rajkot : કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણી સામે ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાઇ
ગુજરાતમાં કાળઝાળ ગરમીની આગાહી, આ જિલ્લાોમાં હીટવેવની સંભાવના
ગુજરાતમાં કાળઝાળ ગરમીની આગાહી, આ જિલ્લાોમાં હીટવેવની સંભાવના
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
g clip-path="url(#clip0_868_265)">