IND vs BAN: બાંગ્લાદેશના ઓપનર પર ભડક્યો વિરાટ કોહલી, કહ્યુ-શર્ટ ખોલી નાંખ
વિરાટ કોહલી અનેક વાર મેદાન પર હરીફ ટીમના ખેલાડીઓ પર ભડકી ઉઠતો હોવાનુ જોવા મળતુ હોય છે, ઢાકા ટેસ્ટમાં પણ કંઈક આવુ જ જોવા મળ્યુ હતુ.
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાઈ રહેલી ઢાકા ટેસ્ટની ત્રણ દિવસની રમત સમાપ્ત થઈ ચુકી છે. ભારત વિજયથી 100 રન દૂર છે, જ્યારે હાથ પર 6 વિકેટ છે. આ પહેલા બાંગ્લાદેશની ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ પસંદ કરી હતી. યજમાન ટીમની બંને બેટિંગ ઈનીંગ ઝડપથી સમેટાઈ ગઈ હતી અને બંને ઈનીંગમાં ભારતીય બોલરોનો સામનો કરવો મુશ્કેલ લાગી રહ્યો હતો. જોકે આ દરમિયાન બીજી ઈનીંગ દરમિયાન વિરાટ કોહલીએ યજમાન ટીમના ઓપનર પર ભડક્યો હતો. તેણે કંઈક એવુ તો ઓપનર શાંતોને કહ્યુ કે, સાંભળવા વાળાઓ પણ હસી પડ્યા.
ભારતીય ટીમ સામે આમ તો બાંગ્લાદેશે માત્ર 145 રનનુ લક્ષ્ય રાખ્યુ છે. પરંતુ ભારત માટે આ લક્ષ્ય પાર કરવુ આસાન નથી લાગ્યુ. કારણ કે ભારતે 45 રનમાંજ 4 વિકેટ ત્રીજા દિવસે ગુમાવી દીધી છે. આમ હજુ 100 રન લક્ષ્ય દૂર છે અને ટોપ ઓર્ડર પેવેલિયન પરત ફરી ચૂક્યો છે.
ઓપનર શાંતો પર ભડકાવી બોલ્યો કોહલી
વાત એમ છે કે, બાંગ્લાદેશની બીજી ઈનીંગની શરુઆત હતી. બીજી તરફ બીજા દિવસની રમત સમાપ્ત થવાની તૈયારી હતી. આ દરમિયાન શાંતો પોતાના શૂઝની દોરી બાંધવા લાગ્યો હતો. આ બધુ થઈ રહ્યુ હતુ, ઈનીંગની છઠ્ઠી ઓવરના પાંચમાં બોલ પર. શાંતો દોરી બાંધવામાં જ સમય પસાર કરવા રહ્યો હતો, આ જોઈને કોહલી ગુસ્સે ભરાવા લાગ્યો હતો. શાંતો આ બધુ બીજા છેડે કરી રહ્યો હતો અને કોહલી સ્લિપમાં ફિલ્ડીંગ પર હતો. શાંતોના વર્તનને લઈ ભડકેલા કોહલી એ કહ્યુ-શર્ટ પણ ખોલી દે હવે પોતાનો.
— Guess Karo (@KuchNahiUkhada) December 23, 2022
કોહલી સ્લિપમાં ફિલ્ડીંગ કરતો હોઈ તે સ્ટંપની નજીક હતો. તેનો અવાજ સ્પષ્ટ રીતે જ સ્ટંપ માઈકમાં કેદ થઈ ગયો હતો. હવે આ વિડીયો પણ વાયરલ થવા લાગ્યો છે અને ફેન પણ ખુબ મજા તેની વાત પર લઈ રહ્યા છે.
વિરાટ કોહલીનુ બેટ ફરી ના ચાલ્યુ
કોહલીએ ફિલ્ડીંગમાં પણ ચૂક કરી હતી. ત્રીજા દિવસની રમતમાં ત્રણ મોકા તેણે ગૂમાવ્યા હતા. આસાન કેચ તેની પાસે છૂટ્યા હતા. જ્યારે બેટિંગની વાત કરીએ તો ચટગાંવ અને ઢાકા એમ બંને ટેસ્ટમાં વિરાટ કોહલીનુ બેટ શાંત રહ્યુ હતુ. તે બંને ટેસ્ટમાં પોતાના પ્રદર્શનને દર્શાવવામાં ફ્લોપ રહ્યો હતો. ચટગાંવમાં કોહલીએ પહેલા 1 રન અને બાદમાં 19 રનની ઈનીંગ રમી હતી. જ્યારે બીજી ટેસ્ટ મેચ એટલે ઢાકામાં પ્રથમ ઈનીંગમાં 24 રન અને બીજી ઈનીંગમાં માત્ર 1 રન જ નોંધાવી શક્યો હતો. આમ ફરી એકવાર કોહલી પાસેથી મોટી ઈનીંગની આશા પુરી થઈ શકી નહોતી.