IND vs BAN: જયદેવ ઉનડકટને 12 વર્ષે ટીમ ઈન્ડિયામાં મળ્યો મોકો, છતાંય તક નહીં આપી કરાશે ‘છેતરપિંડી’

|

Dec 12, 2022 | 11:49 PM

સૌરાષ્ટ્રના સ્ટાર ક્રિકેટર જયદેવ ઉનડકટને 12 વર્ષ બાદ ફરી એકવાર ટીમ ઈન્ડિયામાં સ્થાન મળ્યુ છે. બાંગ્લાદેશ સામેની ટેસ્ટ શ્રેણીનો તે હિસ્સો બનશે. જયદેવે 2019-20માં પોતાની આગેવાની હેઠળ સૌરાષ્ટ્રને પ્રથમવાર રણજી ટ્રોફીમાં જીત અપાવી હતી.

IND vs BAN: જયદેવ ઉનડકટને 12 વર્ષે ટીમ ઈન્ડિયામાં મળ્યો મોકો, છતાંય તક નહીં આપી કરાશે છેતરપિંડી
Jaydev Undkat ને લાંબી રાહ જોયા બાદ મોકો મળ્યો

Follow us on

બુધવારથી ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ચટગાંવમાં ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ રમાનારી છે. ભારતીય ટીમ માટે આ ટેસ્ટ શ્રેણી મહત્વની છે. 2 મેચોની સિરઝની પ્રથમ મેચ 14 ડિસેમ્બરથી શરુ થનારી છે. આઈસીસી ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં પહોંચવા માટે શ્રેણી મહત્વની લાગી રહી છે. ભારતીય ટીમનોં બાંગ્લાદેશ પ્રવાસ ખૂબ જ સંઘર્ષમય રહ્યો છે. વન ડે શ્રેણીની ગુમાવવા સાથે અનેક ખેલાડીઓ ઈજાને લઈ આરામ પર જવા મજબુર બન્યા છે. હવે ટીમમાં શમીને ઈજાને લઈ જયદેવ ઉનડટને સ્થાન આપવામાં આવ્યુ છે. પરંતુ તેને પ્લેઈંગ ઈલેવનમાં મોકો મળશે કે કેમ એ સવાલ છે.

12 વર્ષ સુધી જયદેવ ઉનડકટે ટીમ ઈન્ડિયામાં પરત ફરવા માટે રાહ જોઈ છે.લાંબા ઈંતઝાર બાદ તે એ મુકામ પર આવી પહોંચ્યો છે, જેનુ જયદેવ વર્ષોથી સપનાને જેમ રાહ જોઈ રહ્યો હતો. હવે છેક આવીને તેને મોકો આપ્યા વિના જ બેન્ચ પર બેસાડી રખાશે કે પછી મોકો અપાશે એ સવાલ થઈ રહ્યો છે. જયદેવ પાસે ઘરેલુ ક્રિકેટમાં ખૂબ અનુભવ છે. તેણે સૌરાષ્ટ્ર ક્રિકેટને 2019-20માં ગૌરવ અપાવ્યુ હતુ. રણજી ટ્રોફીમાં સૌરાષ્ટ્ર ટીમને પ્રથમ વાર જયદેવની આગેવાની ધરાવતી ટીમે અપાવી હતી.

નહીં મળે પ્લેઈંગ ઈલેવનમાં મોકો-કાર્તિક

હવે 12 વર્ષ પછી બોલાવવામાં આવ્યો છે, ઉનડકટ સહિત દરેકને આશા હશે કે તેને ઓછામાં ઓછી એક મેચ રમવા મળશે. પરંતુ શક્ય છે કે નસીબ ફરીથી આ ઝડપી બોલર સાથે છેતરપિંડી કરે અને તેને એક પણ મેચ રમવાની તક ન મળે. આ વાત છે અનુભવી ભારતીય વિકેટ કીપર બેટ્સમેન દિનેશ કાર્તિકનું. એક ચર્ચા દરમિયાન કાર્તિકે કહ્યું, મને લાગે છે કે ઉનડકટ આ શ્રેણીમાં રમી શકશે નહીં. ટીમમાં ઉમેશ યાદવ, મોહમ્મદ સિરાજ, શાર્દુલ ઠાકુર છે. શક્ય છે કે તે આ ટેસ્ટ શ્રેણીમાં રમી શકશે નહીં, પરંતુ મને લાગે છે કે તે ઠીક છે.

આજનું રાશિફળ તારીખ : 20-09-2024
કોણ છે એ છોકરી જેના કારણે કોહલી-ગંભીર સાથે જોવા મળ્યા?
લગ્ન પહેલા પુરુષોએ આ મેડિકલ ટેસ્ટ જરૂર કરાવવા જોઈએ, જુઓ List
Phoneને ઝડપી ચાર્જ કરવા માટે શું કરવું? જાણો અહીં સરળ ટ્રિક
આ છે ઢોલીવૂડનું સેલિબ્રિટી કપલ, જુઓ ફોટો
રબરનો છોડ ઘરે ઉગાડવાથી થાય છે અનેક ફાયદા

ઓસ્ટ્રેલિયા સામે પણ મોકો મળવાની શક્યતા નથી

કાર્તિકે એવી પણ આશંકા વ્યક્ત કરી હતી કે ફેબ્રુઆરી-માર્ચમાં ઓસ્ટ્રેલિયા સિરીઝ માટે તેની પસંદગી પણ ન થાય, પરંતુ આટલા વર્ષોની મહેનત પછી તેને ટીમમાં બોલાવવામાં આવ્યો હોય તો તે પણ સારું છે. તેણે કહ્યું, હકીકત એ છે કે તેને આ પુરસ્કાર (ડોમેસ્ટિક ક્રિકેટમાં તેની સખત મહેનત માટે) મળ્યો છે, કે તેને ભારતીય ક્રિકેટનું પ્રતિનિધિત્વ કરવાની તક આપવામાં આવી છે, તે ટીમ સાથે છે, તેનો અર્થ ઘણો છે. ઓસ્ટ્રેલિયા સામેની શ્રેણી માટે તેને ટીમમાં સ્થાન મળવાની શક્યતા નથી, કારણ કે બુમરાહ અને શમી પરત આવશે અને અમે આગળ વધીશું.

 

 

Published On - 11:47 pm, Mon, 12 December 22

Next Article