IND vs BAN: બેવડી સદી ફટકાર્યા બાદ હજુય ઈશાન કિશનને અફસોસ! કારણ જાણીને દંગ રહી જશો
ઈશાન કિશને બાંગ્લાદેશ સામેની વન ડે શ્રેણીની અંતિમ મેચમાં 131 બોલનો સામનો કરીને 210 રન નોંધાવ્યા હતા. જેને લઈ ભારતીય ટીમ 400 પ્લસ સ્કોર ખડકી શકી હતી.

યુવા ભારતીય ખેલાડી ઈશાન કિશને શનિવારે ક્રિકેટ વિશ્વમાં ધમાલ મચાવી દીધી હતી. તેણે વન ડે ક્રિકેટમાં સૌથી ઓછી ઉંમરે સૌથી ઝડપી બેવડી સદી નોંધાવી દીધી હતી. તેની આ બેવડી સદી વડે તેણે વિક્રમોની વણઝાર લગાવી દીધી હતી. તો વળી, તેના માટે વનડે કરિયરનુ પ્રથમ શતક હતુ અને તેણે પ્રથમ સદીની ખુશી ને બેવડી સદીની ખુશીમાં ફેરવી દીધી હતી. ઈશાન કિશન તેની આ સિદ્ધીથી ખુબ જ ખુશ છે, પરંતુ હજુ તેને એકવાતનો અફસોસ રહી ગયો છે જે તેણે મેચ બાદ કહ્યો હતો.
ઈશાને દોઢ વર્ષ પહેલા જ ભારતીય વન ડે ક્રિકેટ ટીમ વતી ડેબ્યૂ કર્યુ હતુ. વન ડે ભારતીય ટીમે 227 રનના મોટા અંતરથી એકતરફ જીત ઈશાન કિશનની રમતને કારણે મેળવી હતી. તેની રમતે જ ભારતીય ટીમના સ્કોરને 400 ને પાર પહોંચાડવાનો પાયો નાંખ્યો હતો. વિરાટ કોહલીએ પણ શાનદાર સદી નોંધાવી હતી. પરિણામે ભારતને મોટી જીત વન ડે શ્રેણીની અંતિમ મેચમાં મળી હતી.
રહી ગયો આ અફસોસ
બાંગ્લાદેશ સામેની શનિવારે રમાયેલી અંતિમ વન ડે મેચમાં ભારતીય ટીમ પ્રથમ બેટિંગ ઈનીંગ રમતા રનનો વરસાદ કર્યો હતો. ઈશાન કિશને સદી બાદ પોતાની ગતિ બદલી હતી. તેની રનની ઝડપને લઈ વધુ 46 બોલમાં વધુ 110 રન ઉમેર્યા હતા. તે 210 રનના સ્કોર પર પોતાની વિકેટ ગુમાવી બેઠો હતો. આ સમયે ઈનીંગની 36મી ઓવર હતી. આમ વધુ 14 ઓવરની રમત બાકી હતી. આવી સ્થિતીમાં તે વિકેટ ગુમાવી ના બેઠો હોત તો વધુ રન નિકાળી શક્યો હોત અને પોતાની બેવડી સદીને ત્રેવડી સદીમાં બદલી શક્યો હોત એવી પણ શક્યતા પોતે માની રહ્યો હતો.
પોતાની ત્રેવડી સદીની ઈચ્છા અધૂરી રહી જવાને લઈ ઈશાને કહ્યુ, “હું આઉટ થયો ત્યારે 15 ઓવર (14.1 ઓવર) બાકી હતી. મારી પાસે 300 રન બનાવવાની તક હતી.
દિગ્ગજોની સાથે જોડાયુ નામ
સચિન તેંડુલકર, વીરેન્દ્ર સેહવાગ અને રોહિત શર્માની જેમ સાથે ODIમાં બેવડી સદી ફટકારનાર ચોથો ભારતીય બેટ્સમેન તરીકે ઈશાનનુ નામ નોંધાયુ છે. આ અંગે ઈશાને કહ્યું, “આવા દિગ્ગજોમાં મારું નામ સાંભળીને હું ખુશ છું. વિકેટ બેટિંગ માટે પૂરતી સારી હતી. મારો ઈરાદો એકદમ સ્પષ્ટ હતો કે જો બોલ નબળો હશે તો હું તેને ફટકારીશ.